________________
અભિનંદનના અધિકારી
પ.પૂ.આ. શ્રી વિજય ચંદ્રોદયસૂરીશ્વરજી મ.સા. પૂજ્ય ધર્મરાજા ગુરુદેવ શ્રીમાન વિજય કસ્તૂરસૂરીશ્વરજી મ. પાસે કર્મપ્રકૃતિનું અધ્યયન ચાલતું હતું. વિ.સં. ૨૦૦૬ના બોટાદના ચોમાસામાં કર્મપ્રકૃતિમાં આવતા પદાર્થોની સ્પષ્ટતા જરૂરી લાગતી પણ તેવા સંયોગો ઉભા ન થયા. જ્યારે ગણિ ) કેલાસચંદ્ર વિજયજીએ કર્યપ્રકતિનો અભ્યાસ શરૂ થયો ત્યારે તેઓના ક્ષયોપશમ પ્રમાણે પદાર્થોની સ્પષ્ટતા આવશ્યક્તા
લાગી અને તેઓને તે અંગે પોતાના ગુરુદેવ આચાર્ય શ્રી વિજય અશોકચંદ્રસૂરિજી મ. ની કંઈક કર્મપ્રકૃતિના પદાર્થો અંગે લખવા આજ્ઞા માંગી. અને પોતાના ક્ષયોપશમ પ્રમાણે લખાણ શરૂ તો કર્યું પણ તે અંગે તેઓને પણ સંતોષ ન થયો. ક્ષયોપશમ તીવ્ર બનાવવા તપસ્વી તેઓએ અટ્ટમથી વીશસ્થાનક તપ શરૂ કર્યો. મુનિશ્રીનો ખંત-તીવ્રતા અને ઉત્સાહના લીધે એક તરફ તપ વધતો ગયો અને ક્ષયોપશમ સૂક્ષ્મ થતો ગયો. પોતાના લખાણ તે કર્મપ્રકૃતિના સૂક્ષ્મ અભ્યાસી પાસે રજુ કરી યોગ્ય કરવા આચાર્યશ્રી વિજય જયઘોષસૂરીશ્વરજી મ. તથા આચાર્ય શ્રી વિજય વીરશેખરસૂરીશ્વરજીએ તપસ્વી ગણિશ્રીના લખાણ જોઈ આપવા સમ્મતિ આપી તો આપી પણ પોતાની દીર્ઘકાલીના કર્મપ્રકૃતિના પદાર્થોનું ચિંતન, યંત્રો, કોષ્ટકો વિગેરે માટે તેવું સંશોધન પરસ્પરના પરમાર્શના કારણે આજે આ ત્રીજો વિભાગ પણ પૂર્ણ પ્રાયઃ બની રહ્યો છે. ૧૫ વરસથી એક માત્ર લગની લગાવી ગણિશ્રીએ પરિશ્રમ કર્યો છે. જરૂર પડે એમાંથી જાણ કરી લઈ પોતાના શ્રમને સફળ બનાવી શક્યા છે. જેના પરિણામે કર્મપ્રકૃતિ ભાવાનુવાદના ૧-૨ ભાગોનું અધ્યયન અધ્યાપન પણ કર્મપ્રકૃતિના અભ્યાસીઓ માટે સફળ પુરવાર થઈ રહ્યું છે.
આ ત્રીજા ભાગનું સંપાદન થતાં ગણિવર્યશ્રીનો પરિશ્રમ તપોબળ ગુરૂકૃપાના કારણે આ એક શ્રુતજ્ઞાનની ઉપાસના દ્વારા પાર પામ્યા છે. જેથી તેઓને જેટલો ધન્યવાદ આપીએ તેટલો ઓછો છે.
મw -અકોઇQ2
પ.પૂ.આ. શ્રી વિજય જયઘોષસૂરીશ્વરજી મ.સા. ગણિવર્ય શ્રી કૈલાસચંદ્ર વિજયજી દ્વારા આલેખાયેલ કર્મપ્રકૃતિ ભાષાંતરના ભાગ ૧-૨ પછી ત્રીજો ભાગ પ્રગટ થઈ રહ્યો છે. તે ખરેખર એમના માટે જેમ આનંદનો વિષય છે, તેમ આ ગ્રંથના અભ્યાસુઓને અભ્યાસમાં અત્યંત સહાયક બનશે માટે અભ્યાસુઓ માટે પણ આનંદનો વિષય છે.
આ અનુવાદ કરવામાં તેઓએ જે શ્રમ ઉઠાવ્યો છે તે ઉડીને આંખે વળગે તેવો છે. કર્મસાહિત્ય જેવા ગહન વિષયને સરળ બનાવવા માટે તેમણે ખુબ જ મહેનત કરી છે.
તપ, સંયમ, વૈયાવચ્ચની સાથે સ્વાધ્યાય-સ્વરૂપે થયેલા આ ગ્રંથનું કાર્ય અનુમોદનીય છે. આજ રીતે બીજા પણ - તાત્ત્વિક ગ્રંથોનો અનુવાદ/વિવેચન તેઓ કરતા રહે અને અભ્યાસુઓની તૃષાને સંતોષ એ જ મંગળ કામના. તમારા તપની ખૂબ ભૂરિ ભૂરિ અનુમોદના.
4િ4 hકષ સ04 વિA3%૧૦%
કેશન ~ ટા<
- બે ૧w
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org