________________
સત્તાપ્રકરણ
૨૧૫ (૩) ૨૭ના ઉદયે ૮ ભાંગા - ત્યારબાદ શરીર પર્યાપ્તિએ પર્યાપ્તાને પરાઘાત અને શુભવિહાયોગતિ ઉમેરવાથી ૨૭નો ઉદય થાય છે, અહીં પણ પૂર્વની જેમ ૮ ભાંગા થાય છે. દેવોને અશુભવિહાયોગતિનો ઉદય નહીં હોવાથી તેને આશ્રયીને ભાંગા થતાં નથી.
(૪) ૨૮ના ઉદયે ૧૬ ભાંગ - ત્યારબાદ પ્રાણાપાન પર્યાપ્તિએ પર્યાપ્તાને ઉચ્છવાસ ઉમેરવાથી ૨૮નો ઉદય થાય છે. અહીં પણ પૂર્વની જેમ ૮ ભાંગા થાય છે. અથવા શરીર પર્યાપ્તિએ પર્યાપ્તાને ઉચ્છવાસનો ઉદય થતાં પહેલાં ઉદ્યોતનો ઉદય થતાં ૨૮નો ઉદય થાય છે. અહીં પણ પૂર્વની જેમ ૮ ભાંગા થાય છે, સર્વમલીને ૨૮ના ઉદયે ૧૬ ભાંગા થાય છે.
(૫) ૨૯ના ઉદયે ૧૬ ભાંગા :- ત્યારબાદ ભાષાપર્યાપ્તિએ પર્યાપ્તાને સુસ્વ૨ઉમેરવાથી ૨૯નો ઉદય થાય છે, અહીં પણ પૂર્વની જેમ ૮ ભાંગા થાય છે. દેવોને દુઃસ્વરનો ઉદય ન હોય તેથી તેને આશ્રયીને ભાંગ ન થાય. અથવા પ્રાણાપાન પર્યાપ્તિએ પર્યાપ્તાને સુસ્વરનો ઉદય થતાં પહેલાં ઉદ્યોતનો ઉદય થતાં ૨૯નો ઉદય થાય છે. અહીં પણ પૂર્વની જેમ ૮ ભાંગ થાય છે. સર્વ મલીને ૨૯ના ઉદયે ૧૬ ભાંગા થાય છે. દેવોને ઉદ્યોતનો ઉદય ઉત્તરવૈક્રિય કરતાં હોય છે..
| (૬) ૩૦ના ઉદયે ૮ ભાંગ :- ત્યાર બાદ ભાષાપર્યાપ્તિએ પર્યાપ્તાને ઉદ્યોત ઉમેરવાથી ૩૦નો ઉદય થાય છે. અહીં પણ પૂર્વની જેમ ૮ ભાંગા થાય છે. સર્વમલીને દેવાના ૬૪ ભાંગા થાય છે. તે પ્રમાણે દેવોના ઉદયસ્થાનકો ક્યાં.
નારકીના ૫ ઉદયસ્થાનકના પાંચ ભાંગ :- હવે નારકીના કહે છે. ત્યાં નારકીના ઉદયસ્થાનકો ૫ છે. તે આ પ્રમાણે.... ૨૧ - ૨૫ - ૨૭ - ૨૮ અને ૨૯ છે.
(૧) ૨૧ના ઉદયે ૧ ભાંગો - ત્યાં નરકદ્ધિક, પંચેન્દ્રિયજાતિ, ત્રસ, બાદ૨, પર્યાપ્ત દુર્ભગ, અનાદેય, અયશ : કીર્તિ એ ૯ + ધ્રુવોદયિ - ૧૨ સહિત ૨૧નો ઉદય થાય છે, અહીં સર્વ પણ પદો અશુભ હોવાથી એક જ ભાંગો થાય છે. એ પ્રમાણે બીજે પણ જાણવું.
(૨) ૨૫ના ઉદયે ૧ ભાંગો - ત્યારબાદ શરીરસ્થને વૈક્રિયદ્વિક, પ્રત્યેક, હુંડક ઉપઘાત એ ૫ પ્રકૃતિ ઉમેરવાથી અને નરકાનુપૂર્વી દૂર કરવાથી ૨૫નો ઉદય થાય છે. એક ભાગો થાય છે.
(૩) ૨૭ના ઉદયે ૧ ભાંગો - ત્યારબાદ શરીર પર્યાપ્તિએ પર્યાપ્તાને પરાઘાત અને અશુભવિહાયોગતિ ઉમેરવાથી ૨૭નો ઉદય થાય છે. (અહીં ૧ ભાંગો).
(૪) ૨૮ના ઉદયે ૧ ભાગો - ત્યારબાદ પ્રાણાપાન પર્યાપ્તિએ પર્યાપ્તાને ઉચ્છવાસ ઉમેરવાથી ૨૮નો ઉદય થાય છે. ( અહીં ૧ ભાંગો)
(૫) ૨૯ના ઉદયે ૧ ભાંગો - ત્યારબાદ ભાષાપર્યાપ્તિએ પર્યાપ્તાને દુઃસ્વર ઉમેરવાથી ૨૯નો ઉદય થાય છે. (અહીં ૧ ભાંગો) સર્વમલીને નારકના ૫ ભાંગા થાય છે. સર્વ ઉદયસ્થાનકોના ભાંગા ૭૭૯૧ થાય છે. (યંત્ર નંબર - ૪૪ જુઓ).(અનુસંધાણ પેઈઝ નંબર-૨૨૪)
ઇતિ જીવસ્થાનકોને વિષે નામકર્મના ઉદયસ્થાનકના ભાંગા સમાપ્ત
૨૬૬ અહીં એ ખ્યાલમાં રાખવું કે દેવોને અપર્યાપ્તાવસ્થામાં ઉદ્યોતનો ઉદય થતો નથી, પરંતુ પર્યાપ્તાવસ્થામાં મૂળ શરીરથી બીજાં વૈક્રિયશરીર કરે ત્યારે
તેમને શરીરપર્યાપ્તિ પૂર્ણ થયા પછી ઉદ્યોતનો ઉદય થઇ શકે છે. ૨૬૭ “સંઘવ_ોffજાતે નારyrgો'' || ૮૪ || તથા સંઘયણ અને ઉદ્યોતના ઉદય વિનાના સર્વ નારકીઓ ને હોય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org