________________
૧૯૮
કર્મપ્રકૃતિ ભાગ - ૩
કે ઉદ્યોત સંભવે નહીં, તેથી ઉચ્છવાસ અને પરાઘાત ઉમેરવી. સ્થિર - શુભ - યશકીર્તિ એ ૩ પ્રકૃતિઓ બહાર કાઢી, અને
ત્યાં અસ્થિર- અશુભ- અયશકીર્તિની પ્રતિપક્ષ વિકલ્પથી તેઓના જ સ્થાને ઉમેરવી. અને તે આ પ્રમાણે કહે છે.... તિર્યંચગતિ - તિર્યંચાનુપૂર્વી – એકેન્દ્રિયજાતિ, ઔદારિક - તેજસ - કાર્મણશરીર, હુડકસંસ્થાન, વર્ણાદિ-૪, અગુરુલઘુ, ઉપઘાત, ઉચ્છવાસ, સ્થાવર, પરાઘાત, પર્યાપ્ત, બાદર- સૂક્ષ્મમાંથી એક, પ્રત્યેક - સાધારણમાંથી એક, સ્થિર - અસ્થિરમાંથી એક, શુભ - અશુભમાંથી એક, યશ કીર્તિ - અયશ : કીર્તિમાંથી એક, દુર્ભગ, અનાદેય અને નિર્માણ.
અહીં ૨૦ ભાંગા થાય છે. ત્યાં બાદર - પર્યાપ્ત - પ્રત્યેક - સ્થિર અને શુભ સાથે યશકીર્તિ બંધતાં ૧ ભાંગો, અને અયશ-કીર્તિ સાથે બંધ કરતાં બીજો ભાંગો, અને તે બન્ને શુભ સાથે બે ભાંગા, એ પ્રમાણે અશુભ સાથે બે ભાંગા થાય, તેથી ૪ ભાંગા થયા, તે ચારે સ્થિરનામકર્મ સાથે થયા, એ પ્રમાણે અસ્થિર સાથે પણ ૪ ભાંગા થાય છે, તેથી ૮ ભાંગા થયા. અને તે બાદ૨- પર્યાપ્ત - પ્રત્યેક સાથે થયા.
હવે જ્યારે પ્રત્યેકના સ્થાને સાધારણ નામકર્મ મૂકવામાં આવે ત્યારે સ્થિર - અસ્થિર, શુભ – અશુભને અયશ કીર્તિ સાથે ૪ ભાંગા. સાધારણ સાથે યશકીર્તિ બંધનો પ્રતિષેધ હોવાથી તેને આશ્રયીને ભાંગા થતાં નથી.
સૂક્ષ્મ પર્યાપ્ત નામનો બંધ થતાં પ્રત્યેક-સાધારણ, સ્થિર-અસ્થિર, શુભ-અશુભ અયશ-કીર્તિ સાથે ૮ ભાંગા થાય છે. સૂક્ષ્મની સાથે પણ યશકીર્તિના બંધનો અભાવ હોવાથી તેને આશ્રયીને ભાંગા ન પામે. તે પ્રમાણે ૨૫ના બંધસ્થાનકના ૨૦ ભાંગા થાય છે.
ર૯ના બંધે ૧૬ ભાંગા :- તે જ ૨૫ના બંધમાં આતપ સહિત કરતાં ર૬નું બંધસ્થાનક થાય છે. અહીં વિશેષ એ છે કે આપના સ્થાને ઉદ્યોત વિકલ્પથી ઉમેરવું, કારણ કે પર્યાપ્ત એકેન્દ્રિય પ્રાયોગ્ય બંધમાં ઉદ્યોતનો પણ બંધ થાય છે. અહીં ભાંગા ૧૬ થાય છે. અને તે આતપ - ઉદ્યોત, સ્થિર-અસ્થિર, શુભ-અશુભ, યશ-કીર્તિ - અયશ-કીર્તિના પદો વડે જાણવાં આત૫ - ઉદ્યોત સાથે સૂક્ષ્મ- સાધારણનો બંધ થતો નથી, તેથી તેને આશ્રયીને વિકલ્પો થતાં નથી. તે પ્રમાણે એકેન્દ્રિય પ્રાયોગ્ય ૩ બંધસ્થાનકની સર્વ સંખ્યા ૪૦ ભાંગા થાય છે.
હવે બેઇન્દ્રિય પ્રાયોગ્ય બંધસ્થાનકો :- કહે છે... ૨૫ના બંધે ૧ ભાંગો :- ત્યાં પૂર્વે કહેલ ૨૩ના બંધમાં સ્થાવરનામકર્મ દૂર કરીને પછી સૂક્ષ્મ - સાધારણના સ્થાને બાદર- પ્રત્યેકનામ ઉમેરવું, સેવા સંઘયણ, ત્રસનામ, ઔદારિક અંગોપાંગ અધિક ઉમેરવાથી બેઇન્દ્રિય પ્રાયોગ્ય ૨૫નું બંધસ્થાનક થાય છે. અને તે આ પ્રમાણે કહે છે. તિર્યંચગતિ, તિર્યંચાનુપૂર્વી, બેઇન્દ્રિયજાતિ, ઔદારિક - તેજસ - કામણશરીર, હુડકસંસ્થાન, સેવા સંઘયણ, ઔદારિક અંગોપાંગ, વર્ણાદિ-૪, અગુરુલઘુ, ઉપઘાત, ત્રસ, બાદર, અપર્યાપ્ત, પ્રત્યેક, અસ્થિર, અશુભ, દુર્ભગ, અનાદેય, અયશ-કીર્તિ અને નિર્માણ. અને આ અપર્યાપ્ત બેઇન્દ્રિય પ્રાયોગ્ય બાંધતાં મિથ્યાષ્ટિ(યુગલિક સિવાયના તિર્યંચ મનુષ્ય) જાણવાં. અહીં પ્રતિપક્ષ પરાવર્તમાન એક પણ પ્રકૃતિ બાંધે નહીં તેથી એક જ ભાંગો થાય છે.
૨૯ના બંધે ૮ ભાંગા :- આ જ ૨૫ના બંધસ્થાનકમાં દુઃસ્વર, પરાઘાત, ઉચ્છવાસ, અશુભવિહાયોગતિ યુક્ત ૨૯નું બંધસ્થાનક થાય છે. અને આ પર્યાપ્ત બેઇન્દ્રિય પ્રાયોગ્ય બાંધતાં મિથ્યાદષ્ટિ (યુગલિક સિવાયના તિર્યંચ - મનુષ્ય) જાણવાં. અહીં જ અપર્યાપ્તના સ્થાને પર્યાપ્ત ઉમેરવું, અને પર્યાપ્તના બંધમાં સ્થિર- શુભ - યશ-કીર્તિ પણ બંધને વિષે આવે છે, તેથી તે પણ અસ્થિર - અશુભ - અયશકીર્તિ વિકલ્પથી બંધમાં આવે છે. તેથી અહીં સ્થિર - અસ્થિર, શુભ -અશુભ, યશ : કીર્તિ - અયશકીર્તિ પદ વડે ૮ ભાંગા થાય છે. તે જ ૨૯ના બંધસ્થાનકમાં ઉદ્યોત સહિત કરતાં ૩૦નું બંધસ્થાનક' થાય છે. અહીં પણ તે જ ૮ ભાંગા થાય છે. સર્વસંખ્યા ૧૭ ભાંગાની થાય છે. ૨૧૫ તે આઠ ભાંગના નામ આ પ્રમાણે છે..... સ્થિર - શુભ -યશ, સ્થિર - શુભ - અપયશ, સ્થિર- અશુભ - યશ, સ્થિર- અશુભ - અપયશ, અસ્થિર -
શુભ - યશ, અસ્થિર - શુભ - અપયશ, અસ્થિર - અશુભ - યશ અને અસ્થિર - અશુભ – અપયશ આ પ્રમાણે અન્યત્ર પણ ભંગ રચના સમજવી. ૨૧૬ “ઇવીર સાવવા'' || ૬૦ || ૨૧૭ ગાથા - ૬૧ - “તાડવ દુલીસા સંવતસંગ તિરિવાથીના ” ૨૧૮ “કુસર પરમારસાસલાડુ ગુણાતીત તીસમુખોવા'' || 9 ||
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org