________________
સત્તાપ્રકરણ
૨૧૧
થાય છે. અથવા પ્રાણાપાન પર્યાપ્તિએ પર્યાપ્તને સ્વરનો અનુદય થતાં અને ઉદ્યોતનો ઉદય થતાં ૩૦નું ઉદયસ્થાનક થાય, અહીં યશકીર્તિ અમલ કીર્તિ વડે બે ભાંગા, સર્વમલીને ૩૦ના ઉદયે ૬ ભાંગા થાય છે.
(૬) ૩ના ઉદવે ૪ ભાંગા:- ત્યારબાદ ભાષાપતિએ પર્યાપ્તાને સ્વર સહિત ૩૦ના ઉદયમાં ઉદ્યોતનામ ઉમેરતાં ૩૧નું ઉદયસ્થાનક થાય છે, ત્યાં સસ્વર - દુઃસ્વ૨, યશ :કીર્તિ - અયશ :કીર્તિ વડે ૪ ભાંગા થાય છે. સર્વમલીને બેઇન્દ્રિયના ૨૨ ભાંગા એ પ્રમાણે તે ઇન્દ્રિય અને ચઉરિદ્રિય પ્રત્યેક ૬- ૬ ઉદયસ્થાનકોનો ભાંગા ભાવવા. વિશેષ સ્વ - સ્વ જાતિ કહેવી, સર્વમલીને વિકસેન્દ્રિયના ૬૬ ભાંગા થાય છે.
તિર્યંચ પંચેજિયના ૬ ઉદયસ્થાનકના ૪૯૬૨ ભાંગા - હવે તિર્યંચપંચેન્દ્રિયના ઉદયસ્થાનકો કહે છે. ત્યાં પ્રાકૃત = સામાન્ય તિર્યંચ પંચેન્દ્રિયના ૬ ઉદયસ્થાનકો છે, તે આ પ્રમાણે કહે છે.... ૨૧-૨૬-૨૮-૨૯-૩૦ અને ૩૧ છે.
(૧) ૨૧ના ઉદયે ૯/૫ ભાંગા :- ત્યાં તિર્યંચદ્રિક, પંચેન્દ્રિયજાતિ, ત્રસ, બાદર, પર્યાપ્ત - અપર્યાપ્તમાંથી એક, સુભગ - દુર્ભગમાંથી એક, આદેય - અનાદેયમાંથી એક, યશકીર્તિ - અયશકીર્તિમાંથી એક, એ ૯ પ્રકૃતિઓ + ૧૨ ધ્રુવોદય પ્રકૃતિ સહિત કરતાં ૨૧નું ઉદયસ્થાનક થાય, અને આ ભવાંતરમાં જતાં તિર્યંચપંચેન્દ્રિયને હોય છે. અહીં ૯ ભાંગા થાય છે, ત્યાં પર્યાપ્ત નામના ઉદયે વર્તતાને સુભગ-દુર્ભગ, આદેય - અનાદય, યશકીર્તિ - અયશ-કીર્તિ વડે ૮ ભાંગા થાય છે, અપર્યાપ્તના ઉદયે વર્તતાને દુર્ભગ - અનાદેય - અયશકીર્તિ વડે એક ભાગો થાય છે.
કેટલાક આચાર્ય મહારાજ એમ કહે છે.- સુભગના ઉદયવાળાને આદેયનો અને દુર્ભગનામના ઉદયવાળાને અનાદેયનો ઉદય અવશ્ય હોય છે, એટલે સુભગ - આદેય અને દુર્ભગ - અનાદેયનો સાથે જ ઉદય હોય છે તેથી પર્યાપ્તાને સુભગ - આદેય યુગલ અને દુર્ભગ - અનાદેય યુગલને યશ કીર્તિ અને અયશ-કીર્તિ વડે ૪ ભાંગા, અને અપર્યાપ્તાને એક ભાગો, તેથી સર્વમલીને મંતાતરે ૫ ભાંગા. હવે પછીના ઉદયસ્થાનોમાં પણ મતાંતરે ભાંગાની વિષમતા પોતાની બુધ્ધિ વડે વિચારી લેવી.
(૨) ર૬ના ઉદયે ૨૮૯/ ૧૪૫ ભાંગ - ત્યારબાદ શરીરસ્થને આનુપૂર્વી દૂર કરવાથી દારિકદ્રિક, છ સંસ્થાનમાંથી એક સંસ્થાન, છ સંઘયણમાંથી એક સંઘયણ, ઉપઘાત, પ્રત્યેક એ ૬ પ્રકૃતિઓ ઉમેરવાથી ૨૬નું ઉદયસ્થાનક થાય છે. અહીં ભાંગા ૨૮૯ થાય છે. ત્યાં પર્યાપ્તાને ૬ સંસ્થાન, ૬ સંઘયણ, સુભગ-દુર્ભગ, આદય-અનાદેય, યશ-કીર્તિઅયશકીર્તિ સાથે ૨૮૮ ભાંગા થાય છે. અને અપર્યાપ્તાને હુંડક - સેવાર્ત - દુર્ભગ - અનાદેય - અયશકીર્તિ વડે એક ભાગો થાય છે. (મતાંતરે ૧૪૫ ભાંગા થાય છે.).
| (૩) ૨૮ના ઉદયે ૫૭૬/૨૮૮ ભાંગા :- તે જ ર૬ના ઉદયમાં શરીર પર્યાપ્તિએ પર્યાપ્તાને પરાઘાત અને બે વિહાયોગતિમાંથી એક ઉમેરતાં ૨૮નો ઉદય થાય છે. અહીં જે પૂર્વે પર્યાપ્તાને ૨૮૮ ભાંગા કહ્યાં. તેને ૨ વિહાયોગતિ વડે ગુણતાં ૫૭૬ ભાંગા થાય છે. (મતાંતરે ૨૮૮ ભાંગા થાય છે.)
(૪) ૨૯ના ઉદયે ૧૧૫૨/ ૫૭૬ ભાંગા :- ત્યારબાદ પ્રાણાપાન પર્યાપ્તિએ પર્યાપ્તાને ઉચ્છવાસ ઉમેરતાં ૨૯નો ઉદય થાય છે. અહીં પણ પૂર્વની જેમ ૫૭૬ ભાંગા થાય છે. અથવા શરીર પર્યાપ્તિએ પર્યાપ્તાને ઉચ્છવાસનો ઉદય થતાં પહેલાં ઉદ્યોતનામનો ઉદય થતાં ૨૯નો ઉદય થાય છે. અહીં પણ ભાંગા ૫૭૬ થાય છે. સર્વમલીને ૨૯ના ઉદયે ૧૧૫ર ભાંગ થાય છે. (મતાંતરે ૫૭૬ ભાંગા થાય છે.)
(૫) ૩૦ના ઉદયે ૧૭૨૮| ૮૬૪ ભાંગા:- ત્યારબાદ ભાષા પર્યાપ્તિએ પર્યાપ્તાને સુસ્વર - દુઃસ્વરમાંથી એ. ઉમેરવાથી ૩૦નો ઉદય થાય છે. અહીં જે ઉચ્છવાસ વડે પ૭૬ ભાંગા કહ્યા હતા તેને બે સ્વર વડે ગુણતાં ૧૧૫ર ભાંગા થાય છે. અથવા પ્રાણાપાન પર્યાપ્તિએ પર્યાપ્તાને સ્વરનો ઉદય થતાં પહેલાં ઉદ્યોતનો ઉદય થાય ત્યારે ૩૦નો ઉદય થાય છે. અહીં ભાંગા ૫૭૬ થાય છે. સર્વમલીને ૩૦ના ઉદયે ૧૭૨૮ ભાંગા થાય છે. (મતાંતરે ૮૬૪ ભાંગા થાય છે.)
Jain Education International
For Personal & Private Use Only
www ainelibrary.org