________________
સ
કર્થપતિ ભાગ - ૩
૨૫૭
૨૫ના ઉદયે ૭ ભાંગા ઃ- ત્યાર પછી શરીર મર્યાપ્તિને પર્યાપ્તાને (પૂર્વક્રહેલ ૨૪માં) બરાઘાત ઉમેરવાથી ૨૫ થાય છે, અને તે પર્યાપ્તાને જ હોય છે. અપર્યાપ્ત દૂ૨ ક૨વા. અહી ૬ ભાંગા થાય છે, તે આ પ્રમાણે.... બાદર – પર્યાપ્તનો પ્રત્યેક - સાધારણ, યશઃકીર્તિ - અયશઃ કિર્તિ પદવડે ૪ ભાંગા, અને સૂક્ષ્મનો પ્રત્યેક - સાધારણ, અયશ કીર્તિ સાથે બે ભાંગા. બાદ૨ વાયુકાયને વૈક્રિયશરીર કરતાં તેને શરીર પર્યાપ્તિએ પર્યાપ્ત થયા બાદ પરાઘાત ઉમેરવાથી ૨૫ થાય, અને અહીં પૂર્વની જેમ એક જ ભાંગો. તે સર્વમલીને ૨૫ના ઉદયે ૭ ભાંગા થાય છે.
૨૬ના ઉદયે ૧૩ ભાંગા :
છે ૨૫૭
ત્યારબાદ પ્રાણાપાન પર્યાપ્તિએ પર્યાપ્તાને ઉચ્છવાસનો ઉદય ઉમેરતાં ૨૬નો ઉદય થાય અહીં પણ પૂર્વની જેમ જ ૬ ભાંગા થાય છે. અથવા શરીર પર્યાપ્તિએ પર્યાપ્તને ઉચ્છવાસનો અનુદય થતાં અને આતપ કે ઉદ્યોતમાંથી એકનો ઉદય થતાં ૨૬નો ઉદય થાય છે. અહીં પણ ૬ ભાંગા થાય છે, તે આ પ્રમાણે... બાદ૨નો ઉદ્યોત સાથે પ્રત્યેક - સાધારણ, યશઃકીર્તિ - અયશઃકીર્તિ વડે ૪ ભાંગા, આતપ સાથે પ્રત્યેક, યશઃકીર્તિ - અયશઃકીર્તિ વડે ૨ ભાંગા થાય છે.
તથા બાદર વાયુકાયને વૈક્રિય કરતાં પ્રાણાપાન પર્યાપ્તિએ પર્યાપ્તાને પૂર્વ કહેલ ૨૫માં ઉચ્છ્વાસ ઉમેરતાં ૨૬ થાય છે, અને ત્યાં પૂર્વની જેમ ૧ જ ભાંગો થાય છે. તેઉકાય - વાયુકાયમાં આતપ - ઉદ્યોત અને યશ કીર્તિનો ઉદય હોતો નથી તેથી તેને આશ્રયી વિક્લ્પ થતો નથી. સર્વમલીને ૨૬ના ઉદયે ૧૩ ભાંગા થાય છે.
૨૭ના ઉદયે ૬ ભાંગા ઃ- તથા પ્રાણાપાન પર્યાપ્તિએ ઉચ્છવાસના ઉદય સહિત ૨૬ના ઉદયમાં આતપ કે ઉદ્યોતમાંથી એકનો ઉદય થતાં ૨૭નો ઉદય થાય છે.૨૫૭ અહીં જે પૂર્વ કહેલ આતપ - ઉદ્યોતમાંથી એક સહિત કરતાં ૨૬ના ઉદયમાં જે ૬ ભાંગા કહ્યાં તે જાણવાં. એ પ્રમાણે સર્વ મલીને એકેન્દ્રિયના ૪૨ ભાંગા થાય છે.
વિકલેન્દ્રિયના ૬ ઉદયસ્થાનકના ૬૬ ભાંગા :- હવે બેઇન્દ્રિયના ઉદયસ્થાનકો કહે છે..... બેઇન્દ્રિયના ૬ ઉદયસ્થાનકો છે. તે આ પ્રમાણે કહે છે.... ૨૧ - ૨૬ - ૨૮ - ૨૯ - ૩૦ અને ૩૧ છે.
(૧) ૨૧ના ઉદયે ૩ ભાંગા :- ત્યાં તિર્યંચદ્ધિક, બેઇન્દ્રિયજાતિ, ત્રસ, બાદ૨, પર્યાપ્ત - અપર્યાપ્તમાંથી એક, દુર્લગ, અનાદેય, યશ ઃકીર્તિ – અયશઃકીર્તિમાંથી એક એ૯ પ્રકૃતિઓ + પૂર્વ કહેલ ૧૨ ધ્રુવોદયિ સહિત ૨૧, અને આ અંતરાલ ગતિમાં રહેલ બેઇન્દ્રિયને હોય છે. અહીં ૩ ભાંગા થાય છે. અપર્યાપ્ત નામના ઉદયવાળાને અયશ કીર્તિ સાથે એક ભાંગો અને પર્યાપ્ત નામના ઉદયવાળાને યશ કીર્તિ અને અયશ કીર્તિ સાથે બે ભાંગા થાય છે.
(૨) ૨૬ના ઉદયે ૩ ભાંગા :- તે જ શરીરસ્થને ઔદારિકદ્ધિક, હુંડક, સેવાત્ત, ઉપઘાત, પ્રત્યેક એ૬પ્રકૃતિ ઉમેરવાથી અને તિર્યંચાનુપૂર્વી દૂ૨ ક૨વાથી ૨૬નું ઉદયસ્થાનક થાય છે, અહીં પણ પૂર્વની જેમ ૩ ભાંગા થાય છે.
૨૫૮
(૩) ૨૮ના ઉદયે ૨ ભાંગા :- ત્યારબાદ શરીર પર્યાપ્તિએ પર્યાપ્તાને પરાઘાત-અશુભવિહાયોગતિ ઉમેરવાથી ૨૮નું ઉદયસ્થાનક થાય છે. અહીં યશ કીર્તિ - અયશઃકીર્તિ વડે બે ભાંગા થાય છે, કારણ કે અહીં અપર્યાપ્ત - શુભવિહાયોગતિના ઉદયનો અભાવ છે.
(૪) ૨૯ના ઉદયે ૪ ભાંગા ઃ
ત્યારબાદ પ્રાણાપાન પર્યાપ્તિએ પર્યાપ્તા ને ઉચ્છવાસનો ઉદય ઉમે૨તાં ૨૯નો ઉદય થાય છે. ૨૫૮ અહીં પણ પૂર્વની જેમ તે જ બે ભાંગા થાય છે. અથવા શરીર પર્યાપ્તિએ પર્યાપ્તાને ઉચ્છ્વાસનો અનુદય થતાં અને ઉદ્યોતનો ઉદય થતાં ૨૯નું ઉદયસ્થાનક થાય, અહીં પણ પૂર્વની જેમ બે ભાંગા, તેથી સર્વમલીને ૨૯ના ઉદયે ૪ ભાંગા થાય છે.
(૫) ૩૦ના ઉદયે ૬ ભાંગા :- ત્યારબાદ ભાષાપર્યાપ્તિએ પર્યાપ્તાને ઉચ્છ્વાસ સહિત ૨૯ના ઉદયમાં સુસ્વર કે દુઃસ્વરમાંથી એક ઉમેરતાં ૩૦નું ઉદયસ્થાનક હોય છે.પ૯ અહીં સુસ્વર - દુઃસ્વ૨ યશઃકીર્તિ - અયશઃકીર્તિ વડે ૪ ભાંગા
૨૫૭
ગાથા - ૮૧ - - ‘પર્ધાયસાસઞાયવગુત્તા પાછવસત્તવીસા સા'' । પૂર્વોક્ત તે ૨૪માં અનુક્રમે પરાઘાત - ઉજ્જ્વાસ અને આતપ (કે ઉદ્યોત) યુક્ત કરીએ ત્યારે ૨૫-૨૬ અને ૨૭ થાય છે.
૨૫૮
ગાથા - ૮૨ - ‘‘પર્યાયલ નુત્તા અડવીસા ગુજતીસ સામે’' ।
૨૫૯ ‘‘તીસા સોળ સુબ્બોવ તિત્વ તિમિનુષ્ય જ્ઞાતીસા'' || ૮૨ || સ્વરયુક્ત ૩૦ અને ઉદ્યોત યુક્ત ૩૧નો ઉદય થાય છે. તિર્યંચોમાં ઉદ્યોત યુક્ત ૩૧નો ઉદય થાય છે અને મનુષ્યોમાં તીર્થંકરનામના ઉદય યુક્ત ૩૧નો ઉદય થાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jaitlibrary.org