________________
સત્તાપ્રકરણ
૧૮૩
મિશ્રદષ્ટિને ૧૭ના બંધે ૭ના ઉદયે ૩ સત્તાસ્થાનકો :- ૨૮ - ૨૭ અને ૨૪નું છે. ત્યાં ૨૮ની સત્તાવાળો થયો છતો (અવિરત સમ્યગ્દષ્ટિ કે મિથ્યાદૃષ્ટિ) મિશ્રભાવને પ્રાપ્ત કરે ત્યારે ૨૮નું સત્તાસ્થાન હોય છે. જે મિથ્યાષ્ટિ સમ્યકત્વમોહનીયની ઉવલના કરીને મિશ્રમોહનીયની હજી ઉર્વલના શરૂ કરી નથી, તે અવસરે પરિણામના વશથી મિથ્યાત્વ ગુણસ્થાનકેથી મિશ્રભાવ ને પ્રાપ્ત કરે તેને ૨૭નું સત્તાસ્થાન હોય છે. અને જે સમ્યગુદષ્ટિ જીવે અનંતાનુબંધિ ચતુષ્કની વિસંયોજના કરી મિશ્રભાવને પામે તેને ૨૪નું સત્તાસ્થાનક હોય છે. અને તે ચારે ગતિને વિષે પ્રાપ્ત થાય છે, ત્યારે ગતિવાળા સમ્યગ્દષ્ટિ જીવો અનંતાનુબંધિની વિસંયોજના કરે છે, અને તે વિસંયોજના કર્યા પછી અનંતર કોઇ જીવ પરિણામના વશથી મિશ્રભાવને પ્રાપ્ત કરે, તેથી ત્યારે પણ ગતિને વિષે મિશ્રદષ્ટિને ૧૨૪નું સત્તાસ્થાન સંભવે છે.
અવિરત સમ્યગ્દષ્ટિને ૧૭ના બંધે ૭ના ઉદયે ૫ સત્તાસ્થાનકો - ૨૮-૨૪-૨૩-૧૨ અને ૨૧નું છે. ત્યાં ૨૮નું સત્તાસ્થાન ઓપશમિક સમ્યગુદષ્ટિને અને ક્ષયોપશમ સમ્યગુદષ્ટિને હોય છે. ૨૪નું સત્તાસ્થાન પણ તે બન્નેને હોય છે, વિશેષ અનંતાનુબંધિ-૪ની વિસંયોજના કરનારને હોય છે. ૨૩નું સત્તાસ્થાનક ક્ષયોપથમિક સમ્યગ્દષ્ટિ જીવને ક્ષપકને માટે ઉદ્યત થયેલાને અનંતાનુબંધિ અને મિથ્યાત્વ ક્ષય થયે હોય છે, ૨૨નું પણ તે જ જીવને મિશ્રનો ક્ષય કરે ત્યારે હોય છે, અને આ ૨૨ની સત્તાવાળો સમ્યકત્વમોહનીયને ખપાવતાં તેના ચરમગ્રાસે વર્તમાન પૂર્વબદ્ધાયુષ્ક કોઇ આત્મા કાલ પણ કરે છે, અને કોલ કરીને ૪ ગતિમાંથી કોઇપણ એક ગતિમાં ઉત્પન્ન થાય છે. અને કહ્યું છે.... “પદૃવો મજુસી જવો વરસુ વિ સાસુ ” અર્થ :- પ્રારંભક મનુષ્ય જ હોય અને પૂર્ણતા ચાર ગતિના જીવોને વિષે હોય છે. તેથી ૨૨નું સત્તાસ્થાન ચારે પણ ગતિને વિષે પ્રાપ્ત થાય છે. ૨૧નું સત્તાસ્થાન ક્ષાયિક સમ્યગુદષ્ટિને હોય છે. એ પ્રમાણે ૮ના ઉદયે પણ મિશ્રદષ્ટિ અને અવિરત સમ્યગુદષ્ટિને કહેલ પ્રમાણે ન્યૂન નહીં અને અધિક પણ નહીં તે રીતે સત્તાસ્થાનકો વીચારવાં. એ જ પ્રમાણે ૯ના ઉદયે પણ, વિશેષ ૯ના ઉદયે અવિરત લાયોપશમિક સમ્યગ્દષ્ટિને જ હોય છે. ત્યાં ૨૮-૨૪-૨૩ અને ૨૨ના લક્ષણવાળા ૪ સત્તાસ્થાનો કહેવાં.
૧૪શવિરતિને ૧૩ના બંધે ૪ ઉદયસ્થાનકો - તે આ પ્રમાણે.... ૫-૬-૭ અને ૮ છે. ત્યાં દેશવિરતિ એ મનુષ્ય અને તિર્યંચના બે ભેદે છે. ત્યાં તિર્યંચને ચારે પણ ઉદયસ્થાનકને વિષે બે-બે સત્તાસ્થાન છે, ૨૮ અને ૨૪નું છે. ત્યાં ૨૮નું ઓપશમિક સમ્યગદષ્ટિને અથવા ક્ષયોપશમ સમ્યગુદષ્ટિને હોય છે. ત્યાં પથમિક સમ્યગુદષ્ટિ પ્રથમ સમ્યકત્વ ઉત્પન્ન કરતાં (પ્રથમ ગુણસ્થાનકે ત્રણ કરણ કરી જે પ્રાપ્ત થાય તે સમ્યકત્વ સહિત) દેશવિરતિ પ્રાપ્ત કાલે હોય છે, ક્ષયોપશમ સમ્યગુદષ્ટિને તો ૨૮નું સુપ્રસિદ્ધ છે. ૨૪નું સત્તાસ્થાન અનંતાનુબંધિની વિસંયોજના કરનાર ક્ષયોપશમ સમ્યગુદષ્ટિને જાણવું. બાકીના ૨૩ આદિ સત્તાસ્થાનકો તિર્યંચોને સંભવે નહીં, કારણ કે તે સત્તાસ્થાનો ક્ષાયિક સમ્યકત્વ ઉત્પન્ન (પામતાં જીવને)કરતાં જીવને હોય છે. અને તિર્યંચ ક્ષાયિક સમ્યકત્વ પામતાં નથી, પરંતુ મનુષ્ય જ પામે છે.
૧૬૨
૧૬૦ જેમ ૨૪નું સત્તાસ્થાન ચારે ગતિમાં હોય તેમ મિશ્રદષ્ટિને ૨૮ અને ૨૭ના સત્તાસ્થાનકો પણ મારે ગતિમાં સંભવે છે. કેમ કે લાયોપથમિક સખ્યત્વ
ચારે ગતિમાં હોય છે. ૧૬૧ સમ્યકત્વ મોહનીયના તમામ ખંડોને નષ્ટ કરી અંતર્મુહૂર્ત જેટલી જ સ્થિતિ સત્તામાં રહે ત્યારે કોઇ કાળ કરી ચારમાંની ગમે તે ગતિમાં ઉત્પન્ન થઇ
શકે છે. ચરમગ્રાસ એટલે અંતર્મુહૂર્ત પ્રમાણ સ્થિતિ.
સાસુ વરમુર, વીસા ગિયારું સંતાડું ! સેતુ હતિ વે ભુવિ કપુર સંતતિ '' || ૪૨ | દેશવિરતિ આદિ ગુણસ્થાનોમાં છેલ્લા ઉદયે ૨૧ સિવાયના ૪ સત્તાસ્થાનો હોય છે. અને પહેલા સિવાયના શેષ ઉદયમાં પાંચે સત્તાસ્થાના હોય છે. અપૂર્વકરણ ગુણસ્થાનકે ત્રણે ઉદયસ્થાનમાં ત્રણ
ત્રણ સત્તાસ્થાન હોય છે. ૧૬૩ પરંતુ પના ઉદયસ્થાનમાં ૨૪ની સત્તા ન આવે. ૧૬૪ અનંતાનુબંધિની વિસંયોજના ફર્યાપશમિક સમ્યકત્વ જ કરતાં હોવાથી તિર્યંચ ઓપશમિ ક સમ્યગુદષ્ટિને ૨૮ સિવાય અન્ય કોઇ સત્તાસ્થાન હોતું
નથી. અને તેને ૮નું ઉદયસ્થાન પણ ન સંભવે. મનુષ્યગતિમાં પણ પથમિક સમ્યગુરટિને જે ૨૪નું સત્તાસ્થાન લીધું છે, તે શ્રેણિના ઉપશમાં સમ્યક્ત્વ આશ્રયી લીધું છે. પરંતુ મિથ્યાદષ્ટિ ત્રણ કરણ કરી જે ઉપશમ સમ્યકત્વ પ્રાપ્ત કરે છે તેના આશ્રયી નહી, તેને તો મનુષ્યગતિમાં પણ ૨૮નું
એક જ સત્તાસ્થાન હોય છે. ૧૬૫ પાંચમે ગુણસ્થાનકે સંખ્યાત વરસના આયુવાળા તિર્યંચો જ હોય છે. તેઓ ક્ષાયિક સમ્યકતવ ઉત્પન્ન કરતાં નથી, અગર તો ક્ષાયિક સમ્યકત્વી તેમાં
ઉત્પન્ન થતા નથી. એટલે સંખ્યાત વર્ષાયુ તિર્યચોમાં ક્ષાયિક સમ્યકત્વ હોતું જ નથી. તેમજ કોઇ શ્રેણિ પર આરૂઢ થતા નહીં હોવાથી ઉપશમ શ્રેણિનું ઉપશમ સમ્યકત્વ પણ હોતું નથી. માત્ર અનાદિ મિથ્યાત્વી પહેલે ગુણઠાણે ત્રણ કરણ કરી જે માપ્ત કરે તે ઉપશમ સમ્યકત્વ અને ક્ષાયોપથમિક સમ્યકત્વ હોય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org