________________
સત્તાપ્રકરણ
૧૯૯
તેઇનિય - ચહરિક્રિય પ્રાયોગ્ય ૩ બંધસ્થાનકોના ભાંગ :- એ પ્રમાણે તે ઇન્દ્રિય અને ચઉરિન્દ્રિય પ્રાયોગ્ય ૩ - ૩ બંધસ્થાનકો છે. અને તેઓને વિષે પ્રત્યેકના ૧૭ - ૧૭ ભાંગ કહેવાં. વિશેષ તેઇન્દ્રિયની તે ઇન્દ્રિયજાતિ ચઉરિદ્રિયની ચઉરિદ્રિયજાતિ કહેવી.
તિર્યંચ - પંચેન્દ્રિય પ્રાયોગ્ય ૩ બંધસ્થાનકોના ભાંગ - તિર્યંચ - પંચેન્દ્રિય પ્રાયોગ્ય ૩ બંધસ્થાનકો છે. તે આ પ્રમાણે.... ૨૫ - ૨૯ અને ૩૦ છે. ત્યાં ૨૫નું બેઇન્દ્રિય પ્રાયોગ્ય બાંધતાં જે પ્રમાણે છે તે પ્રમાણે જ જાણવું, વિશેષ બેઇન્દ્રિયજાતિ સ્થાને પંચેન્દ્રિયજાતિ કહેવી.
ર૯ના બંધે ૪૬૦૮ ભાંગા :- તે જ ૨૫ના બંધસ્થાનકમાં પરાઘાત - ઉચ્છવાસ - દુઃસ્વર - અપ્રશસ્ત વિહાયોગતિ સાથે ૨૯નું બંધસ્થાનક થાય છે, અને તે પર્યાપ્ત - તિર્યંચ પંચેન્દ્રિય પ્રાયોગ્ય બાંધતાં જાણવું, અને તે પ્રાયોગ્ય બંધની શરૂઆત કરતાં (“જિરિપ સુસાફ') એટલે પંચેન્દ્રિય યોગ્ય બંધ કરતાં સુસ્વરાદિનો પણ બંધ થાય છે.) સુસ્વર, સુભગ, આદેય, શુભવિહાયોગતિ, પ્રથમ સંઘયણ -૫, પ્રથમ સંસ્થાન - ૫ એ ૧૪ પ્રકૃતિઓ પણ બંધને આશ્રયીને સંભવે છે. અને તે દુ:સ્વર આદિની પ્રતિપક્ષ છે, માટે દુઃસ્વર - દુર્ભગ - અનાદયના સ્થાને સુસ્વર - સુભગ - આદેય અને, અશુભવિહાયોગતિના સ્થાને શુભવિહાયોગતિને હુડકસંસ્થાનના સ્થાને વિકલ્પથી પાંચ સંસ્થાન, સેવાર્ત સંઘયણના સ્થાને પાંચ સંઘયણ ઉમેરવાથી ૬ સંસ્થાન x ૬ સંઘયણ X ૨ શુભવિહાયોગતિ - અશુભવિહાયોગતિ X ૨ સ્થિર - અસ્થિર X ૨શુભ – અશુભ X ૨ સુભગ -દુર્ભગ X ૨ સુસ્વર - દુઃસ્વર X ૨ આદેય - અનાદેય ૨ યશકીર્તિ - અયશકીર્તિ વડે = ૪૬૦૮ ભાંગા થાય છે.
તે જ ૨૯ના બંધસ્થાનકમાં ઉદ્યોત સહિત કરતાં ૩૦નું બંધસ્થાનક થાય છે. અહીં પણ પૂર્વની જેમ ૪૬૦૮ ભાંગા થાય છે. સર્વ મલીને તિર્યંચ પંચેન્દ્રિય પ્રાયોગ્ય બંધસ્થાનકોને વિષે ૯૨૧૭ ભાંગા થાય છે. સંપૂર્ણ તિર્યંચગતિ ૯૩૦૮ ભાંગા થાય છે. તે પ્રમાણે તિર્યંચગતિ પ્રાયોગ્ય બંધસ્થાનકો કહ્યાં.
હવે મનુષ્યગતિ પ્રાયોગ્ય બંધસ્થાનકો ૧૯ :- કહે છે. ત્યાં જે તિર્યંચ પંચેન્દ્રિય પ્રાયોગ્ય બંધસ્થાનકો (૨૫-૨૯-૩૦) કહ્યાં. તે જ મનુષ્ય પ્રાયોગ્યના જાણવાં, વિશેષ તિર્યંચગતિ - તિર્યંચાનુપૂર્વીના સ્થાને મનુષ્યગતિ - મનુષ્યાનુપૂર્વી કહેવી. તથા ૩૦ના બંધસ્થાનકમાં ૩૦મું તીર્થંકરનામ કહેવું એ વિશેષ છે. ત્યાં ૨૫ના બંધસ્થાનકમાં પૂર્વની જેમ ૧ ભાંગો થાય છે. ૨૯ના બંધસ્થાનકમાં ૪૬૦૮ ભાંગા થાય, તે જ ૨૯ના બંધસ્થાનકમાં તીર્થંકરનામ સહિત ૩૦નું બંધસ્થાનક થાય છે, પરંતુ અહીં સંસ્થાન સમચતુર, સંઘયણમાં વજઋષભનારાચ, અને વિહાયોગતિ માં શુભ જ કહેવી અને સુભગ ત્રિક જ કહેવી, ધરણ કે બાકીના સંસ્થાન - સંઘયણ વિહાયોગતિનો અને દુર્ભગત્રિકનો તીર્થંકરનામ સાથે બંધમાં અયોગ્ય છે. અને તે આ પ્રમાણે કહે છે.... મનુષ્યદ્ધિક, ઔદારિકદ્વિક, પંચેન્દ્રિયજાતિ, તેજસ - કાર્મણશરીર, પ્રથમસંઘયણ, પ્રથમ સંસ્થાન, વર્ણાદિ-૪, અગુરુલઘુ, પરાઘાત, ઉપઘાત, ઉચ્છવાસનામ, શુભવિહાયોગતિ, ત્રસાદિ-૪, સ્થિર - કે અસ્થિરમાંથી એક, શુભ કે અશુભમાંથી એક, સુભગ, સુસ્વર, આદેય, યશકીર્તિ કે અયશ કીર્તિમાંથી એક, તીર્થંકરનામ, અને નિર્માણ આ ૩૦નું બંધસ્થાનક સમ્યગુદષ્ટિ દેવો અથવા નારકોને મનુષ્યગતિ પ્રાયોગ્ય બાંધતા બાંધે છે. અહીં ૨ - સ્થિર - અસ્થિર X ૨ શુભ - અશુભ X ૨ યશકીર્તિ - અયશ-કીર્તિ પદો વડે = ૮ ભાંગા થાય છે. સર્વમલીને મનુષ્યગતિ પ્રાયોગ્ય બંધસ્થાનકોને વિષે ૪૬૧૭ થાય છે.
નરકગતિ પ્રાયોગ્ય બંધસ્થાનક - નરકગતિ પ્રાયોગ્ય બાંધતાં ૨૮નું એક જ બંધસ્થાનક છે. અને તે આ પ્રમાણે... નરકકિક, પંચેન્દ્રિયજાતિ, વૈક્રિયદ્રિક, તેજસ-કાશ્મણ શરીર, હુડકસંસ્થાન, વર્ણાદિ-૪, અગુરુલધુ, ઉપઘાત, પરાઘાત,
૨૧૯ ગાથા - ૬૨ - “તિરિવંશા મળુવાળ, તિથri સીસમંતિ હિ મેમો" ૨૨૦ “સંપન્ગાતીતા, ડીસા નારણ '' || ૬૨ /
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org