________________
કર્મપ્રકૃતિ ભાગ - ૩ (૬) ૩૧ના ઉદયે ૧૧૫૨ / ૫૭૬ ભાંગા ઃ- ત્યારબાદ સ્વર સહિત ૩૦ના ઉદયમાં ઉદ્યોતનામ ઉમેરવાથી ૩૧નો ઉદય થાય છે. ત્યાં જે સ્વર સહિત ૩૦ના ઉદયે ૧૧૫૨ ભાંગા કહ્યા તે જ અહીં પણ જાણવાં. (મતાંતરે ૫૭૬ ભાંગા સમજવાં.) સર્વ મલીને પ્રાકૃત = સામાન્ય તિર્યંચપંચેન્દ્રિયના ૪૯૦૬ ભાંગા થાય છે.
૨૬૦
હવે વૈક્રિયશરીર કરતાં તિર્યંચ પંચેન્દ્રિયના ઉદયસ્થાનકો કહે છે, અને તે પાંચ છે - તે આ પ્રમાણે કહે છે. ૨૫ - ૨૭ - ૨૮ - ૨૯ અને ૩૦ છે.
(૧) ૨૫ના ઉદયે ૮ ભાંગા :- ત્યાં વૈક્રિયઢિક, સમચતુરસ, ઉપઘાત, અને પ્રત્યેક એ ૫ પ્રકૃતિઓ પૂર્વ કહેલ તિર્યંચ પંચેન્દ્રિય પ્રાયોગ્ય ૨૧માં ઉમે૨વી, અને તિર્યંચાનુપૂર્વી દૂ૨ ક૨વાથી ૨૫નો ઉદય થાય છે. અહીં સુભગ - દુર્ભાગ X આદેય
- અનાદેય X યશ : કીર્તિ - અયશઃકીર્તિ વડે = ૮ ભાંગા થાય છે. (મતાંતરે ૪ ભાંગા થાય છે.)
(૨) ૨૭ના ઉદયે ૮ ભાંગા :૨૭નો ઉદય થાય છે, અહીં પણ પૂર્વની (૩) ૨૮ના ઉદયે ૧૬ ભાંગા :
૨૧૨
ત્યારબાદ શરીર પર્યાપ્તિએ પર્યાપ્તાને પરાઘાત અને શુભવિહાયોગતિ ઉમેરવાથી જેમ ૮ ભાંગા થાય છે.
ત્યારબાદ, પ્રાણાપાન પર્યાપ્તિએ પર્યાપ્તાને ઉચ્છવાસ ઉમેરતાં ૨૮નો ઉદય થાય છે. અહીં પણ પૂર્વની જેમ ૮ ભાંગા થાય છે. અથવા શરીર૫ર્યાપ્તિએ પર્યાપ્તાને ઉચ્છ્વાસનો ઉદય થતાં પહેલાં ઉદ્યોતનો
ઉદય થતાં ૨૮નો ઉદય થાય છે, અહીં પણ પૂર્વની જેમ ૮ ભાંગા, તેથી સર્વમલીને ૨૮ના ઉદયે ૧૬ ભાંગા થાય છે. (૪) ૨૯ના ઉદયે ૧૬ ભાંગા :- ત્યારબાદ ભાષાપર્યાપ્તિએ પર્યાપ્તાને ઉચ્છ્વાસ સહિત ૨૮માં સુસ્વર ઉમેરવાથી ૨૯નો ઉદય થાય છે. અહીં પણ પૂર્વની જેમ ૮ ભાંગા થાય છે. અથવા પ્રાણાપાન પર્યાપ્તાને સ્વરનો ઉદય થતાં પહેલાં અને ઉદ્યોતનો ઉદય થતાં ૨૯નો ઉદય થાય છે, અહીં પણ પૂર્વની જેમ ૮ ભાંગા થાય છે, સર્વ મલીને ૨૯ના ઉદયે ૧૬ ભાંગા થાય છે.
(૫) ૩૦ના ઉદયે ૮ ભાંગા ઃત્યારબાદ સુસ્વર સહિત ૨૯માં ઉદ્યોત ઉમેરવાથી ૩૦નો ઉદય થાય છે, અહીં પણ પૂર્વની જેમ ૮ ભાંગા થાય છે. સર્વમલીને વૈક્રિયશરીર કરતાં તિર્યંચ પંચેન્દ્રિયના ૫૬ ભાંગા. સર્વમલીને તિર્યંચ પંચેન્દ્રિયના ૪૯૬૨ ભાંગા થાય છે.
મનુષ્યના ઉદયસ્થાનકો :કહે છે. ત્યાં સામાન્ય મનુષ્યના ૫ ઉદયસ્થાનકોના ૨૬૦૨ ભાંગા :- તે આ પ્રમાણે છે. - ૨૧ - ૨૬ - ૨૮ - ૨૯ અને ૩૦નું છે. આ સર્વ પણ જેમ પૂર્વ તિર્યંચ પંચેન્દ્રિયના કહ્યાં તે પ્રમાણે અહીં પણ કહેવાં. વિશેષ એ કે ૨૯ અને ૩૦નું ઉદયસ્થાનક ઉદ્યોત રહિત કહેવું. કારણ કે વૈક્રિય - આહા૨ક સંયત -સિવાયના મનુષ્યોને ઉદ્યોતના ઉદયનો અભાવ છે, તેથી ૨૯ના ઉદયે ૫૭૬ ભાંગા થાય છે. અને ૩૦ના ઉદયે ૧૧૫૨ ભાંગા થાય છે. તેથી સર્વમલીને સામાન્ય મનુષ્યોના ૨૬૦૨ ભાંગા થાય છે.
૨૬૦
વેક્રિય મનુષ્યના ૫ ઉદયસ્થાનકના ભાંગા ઃ- વૈક્રિય મનુષ્યના ૫ ઉદયસ્થાનકો છે. તે આ પ્રમાણે... ૨૫ - ૨૭ - ૨૮ - ૨૯ અને ૩૦ છે.
(૧) ૨૫ના ઉદયે ૮ ભાંગા :- ત્યાં મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, વૈક્રિયદ્ધિક, સમચતુરસસંસ્થાન, ઉપઘાત, ત્રસ, બાદ૨, પર્યાપ્ત, પ્રત્યેક, સુભગ-દુર્ભાગમાંથી એક, આદેય-અનાદેયમાંથી એક, યશઃકીર્તિ - અયશઃકીર્તિમાંથી એક એ ૧૩ + ૧૨ ધ્રુવોદિય સહિત ૨૫નો ઉદય થાય છે, અહી સુભગ-દુર્ભાગ X આદેય -અનાદેય X યશઃકીર્તિ - અયશઃકીર્તિ વડે ૮ ભાંગા થાય છે. દેશવિરત અથવા સર્વવિરતિવાળા ને વૈક્રિય કરતાં સર્વ શુભ હોવાથી ૧ ભાંગો જાણવો.
(૨) ૨૭ના ઉદયે ૮ ભાંગા :- ત્યારબાદ શરીર પર્યાપ્તિએ પર્યાપ્તાને પરાઘાત અને શુભવિહાયોગતિ ઉમે૨વાથી ૨૭નો ઉદય થાય છે. અહીં પણ પૂર્વની જેમ ૮ ભાંગા થાય છે.
૨૬૦
રિવર છવ્વીસાફ સંધયવિયિાપ તે ચેવ । હલવા નિિરયાનું વિજ્ઞાહારન′′ || ૮૩ || તિર્યંચોના ૨૬ આદિ જે ઉદયસ્થાનો કહ્યાં, સંઘયણ વિનાના તે સર્વ ઉદયસ્થાનકો વૈક્રિયશરીર કરતાં તિર્યંચ અને મનુષ્યોને તથા આહારકશરીર કરતાં યતિઓને હોય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org