________________
૧૯૨
કર્મપ્રકૃતિ ભાગ - ૩
કહે છે. અપર્યાપ્ત નામકર્મ બંધાતું હોય અથવા ઉદયમાં હોય ત્યારે મનુષ્યગતિ પ્રાયોગ્ય અથવા તિર્યંચગતિ પ્રાયોગ્ય નામકર્મની ઘણી પ્રકૃતિઓ બંધ કે ઉદયમાં પ્રાપ્ત થાય છે. એકેન્દ્રિયાદિ જાતિનામકર્મ બંધાતું હોય કે ઉદયમાં હોય ત્યારે બાદર અથવા સૂક્ષ્મ આદિનો બંધ કે ઉદય પ્રાપ્ત થાય છે. એ પ્રમાણે પર્યાપ્ત નામ બંધ કે ઉદયમાં હોય ત્યારે યશકીર્તિ આદિ, અને દેવાદિ ગતિનામકર્મ બંધ કે ઉદયમાં હોય ત્યારે વૈક્રિયદ્ધિક આદિ બંધ કે ઉદયમાં પ્રાપ્ત થાય છે.
૧૮૭૯દય સ્થિતિની વક્તવ્યતા કહે છે. - અબાધાકાલનો ક્ષય થવાથી ઉદય સમયને પ્રાપ્ત થયેલ કર્મ પ્રકૃતિઓનો ઉદય થાય છે, અને તે ઉદય બે પ્રકારે છે, પ્રદેશથી ૨ અનુભાગથી.(અર્થાત્ અબાધાકાળનો ક્ષય થવાથી ઉદય સમયને પ્રાપ્ત થયેલ કર્મપ્રકૃતિઓ પ્રદેશોદય વડે અને રસોદય વડે એમ બે પ્રકારે ઉદયમાં આવે છે.) ત્યાં અનુદયવતી = સ્વ સ્વ રૂપે ફળ આપવા અસમર્થ કર્મપ્રકૃતિઓનો અબાધાકાળ ક્ષય થાય પછી તેના દલિકને ઉદયવતી = સ્વ સ્વ રૂપે ફળ આપવા સમર્થ પ્રકૃતિમાં પ્રતિસમય “સ્તિબ્કસંક્રમ વડે સંક્રમાવી જે અનુભવ થાય તે પ્રદેશોદય કહેવાય છે, અને તે જે પ્રકૃતિઓ અનુપશાંત હોય તેનો જ થાય છે, ઉપશાંત પ્રકૃતિઓનો થતો નથી.
અનુભાગોદયનો વિપાકોદય - સ્વ સ્વ રૂપે અનુભવ એ અર્થ છે. અને તે નિત્ય ઉદય હંમેશા પ્રવર્તે (અર્થાતુ ધ્રુવોદયી પ્રકૃતિઓ) બાકીની (અધૂવોદયી) પ્રકૃતિઓમાં ભજના હોય છે. (અર્થાતુ કયારેક ઉદય હોય અને ક્યારેક ઉદય ન પણ હોય) પ્રયોગોદય કે જેનું અપર નામ ઉદીરણા છે, તે વિપાકોદય હોય ત્યારે જ પ્રવર્તે છે, અન્યથા પ્રવર્તતો નથી. માટે તે પૃથક કહેલ નથી.
હવે જે પ્રકૃતિઓનો દેવગતિના બંધે કે ઉદય સાથે બંધ કે ઉદય થાય છે. તે કહે છે. - અશુભ - અસ્થિર- સમચતુરસ - પરાઘાત - ઉચ્છવાસ - ત્રસદશક - વર્ણ - ગંધ - રસ - સ્પર્શ - તેજસ - કામણ - અગુરુલઘુ - નિર્માણ - ઉપઘાત - અયશ : કીર્તિ - પંચેન્દ્રિયજાતિ - વૈક્રિયદ્ધિક - આહારકદ્ધિક - શુભવિહાયોગતિ દેવાનુપૂર્વી એ ૩૨ પ્રકૃતીઓ દેવગતિના બંધ સાથે બંધમાં અને દેવગતિના ઉદય સાથે ઉદયમાં આવે છે. જ્યારે તીર્થંકર નામકર્મનો બંધ થાય ત્યારે તીર્થંકર નામકર્મના બંધ સાથે દેવગતિ યોગ્ય ૩૩ પ્રકૃતિઓ બંધમાં સમજવી.
તથા દેવગતિમાં રહેલો આત્મા જ્યારે તીર્થંકર નામકર્મ બાંધે ત્યારે તીર્થંકરનામ સાથે, મનુષ્યદ્ધિક – દારિકદ્ધિક પ્રથમ સંઘયણ એ પાંચ પ્રકૃતિઓ, તથા દેવદ્રિક - વૈક્રિયદ્રિક અને આહારકદ્ધિક – ૬ પ્રકૃતિઓ સિવાયની બાકીની દેવગતિ પ્રાયોગ્ય ૨૭ પ્રકૃતિઓ બાંધે એટલે ૩૩ - ૬ = ૨૭ + ૫ = ૩૨ "પ્રકૃતિઓ બાંધે.
તથા ૧૯*સમ - સાધારણ અને અપર્યાપ્ત નામકર્મ સાથે યશ કીર્તિ નામ બાંધતો નથી કે ઉદય દ્વારા ભોગવતો નથી, *તથા આહારકદ્ધિકનો જ્યારે બંધ થતો હોય કે જ્યારે ઉદયમાં હોય ત્યારે અયશ કીર્તિ - અસ્થિર અને અશુભરૂપ ત્રણ પ્રકૃતિઓનો બંધ થતો નથી અથવા તે ઉદયમાં પણ આવતી નથી.
હવે બંધ આશ્રયી નરકગતિની સહચારિણી પ્રકૃતિઓ બતાવે છે... હુંડક - વર્ણ - ગંધ - રસ - સ્પર્શ - અગુરુલઘુ - તેજસ - કાર્પણ - ઉપઘાત - નિર્માણ - અસ્થિર - અશુભ - દુર્ભગ - અનાદેય - અયશ : કીર્તિ - પંચેન્દ્રિયજાતિ - બાદ૨ - પ્રત્યેક - દુઃસ્વર- પરાઘાત - ઉચ્છવાસ - પર્યાપ્ત - ત્રસ - અશુભવિહાયોગતિ - વૈક્રિયદ્ધિક – નરકાનુપૂર્વી એ ૨૭ પ્રકૃતિઓ નરકગતિ સાથે બંધમાં આવે છે.
હુંડક આદિ ૧૫ પ્રકૃતિઓ – મનુષ્યદ્ધિક અથવા તિર્યંચદ્ધિક - કોઇપણ એક જાતિ - બાદર કે સૂક્ષ્મ - પ્રત્યેક કે સાધારણ એ પ્રમાણે ૨૦ પ્રકૃતિઓ દારિકશરીર- અપર્યાપ્તનામ સહિતર પ્રવૃતિઓ અપર્યાપ્ત યોગ્ય બંધ કરતાં બંધાય માટે અપર્યાપ્ત બંધ સંજ્ઞાવાળી છે.
૧૮૭ “Wત્તાનુગો, ૫સંગો અનુવસંતપન્ના અનુમાનનો નિક્યો-ટયાન સેતાન મર્ચનો'' |૪૮ ||. ૧૮૮ સ્ટિબુકસંક્રમ, રસોદય અને પ્રદેશોદય કોને કહેવાય છે, તે સમજવા માટે આ જ ગ્રંથના ભાગ - ૧ માં સંક્રમણ કરણના પેઇઝ ૩૭૩ ટી. નં ૪૪-૪૫
જુઓ. ૧૮૯ “મથાસુખવાસ, પાયgi તસારૂ ઘુવંશી ગણપતિ વિડવા&ારા સુવા સુરવાડા'' || ૪૧ IT ૧૯૦ ગાથા - ૫૦ - “કંથ નિત્યનિમિત્તા, મજુરાસિખદેવનોrગો ” ૧૯૧ એ પ્રમાણે નરકગતિમાં તીર્થકર નામકર્મ બાંધે ત્યારે પણ ઉપરોક્ત ૩૨ પ્રકૃતિઓ બાંધે છે. કેમ કે દેવો અને નારકીઓને તીર્થંકર નામનો બંધ ચોથે
ગુણસ્થાનકે જ થાય છે. ત્યાં ઉપરોક્ત પ્રકૃતિઓનો બંધ થાય છે. ૧૯૨ “નો સુપુતિન ગાં, નો બગસરા સુખાકારે” | ૧૦ || ૧૯૩ “ડોરાd grઘનો થાકૂતરી IT કાળુપુરગાર્ડ, પાવર '' || ૧૨ //
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org