________________
પ.પૂ.આ. શ્રી વિજય વીરશેખરસૂરીશ્વરજી મ.સા. કર્મપ્રકૃતિ તથા સપ્તતિકાના અભ્યાસીઓને સરળતા અને અનુકુળતા રહે તે માટે સરળ ગુજરાતી ભાષામાં ભાવાનુવાદ કરવા માટે કરેલી ગણિવર્ય શ્રી કૈલાસચંદ્ર વિજયજીની જહેમત ખરેખર અત્યંત શ્લાઘનીય છે.
૬. શ્રી રન મુ.
(એ યાત્રા અવિરામ ધપતી રહો
પ.પૂ.આ. શ્રી વિજય પ્રધુમ્નસૂરીશ્વરજી મ.સા. ગણિ શ્રી કૈલાસચંદ્ર વિજયજી મહારાજ અત્યંતર અને બાહ્ય બંને તપમાં કુશળ છે. વળી એ બન્ને તપ પણ આકરાં તપ છે. બાહ્ય તપમાં માસક્ષમણ જેવી મોટી તપસ્યા રમતવાતમાં કરે. તો કર્મગ્રંથ જેવો સુષ્ક અને રૂક્ષ વિષય તેમાં પણ નિત્ય છે ઉદ્યમ કરે. ન તો થાકે ન તો કંટાળે. આવા સાધુ શ્રમણકુળની શોભા છે. અન્ય અનેકને આલંબન પણ છે.
તેમની આ ઉભય પ્રકારની તપસ્યા યાત્રા અવિરામપણે પ્રગતિના પંથે આગળને આગળ ધપતી રહો.
લિ. ૧. ૨૦૧૮
જાથી ખીમજ
શ્રી કર્મપ્રકૃતિ ગ્રંથનું રહસ્ય
સ્વ. પંડિતવર્ય પુખરાજજી અમીચંદજી કોઠારી આ ગ્રંથમાં ૮ કરણોનું સ્વરૂપ અને ઉદય સત્તા પ્રકરણનો વિષય આવે છે. કેટલીક વખત આ ગ્રંથ કેવળ જાણી લેવાની દૃષ્ટિએ જ ભણાય છે. ત્યાં સમજવું જોઈએ કે - કેવળ જાણી જવા માટે જ આ ગ્રંથ નથી. પરંતુ ખૂબ જ ચિંતન-મનન- સાથે આઠ કરણરૂપ આ કર્મપ્રકૃતિ ગ્રંથનું તલસ્પર્શી જ્ઞાન સૂક્ષ્મ બુદ્ધિથી જો પ્રાપ્ત કરવામાં આવે તો કેટલુંય નવું નવું જાણવા મળી શકે છે. સાથે સાથે બંધાયેલ કર્મો ઉપર અધ્યવસાયો દ્વારા કેવા પ્રકારનું પરિણમન થાય છે, આત્મા કર્મપાશમાંથી કેવી રીતે મુક્ત બની મોક્ષગામી બને છે - તેનો સચોટ ખ્યાલ આવે છે.
પ્રત્યેક સમયે દરેક કર્મો એક સરખી રીતે બંધાતા નથી પરંતુ અનેક રીતે બંધાય છે. વળી જે કર્મ જે રીતે બંધાયું હોય તે કર્મ તેજ રીતે ઉદયમાં આવે છે અને ફળ આપે છે એમ નથી. કેટલીક વાર કેટલાંક કર્મો જે રીતે બંધાયા હોય તેજ રીતે નિયત કાળે ઉદયમાં આવે છે અને ફળ પણ આપે છે, પરંતુ કેટલીક વાર કેટલાંક કર્મો બંધ સમયે જે રીતે બંધાયા હોય તેનાથી અન્ય રીતે ફળ આપે છે અગર નક્કી થયેલ સમય કરતાં વહેલા-મોડા અગર વધારે કાળ સુધી ફળ આપે છે, વળી કેટલાંક કર્મો તો ફળ આપ્યા વિના ક્ષય થઈ જાય છે એવું પણ બને છે.
એ રીતે કર્મોમાં બંધ સમયે અને બંધાયા પછી અધ્યવસાયો દ્વારા કેવી અસર થાય છે તે બાબત આઠ કિરણોનું જ્ઞાન સમજવાથી સારી રીતે જાણી શકાય છે. સમયે ભોગવાઈને છૂટું પડી જાય છે. આ બંધ અસાંપરાયિક = અકષાયી હોવાથી બહુલતાએ તેની વિરક્ષા કરવામાં આવતી નથી એટલે મોટા ભાગે સાંપરાયિક = સકષાયી બંધને જ બંધ તરીકે ગણવામાં આવે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org