________________
૧૮૪
કર્મપ્રકૃતિ ભાગ - ૩
હવે અહીં કોઇ પ્રશ્ન - કરે છે કે મનુષ્ય ક્ષાયિક સમ્યકત્વ ઉત્પન્ન કરીને જ્યારે તિર્યંચને વિષે ઉત્પન્ન થાય, ત્યારે તિર્યંચને પણ ૨૧નું સત્તાસ્થાન કેમ ન પામે? જવાબ- એ પ્રમાણે નથી, ક્ષાયિક સમ્યગુદૃષ્ટિ અસંખ્યય વર્ષના આયુષ્યવાળા તિર્યંચને વિષે ઉત્પન્ન થાય છે, અને ત્યાં દેશવિરતિનો અભાવ છે, તેથી દેશવિરતિ તિર્યંચને ૨૩ આદિ સત્તાસ્થાનકોનો નિષેધ કર્યો છે તે યુક્ત છે. અને સપ્તતિકા ચૂર્ણમાં કહ્યું છે - “વીસા સિવિહેતુ સંગાસંગતુ ન તમરૂ, દં? મનડુ-સંન્ગવાસી નું વાસદીનાવવM, સંવેમ્બવાસી સુવવખ્ખન્ના, તસ રેસવિરત્વિત્તિ'' અર્થ:- મોહનીયની ૨૧ પ્રકૃતિની સત્તાવાળો ક્ષાયિક સમ્યગ્દષ્ટિ દેશવિરતિ તિર્યંચમાં ઉત્પન્ન થતો નથી. કેમ ? કહે છે.... સંખ્યાત વર્ષના આયુવાળા તિર્યચોમાં ક્ષાયિક સમ્યગ્દષ્ટિ ઉત્પન્ન થતો નથી. અસંખ્યાત વર્ષના આયુવાળા તિર્યંચમાં ઉત્પન્ન થાય છે, તેને દેશવિરતિ ગુણસ્થાન હોતું નથી.
જે દેશવિરતિ મનુષ્યો પના ઉદયે છે, તેઓને ૨૧-૨૪ અને ૨૮ રૂપ ત્રણ સત્તાસ્થાનકો છે. ૬ અને ૭ના ઉદયે પણ દરેકને પ સત્તાસ્થાનકો હોય છે. અને ૮ના ઉદયે ૨૧ સિવાયના બાકીના ૪ સત્તાસ્થાનકો હોય છે, અને તે અવિરત સમ્યગ્દષ્ટિમાં બતાવેલ રીત પ્રમાણે વિચારવાં.
*પ્રમત્ત - અપ્રમત્તને ૯ના બંધે ૪ ઉદયસ્થાનકે ૨૮-૨૪-૨૧ના સત્તાસ્થાનકો :- એ પ્રમાણે પ્રમત્ત - અપ્રમત્ત ગુણસ્થાનકે ૯ના બંધે ૪ ઉદયસ્થાનકોને વિષે દરેકને ૨૮-૨૪ અને ૨૧ એમ ત્રણ ત્રણ સત્તાસ્થાનકો હોય છે. ૫ અને ૬ના પ્રત્યેકના ઉદયે ૨૮-૨૪-૨૩-૧૨-૨૧ એમ પાંચ-પાંચ સત્તાસ્થાન હોય છે. અને ૭ના ઉદયમાં ૨૧ સિવાયના બાકીના ચાર (૨૮-૨૪-૨૩-૨૨) સત્તાસ્થાનકો હોય છે, અને એ સર્વે ઉપર બતાવેલ રીત પ્રમાણે સમજવાં.
અપૂર્વકરણે ૯ના બંધે ૩ ઉદયસ્થાનો ૩ સત્તાસ્થાનકો - અપૂર્વકરણ ગુણસ્થાનકે ૯ના બંધે ૪-૫ અને ૬ એ ૩ ઉદયસ્થાનકો હોય છે. અને તે ત્રણે પણ ઉદયસ્થાનકને વિષે દરેકને ૨૮-૨૪ અને ૨૧એ ૩-૩ સત્તાસ્થાનકો હોય છે. કારણ કે અપૂર્વકરણ ગુણસ્થાનકે ક્ષાયોપશમિક સમ્યકત્વ હોતું નથી. પરંતુ ઓપશમિક સમ્યગ્દષ્ટિ અથવા ક્ષાયિક સમ્યગુદષ્ટિ હોય છે. ત્યાં પથમિક સમ્યગુદષ્ટિને ૨૮ અને ૨૪નું સત્તાસ્થાન પૂર્વની જેમ વિચારવું, અને ક્ષાયિક સમ્યગુદષ્ટિને તો ૨૧નું સત્તાસ્થાન હોય છે.
અનિવૃત્તિ બાદરસંપાયે ૫-૪-૩-૨ અને ૧ ના બંધે અબંધક ૧૦મે - ૧૧મે ૩ સત્તાસ્થાનકો - ૫ - ૪ - ૩ - ૨ - ૧ ના બંધે અને અબંધક સૂક્ષ્મસંપરાય - ઉપશાંતમોહ ગુણસ્થાનકે દરેકને ૨૮-૨૪ અને ૨૧એ ૩-૩ સત્તાસ્થાનકો ઉપશાંત સપ્તક અનંતાનુબંધિની ઉર્વલક અને ક્ષીણસપ્તકને આશ્રયીને યથાયોગ્ય રના ઉદયે, ૧ના ઉદયે અને અનુદયે ઉપશમશ્રેણિમાં
હોય છે.૧૬૭
પક્ષપક અનિવૃત્તિ બાદરસિંહરાયે ૫ના બંધે રના ઉદયે ૩ સત્તાસ્થાન :- તથા પના બંધે અનિવૃત્તિ બાદરભંપરાય ગુણસ્થાનકે ક્ષપક જીવને પૂર્વ કહેલ ૨૧ પ્રકૃતિઓમાંથી મધ્યમ ૮ કષાય ક્ષય થાય ત્યારે ૧૩નું સત્તાસ્થાન, ત્યારબાદ નપુંસકવેદના ક્ષયે ૧૨નું સત્તાસ્થાન, ત્યારબાદ સ્ત્રીવેદના ક્ષયે ૧૧નું સત્તાસ્થાન હોય છે. આ ત્રણ સત્તાસ્થાનકો અને બીજા જે પર્વ કહ્યા તે ૩ સત્તાસ્થાનકો એમ સર્વ મલીને ૫ના બંધે ૬ સત્તાસ્થાનક હોય છે.? ૧૬૬ ગાથા - ૪૩ - “પંચાડવંઘો, ૧દવાલીસવંગનેન્નર ” ૧૬૭ તેમાં ઉપશમ શ્રેણિમાં ૯મા ગુણસ્થાનકે પના બંધે - ૨ના ઉદયે, ૪ના બંધ - ૧ના ઉદયે, (અન્યમતે ૪ના બંધ -૨ના ઉદયે) ૩ના બંધે-૧ના ઉદયે,
૨ના બંધ - ૧ના ઉદયે અને ૧ના બંધે ૧ના ઉદયે ક્ષાયિક સમ્યગુદષ્ટિને ૨૧નું સત્તાસ્થાન અને પરામિક સમ્યગદષ્ટિને ૨૮ અને ૨૪નું સત્તાસ્થાન હોય છે. તથા અબંધકસૂક્ષ્મસંપરાય ગુણસ્થાનકે ૧ના ઉદયે ક્ષાયિક સમ્યગુદષ્ટિને ૨૧નું અને પથમિક સમ્યગદષ્ટિને ૨૮ અને ૨૪ એમ ૨ સત્તાસ્થાનકો હોય છે. ઉપશાંતમહ ગુણસ્થાનકે મોહનીયકર્મની કોઇપણ કૃતિનો બંધ કે ઉદય હોતો નથી, પરંતુ શ્રાયિક સમન્દષ્ટિને ૨૧ અને
પશમિક સમ્યગુદષ્ટિને ૨૮ અને ૨૪ એમ ૩ સત્તાસ્થાનો હોય છે. ૧૬૮ તેરવાવાસ, ૫ હતિ પાઘવાસ ૪૩ ''અહીં શબ્દથી ૨૮-૨૪ ૨૧નું પણ હોય છે. ૧૬૯ ૫ના બંધે અને ૨ના ઉદયે ઉપશમ અને ક્ષપક બંને શ્રેણિામાંના સત્તાસ્થાનોનો સરવાળો કરીએ તો ૨૧-૧૩-૧૨ અને ૧૧ એ ૪ ક્ષપકશ્રેણિમાં અને
૨૧-૨૮ અને ૨૪ એ ૩ સત્તાસ્થાનકો ઉપશમશ્રેણિમાં કુલ ૭ થાય, પરંતુ ૨૧નું સત્તાસ્થાન બંને શ્રેણિમાં આવતું હોવાથી તેને એક ગણતાં ૬
સત્તાસ્થાનો થાય છે. એમ અન્ય બંધસ્થાનકે પણ સરવાળો કરી લેવો. ૧૭૦ અહીં જે સત્તાસ્થાનક કહ્યા તે પુરુષવેદે ક્ષપકશ્રેણિ શરૂ કરનારને જે પ્રમાણે ક્રમ કહ્યો તે પ્રમાણે પ્રકૃતિઓનો ક્ષય થાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org