________________
સત્તાપ્રકરણ
૨૧૩
(૩) ૨૮ના ઉદયે ૯ ભાંગા - ત્યારબાદ પ્રાણાપાન પર્યાપ્તાને ઉચ્છવાસનો ઉદય ઉમેરતાં ૨૮નો ઉદય થાય છે. અહીં પણ પૂર્વની જેમ ૮ ભાંગા થાય છે. અથવા સંયતને ઉત્તરવૈક્રિય કરતાં શરીર પર્યાપ્તિએ પર્યાપ્તાને ઉચ્છવાસનો ઉદય થતાં પહેલાં કોઇને ઉદ્યોતનો ઉદય થાય છે, તેથી ૨૮નો ઉદય થાય છે. અહીં શુભપદ હોવાથી એક જ ભાંગો થાય છે. કારણ કે સંયતને દુર્ભગ - અનાદેય - અયશ કીર્તિનો ઉદય હોતો નથી. સર્વમલીને ૨૮ના ઉદયે ૯ ભાંગા થાય છે.
(૪) ૨૯ના ઉદયે ૯ ભાંગ :- ત્યારબાદ ભાષાપર્યાપ્તિએ પર્યાપ્તાને ઉચ્છવાસ સહિત ૨૮ના ઉદયમાં સુસ્વર ઉમેરવાથી ૨૯નો ઉદય થાય છે. અહીં પણ પૂર્વની જેમ ૮ ભાંગા થાય છે. અથવા સંયતને સ્વરનો ઉદય થતાં પહેલાં ઉદ્યોતનો ઉદય થાય છે, અહીં પણ પૂર્વની જેમ એક જ ભાંગો, તેથી સર્વમલીને ૨૯ના ઉદયે ૯ ભાંગા થાય છે.
(૫) ૩૦ના ઉદયે ૧ ભાંગો :- સુસ્વર સહિત ૨૯ના ઉદયમાં ઉદ્યોત ઉમેરતાં સંયતને ૩૦નો ઉદય થાય છે. અહીં એક જ ભાંગો થાય છે. સર્વમલીને વૈક્રિય મનુષ્યોને ૩૫ ભાંગા થાય છે.
આહારક સંવતને ૫ ઉદયસ્થાનકના ૭ ભાંગ :- આહારક સંયતને ૫ ઉદયસ્થાનકો છે તે આ પ્રમાણો... ૨૫ - ૨૭ -૨૮ - ૨૯ અને ૩૦.
(૧) ૨૫ના ઉદયે ૧ ભાંગો - ત્યાં આહારકદ્વિક, સમચતુરસ્મસંસ્થાન, ઉપઘાત અને પ્રત્યેક એ પાંચ પ્રકૃતિઓ પૂર્વ કહેલ મનુષ્યગતિ પ્રાયોગ્ય ૨૧માં ઉમેરવી અને મનુષ્યાનુપૂર્વી દૂર કરવાથી ૨૫નો ઉદય થાય છે. ફક્ત અહીં સર્વ શુભ પદ છે, કારણ કે સંયતને દુર્ભગ - અનાદેય - અયશકીર્તિનો ઉદય હોતો નથી. તેથી અહીં એક જ ભાંગો થાય છે..
(૨) ૨૭ના ઉદયે ૧ ભાગો - ત્યારબાદ શરીર પર્યાપ્તિએ પર્યાપ્તાને પરાઘાત અને શુભવિહાયોગતિ ઉમેરવાથી ૨૭નો ઉદય થાય છે, અહીં પણ એક જ ભાંગો થાય છે. A (૩) ૨૮ના ઉદયે ૨ ભાંગા - ત્યારબાદ પ્રાણાપાન પર્યાપ્તિએ પર્યાપ્તાને ઉચ્છવાસ ઉમેરવાથી ૨૮નો ઉદય થાય છે. અહીં પણ એક જ ભાંગો થાય છે. અથવા શરીરપર્યાપ્તિએ પર્યાપ્તાને ઉચ્છવાસનો ઉદય થતાં પહેલાં ઉદ્યોતનો ઉદય થતાં ૨૮નો ઉદય થાય છે, અહીં પણ એક ભાંગો થાય છે સર્વમલીને ૨૮ના ઉદયે બે ભાંગા થાય છે.
(૪) ૨૯ના ઉદયે ૨ ભાંગા - ત્યારબાદ ભાષાપર્યાપ્તિએ પર્યાપ્તાને ઉચ્છવાસ સહિત ૨૮ના ઉદયમાં સુસ્વર ઉમેરવાથી ૨૯નો ઉદય થાય છે. અહીં પણ એક જ ભાંગો થાય છે. અથવા પ્રાણાપાનપર્યાપ્તિએ પર્યાપ્તાને સ્વરનો ઉદય થતાં પહેલાં ઉદ્યોતનો ઉદય થતાં ૨૯નો ઉદય થાય છે, અહીં પણ એક જ ભાંગો થાય છે, સર્વમલીને ૨૯ના ઉદયે બે ભાંગા થાય છે.
(૫) ૩૦ના ઉદયે ૧ ભાંગો - ત્યારબાદ ભાષાપર્યાપ્તિએ પર્યાપ્તાને સુસ્વર સહિત ૨૯ના ઉદયમાં ઉદ્યોત ઉમેરવાથી ૩૦નો ઉદય થાય છે. અહીં ૧ ભાંગો થાય છે. સર્વમલીને આહારકશરીરના ૭ ભાંગા થાય છે.
કેવલીના ૧૦ ઉદયસ્થાનકોના ભાંગા - કેવલીના ૧૦ ઉદયસ્થાનકો છે, તે આ પ્રમાણે... ૨૦ - ૨૧ - ૨૬ -૨૭ - ૨૮ - ૨૯ -૩૦ - ૩૧ - ૯ અને ૮ છે. ત્યાં મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસ, બાદ૨, પર્યાપ્ત, સુભગ, આદેય અને યશ :કીર્તિ એ૮ અને ધ્રુવોદયિ-૧૨ સહિત ૨૦નો ઉદય થાય છે. અહીં પણ એક ભાગો થાય છે અને તે સામાન્ય કેવલીને અને કેવલિ સમુદ્ધાતમાં કાર્પણ યોગે વર્તતાને (૩-૪ અને ૫મા સમયે) હોય છે. તેજ ૨૦માં તીર્થકર સહિત ૨૧નો ઉદય થાય છે. અહીં પણ એક જ ભાંગો થાય છે, અને તે તીર્થકર કેવલીને અને સમુદ્દાત કરતાં કાર્પણ કાયાયોગે વર્તતાને જાણવું
તે જ ૨૦માં ઔદારિકદ્ધિક, સંસ્થાનમાંથી એક સંસ્થાન, પ્રથમ સંઘયણ, પ્રત્યેક, ઉપઘાત એ ૬ પ્રકૃતિઓ ઉમેરવાથી ર૬નો ઉદય થાય છે. અને આ સામાન્ય કેવલીને (કેવલી સમુઠ્ઠાતમાં ૨-૬ અને ૭મે સમયે) ઔદારિક મિશ્રકાયયોગીને હોય છે. અહીં ૬ સંસ્થાન વડે ૬ ભાંગા થાય છે, પરંતુ તે સામાન્ય મનુષ્યના ઉદયસ્થાનકોને વિષે ગણેલા હોવાથી જુદા ગણવાં નહીં.
૨૬૧ ‘‘તસવાયરન્મત્ત, સુમનં રિનgવા ગરીસ્થિ, મનોજના માં નવ'' ||૮૧ / ઉપરની૮ - ૯ +ગાથા - ૮૬ - “નિવાપરાફનુગા,
મુકવા તીસગુથાણ'' I ધ્રુવોદયી પ્રકૃતિ યુક્ત ગાથા ૮૫માં કહેલ ૮-૯ બે ઉદયસ્થાનકો સહિત ૨૦-૨૧ ઉદયસ્થાનક કેવલરી સમુદ્ધાતમાં હોય
૨૬૨
“જે વપાવડર નવું ઇ સંટાળ જનસંઘવી | gટે ઇસવીસા પુરા સેવા વયા'' || ૮૭ |
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org