________________
૧૯૦
કર્મપ્રકૃતિ ભાગ - ૩
જેટલાં કાળે સંપૂર્ણપણે તેને ઉવેલી નાખે છે. જ્યાં સુધી સંપૂર્ણપણે ઉવેલે નહીં ત્યાં સુધી અજઘન્યોત્કર્ષ ૨૭નાસત્તાસ્થાનનો પલ્યોપમના અસંખ્યાતમા ભાગ જેટલો કાલ હોય છે.
મિશ્રમોહનીય ઉવેલાઇ રહ્યા પછી ર૬નું સત્તાસ્થાન હોય છે, અને તેનો અવસ્થાન કાલ ઉત્કૃષ્ટથી દેશોન અર્ધ પુદ્ગલ પરાવર્ત છે, ત્યાર પછી અવશ્ય ત્રણ કરણ પૂર્વક ઓપશમિક સમ્યકત્વ પ્રાપ્ત કરે છે. અને ત્યારે ફરીતે ૨૮ની સત્તાવાળો થાય છે. જઘન્યથી ૨૬ના સત્તાસ્થાનનો કાલ% અંતર્મુહૂર્ત છે.
તથા ૨૮ અને ૨૪ના સત્તાસ્થાનનો કાલ બે ૬૬ સાગરોપમ હોય છે, તે આ પ્રમાણે કહે છે.... ક્ષાયોપશમિક સમ્યકત્વ યુક્ત ૨૮ની સત્તાવાળો સંપૂર્ણ એક ૬૬ સાગરોપમ કરીને ત્યારબાદ મિશ્ર અંતર્મુહૂર્ત રહીને પછી ફરી પણ સમ્યકત્વ સહિત એક ૬૬° સાગરોપમ સંપૂર્ણ રહીને પછી અવશ્ય ક્ષપકશ્રેણિ અથવા મિથ્યાત્વનો સ્વીકાર કરે છે, ત્યાં ક્ષપકશ્રેણિ પ્રાપ્ત કરે તો તેને મિથ્યાત્વ આદિનો ક્ષય થવાથી ૨૮નું સત્તાસ્થાન રહેતું નથી. અહીં મિશ્ર ગુણસ્થાનક સંબંધી અંતર્મુહૂર્ત અલ્પપણું હોવાથી 'વિવસ્યો નથી. તેથી ક્ષપકશ્રેણિને પ્રાપ્ત કરનાર જીવો આશ્રયીને ૨૮ના સત્તાસ્થાનનો કાળ બે છાસઠ સાગરોપમ હોય છે, અને જે આત્મા (બે છાસઠ સાગરોપમનો કાળ પૂર્ણ કરી) મિથ્યાત્વને પામે તે પલ્યોપમના અસંખ્યાતમાં
ભાગ માત્ર કાળે સમ્યકત્વ મહનીયને સંપૂર્ણપણે ઉવેલ છે, જ્યાં સુધી ન ઉવેલે ત્યાં સુધી તેની સત્તા હોય છે, તેથી તેવા મિદષ્ટિને ૨૮ના સત્તાસ્થાનનો પલ્યોપમના અસંખ્યાતમા ભાગ અધિક બે છાસઠ સાગરોપમનો અવસ્થાન કાળ હોય છે.
આ જ પ્રમાણે ૨૪ના સત્તાસ્થાનનો કાલ પણ સમજવો વિશેષ જે આત્મા ૧૩૨ સાગરોપમનો કાળ પૂર્ણ કરી મિથ્યાત્વને પામે છે, તેને મિથ્યાત્વના પ્રથમ સમયથી જ અનંતાનુબંધિનો બંધ સંભવે છે, તેથી તેને ૨૪નું સત્તાસ્થાન રહેતું નથી. એ પ્રમાણે ૨૪ના સત્તાસ્થાનનો અવસ્થાન કાલ બે ૬૬ સાગરોપમ છે.
જઘન્યથી બંને સત્તાસ્થાનનો કાળ અંતર્મુહૂર્ત છે. તે આ પ્રમાણે કહે છે.... ૨૮ની સત્તાવાળો લાયોપશામિક સમ્યકત્વ યુક્ત દર્શનસપ્તકને ક્ષય કરવાનો આરંભ કરે, જ્યાં સુધી અનંતાનુબંધિનો ક્ષય ન કરે ત્યાં સુધી ૨૮નું જ સત્તાસ્થાન હોય છે. અનંતાનુબંધિનો ક્ષય થયે ૨૪નું સત્તાસ્થાન, તે પણ મિથ્યાત્વનો ક્ષય ન કરે ત્યાં સુધી હોય છે. મિથ્યાત્વનો ક્ષય કરે ત્યારે ૨૩નું સત્તાસ્થાન થાય છે. તે પ્રમાણે ૨૪ અને ૨૮ના સત્તાસ્થાનનો કાળ જઘન્યથી અંતર્મુહૂર્ત છે.
૨૧ના સત્તાસ્થાનનો ઉત્કૃષ્ટ અવસ્થાન કાળ કંઇક અધિક ૩૩ સાગરોપમ પ્રમાણ છે. તે આ પ્રમાણે કહે છે... અહીં મનુષ્ય ભવમાં દર્શનસપ્તકનો ક્ષય કરીને સર્વાર્થસિદ્ધ મહાવિમાનમાં દેવ થાય, અને ત્યાં ૩૩ સાગરોપમ પ્રમાણ આયુ અનુભવીને ફરી પણ મનુષ્ય ભવમાં આવે, મનુષ્ય ભવમાં જ્યાં સુધી ક્ષપકશ્રેણિ પર આરૂઢ ન થાય ત્યાં સુધી ૨૧નું સત્તાસ્થાન હોય છે.જઘન્યથી અંતર્મુહૂર્ત હોય છે, અને તે સપ્તકનો ક્ષય કર્યા પછી અનંતર તરત જ ક્ષપકશ્રેણિ પર આરૂઢ થાય છે.
૧૭૬ અજઘન્યત્કૃષ્ટ એટલે જઘન્ય કે ઉત્કૃષ્ટ જેને ન કહી શકાય તે સ્થિર કાળ. ૧૭૭ ગાથા - ૪૫ - “રાહ છવીસે ૧૭૪ કેમ કે મિશ્રહનીય ઉવેલી ૨૬ની સત્તાવાળી થઇ અંતર્મુહૂર્ત બાદ જ ત્રણ કરણ કરવા પૂર્વક ઉપશમ સમ્યકત્વ પ્રાપ્ત કરી ૨૮ની સત્તાવાળું થઇ શકે
૧૭૯ “હાવદ પડવા-સિગવીસે તેરીતા'' || ૪૫ IT. ૧૮૦ ૨૨ - ૨૨ સાગરોપમના આઉખે ૩ વાર અચુત દેવલોકમાં જવા વડે ૬૬ સાગરોપમ થાય છે. પછી અંતર્મુહૂર્ત મિશ્ર રહી ફાર્યોપથમિક સમ્યકત્વ પ્રાપ્ત
કરી સુંદરચારિત્ર પાલી બે વાર ૩૩- ૩૩ સાગરોપમના આઉખે અનુત્તરમાં જવા વડે ૬૬ સાગરોપમ થાય છે. આ પ્રમાણે વચમાં થતાં મનુષ્ય ભવના કાળ વડે અધિક ૧૩૨ સાગરોપમનો કાળ ૨૮ના અને ૨૪ના સત્તાસ્થાન વધારેમાં વધારે હોય છે. આટલો કાળ પૂર્ણ થયે તરત કોઇ ક્ષાયિક સમ્યકત્વ પ્રાપ્ત કરે છે, કોઇ મિથ્યાત્વે જાય છે. એટલે ત્યાં ઉપરોક્ત સત્તાસ્થાન હોતાં નથી.
જેમ અંતમુહૂર્ત કાળ ન વિવક્યો - તેમ વચમાં થતાં મનુષ્ય ભવન કાળ પણ વિવર્યા નથી. ૧૮૨ ૨૬ની સત્તાવાળું મિશ્રાદષ્ટિ ત્રણ કરણ વડે ઉપશમ સમ્યકત્વ પ્રાપ્ત કરી ૨૮ની સત્તાવાળી થાય છે. ઉપશમ સમ્યકત્વનો કાળ અંતર્મુહૂર્ત જ છે,
ત્યારબાદ કોઇને સમ્યકત્વમહનીયનો ઉદય થવાથી ક્ષાયોપથમિક સમ્યકત્વ પ્રાપ્ત કરી શકે છે, ક્ષાયિક પ્રાપ્ત કરનારને પહેલાં લાયોપથમિક સમ્યકત્વ હોવું જ જોઈએ કેમ કે ક્ષાયોપથમિક સમ્યગુદષ્ટિ - પ્રથમ સંઘયણી - જિનકાલિક મનુષ્ય જ ક્ષાયિક સમ્યકત્વ પ્રાપ્ત કરવાનો પ્રારંભ કરી શકે
૧૮૩ તદભવ મોક્ષગામી જીવ જ્ઞાયિક સમ્યકત્વ પ્રાપ્ત કર્યા પછી અંતર્મુહૂર્ત કાળમાં જ ક્ષપકશ્રેણિ પર આરૂઢ થઇ ચારિત્ર મહનીયની લપણાનો પ્રારંભ કરે
છે. વચમાં વધારે ટાઇમ ગુમાવતો નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org