________________
૨૧૪
કર્મપ્રકૃતિ ભાગ - ૩
આ જ ર૬માં તીર્થકર સહિત કરતાં ૨૭નો ઉદય થાય છે, આ તીર્થકર ભગવંતને (કેવલી સમુદઘાતમાં ૨-૬-૭મે સમયે) ઔદારિક મિશ્રકાયયોગીને જાણવું. અહીં સંસ્થાન એક હોવાથી એક જ ભાંગો થાય છે.
તે જ ૨૬માં પરાઘાત, ઉચ્છવાસ, કોઇપણ એક વિહાયોગતિ, કોઇપણ એક સ્વર સહિત ૩૦નો ઉદય થાય છે. અને આ સામાન્ય કેવલી એવા સયોગી કેવલીને ઔદારિક કાયયોગે વર્તતાં જાણવું. અહીં ૬ સંસ્થાન x શુભ - અશુભવિહાયોગતિ X સુસ્વર - દુઃસ્વર વડે ૨૪ ભાંગા થાય છે. અને તે સામાન્ય મનુષ્યના ઉદયસ્થાનકોને વિષે ગણેલાં હોવાથી અહીં જુદા ન ગણવા. આ જ ૩૦માં તીર્થંકરનામ સહિત કરતાં ૩૧નો ઉદય થાય છે, અને તે સયોગીકેવલી તીર્થકર ભગવંતને ઔદારિક કાયયોગે વર્તતાં હોય છે. અહીં એકભાગો જાણવો.
આ જ ૩૧માંથી વાકયોગનો નિરોધ કરે એટલે ૩૦નો ઉદય થાય છે. ત્યારબાદ ઉચ્છવાસનો નિરોધ થાય એટલે ૨૯નો ઉદય થાય છે. સામાન્ય કેવલીને પૂર્વકહેલ ૩૦માંથી વાક્યોગનો નિરોધ થાય એટલે ૨૯નો ઉદય થાય છે. અહીં ૬ સંસ્થાન x શુભ-અશુભ વિહાયોગતિ વડે ૧૨ ભાંગા થાય છે. પણ પૂર્વની જેમ જુદા ન ગણવાં. ત્યારબાદ ઉચ્છવાસનો નિરોધ થતાં ૨૮નો ઉદય થાય, અહીં પણ પૂર્વની જેમ ૧૨ ભાંગા થાય છે. અને તે પૂર્વની જેમ સામાન્ય મનુષ્યના ઉદયસ્થાનકોમાં ગણેલ હોવાથી જુદા ગણેલ નથી.
તથા મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસ, બાદ૨, પર્યાપ્ત, સુભગ, આય યશકીર્તિ અને તીર્થકર નામ એ ૯નું ઉદયસ્થાનક તીર્થકરને અયોગી કેવલીના અંત્યસમયે વર્તતાં હોય છે. તથા તે જ ૯ના ઉદયમાંથી તીર્થંકરનામ રહિત ૮નું ઉદયસ્થાનક સામાન્ય કેવલીને હોય છે.'
| સર્વમલીને સામાન્ય સયોગી કેવલી અને તીર્થકર સયોગી કેવલીના ૬૨ ભાંગા થાય છે. પરંતુ જે સામાન્ય કેવલીના ૨૬ના ઉદયના ૬, ૨૮ના ઉદયના ૧૨, ૨૯ના ઉદયના ૧૨, ૩૦ના ઉદયના ૨૪ સર્વમલીને ૫૪ ભાંગા તે સામાન્ય મનુષ્યના ઉદયસ્થાનકમાં અંતર્ગત સંભવે છે, એટલે તેને જુદા ગણ્યા નથી. બાકીના ૮ ભાંગા સંભવે છે. તેમાં ૨૦ અને ૮ના ઉદયના ૨ ભાંગ સામાન્ય કેવલિના છે, ૨૧ - ૨૭ - ૨૯ - ૩૦ - ૩૧ અને ૯ના ઉદયના ૬ ભાંગા તીર્થકરના જાણવાં. સર્વમલીને મનુષ્યના ઉદયસ્થાનકના ભાંગા ૨૬૫ર થાય છે. તે પ્રમાણે મનુષ્યના ઉદયસ્થાનકો કહ્યાં.
દેવોના ૬ ઉદયસ્થાનકના ૬૪ ભાંગા - હવે દેવોના કહે છે - દેવોના ઉદયસ્થાનકો ૬ છે. તે આ પ્રમાણે.... ૨૧૨૫ - ૨૭ - ૨૮ - ૨૯ અને ૩૦ છે.૨૬૫
(૧) ૨૧ના ઉદયે ૮ ભાંગા - ત્યાં દેવદ્રિક, પંચેન્દ્રિયજાતિ, ત્રાસ, બાદર, પર્યાપ્ત, સુભગ - દુર્ભગમાંથી એક, આદેય-અનાદેયમાંથી એક, યશ કીર્તિ - અયશકીર્તિમાંથી એક, એ ૯ + પૂર્વ કહેલ ધ્રુવોદય ૧૨ સહિત ૨૧નો ઉદય થાય છે, અહીં સુભગ - દુર્ભગ X આદેય - અનાદેય X યશકીર્તિ - અયશ-કીર્તિ વડે ૮ ભાંગા થાય છે. દુર્ભગ - અનાદેય અને અયશ કીર્તિનો ઉદય પિશાચા દિને હોય છે.
(૨) ૨૫ ઉદયે ૮ ભાંગા - ત્યારબાદ શરીરસ્થને વૈક્રિયદ્ધિક, ઉપઘાત, પ્રત્યેક, સમચતુરસ્ત્ર એ ૫ પ્રકૃતિઓ ઉમેરવાથી અને દેવાનુપૂર્વી દુર કરવાથી ૨૫નો ઉદય થાય છે. અહીં પણ તે જ પ્રમાણે ૮ ભાંગા થાય છે.
અહીં સામાન્ય કેવલીને ૨૮-૧૯મા સ્વરના રોધ પછી ૨૯, ઉવારા વિગત રસ વિનાના
૨૬૩ “નિત્યરે ફાતીસા, તીસા સામાવતીને તુ જીગરે ગુણાતીતા લીબુસાસન ગાવીતા'' ૮૮ | ૨૬૪ અહીં સામાન્ય કેવલીને ૨૮-૨૯ના ઉદયસ્થાનકમાં ૬ સંસ્થાનના બે વિહાયોગતિ સાથે ૧૨-૧૨ ભાગા બતાવ્યા છે. પરંતુ સિત્તરિ ચૂર્ણિમાં અને
સપ્તતિકા ભાષ્ય ગાથા ૧૧૮-૧૧૯ની ટીકામાં સ્વરના રોધ પછી ૨૯, ઉચ્છવાસના નિરોધ પછી ૨૮ના ઉદય હોવાથી તે વખતે કાયયોગનો પણ નિરોધ કરવાનો સમય હોવાથી અત્યંત નિરસ લીમડા અને શેરડી સમાન બંન્ને વિહાયોગતિ ના રસ વિનાના દલિક માત્રનો જ ઉદય હોય છે. પણ
ગતિની ચેષ્ટા હોતી નથી તેથી ૨૮ અને ૨૯ના ઉદયે સામાન્ય કેવલીને ના બદલે ૬ સંસ્થાનના માત્ર ૬-૬ ભાંગા જ બતાવેલ છે. તત્ત્વ કેવલી ગમે. ૨૬૫ ગાથા-૮૪ - “રેવા" સરિતે વિમાનોવા સંકળા'' | સંઘયણ વિનાના વિકલેન્દ્રિયની સર્વ ઉદયસ્થાનકો દેવોને હોય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org