________________
સત્તાપ્રકરણ
૧૮૧
અનિવૃત્તિ બાદરjપરાય ગુણસ્થાનકે પ્રથમ એકી સાથે મધ્યમ ૮ કષાયોનો વિનાશ (ક્ષય) કરે છે, ત્યાર પછી નપુંસકવેદ, ત્યાર પછી સ્ત્રીવેદ, ત્યાર પછી હાસ્યાદિ-૬, ત્યાર પછી પુરુષવેદ, ત્યાર પછી અનુક્રમે સંજ્વલન - ક્રોધ, માન, માયારૂપ ૩, ત્યાર પછી સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનકે કીટ્ટીકત સૂક્ષ્મ લોભનો ક્ષય કરે છે. તેથી ૧૩ થી ૧ સુધીના ૮ સત્તાસ્થાનો આવે. ૨૪ આદિથી ૧૨ સત્તાસ્થાનોનું વ્યાખ્યાન આ પ્રકારે વિચ્છેદનો ક્રમ હોય છે.
ત્રણ સત્તાસ્થાનકો આ પ્રમાણે વિચારવાં.... સર્વ પ્રકૃતિઓનો સમુદાય તે ૨૮નું સત્તાસ્થાન, ત્યારબાદ સમ્યકત્વ મોહનીય ઉવલના થાય ત્યારે ૨૭નું સત્તાસ્થાન, ત્યારબાદ મિશ્રમોહનીયને ઉવેલ ત્યારે ૨૬નું સત્તાસ્થાન, અથવા અનાદિ મિથ્યાષ્ટિને ૨૬નું સત્તાસ્થાન હોય છે.
હવે ૧ ગુણસ્થાનકને વિષે સત્તાસ્થાનકોનો વિચાર કરે છે. - મિથ્યાષ્ટિ ગુણસ્થાનકે ૩ સત્તાસ્થાનો - ૨૮, ૨૭ અને ર૬નું હોય છે, કારણ કે સમ્યકત્વ અને મિશ્રનો ઉલક મિથ્યાદષ્ટિ છે. સાસ્વાદન ગુણસ્થાનકે એક ૨૮નું સત્તાસ્થાન હોય છે. મિશ્ર ગુણસ્થાનકે ૩ સત્તાસ્થાનકો છે – ૨૮, ૨૪ અને ૨૭નું છે. ૨૮ની સત્તાવાળો મિથ્યાદષ્ટિ અને સમ્યગુદષ્ટિ મિશ્ર ગુણસ્થાનને પામે છે. તથા સમ્યગ્દષ્ટિ અનંતાનુબંધિ-૪ની વિસંયોજના કરીને ૨૪ની સત્તાવાળો મિશ્રપણું પામે છે, અને ૨૮માંથી સમ્યકત્વ પુંજની-ઉર્વલના થયે ૨૭ સત્તાવાળા મિથ્યાદષ્ટિ મિશ્રદષ્ટિપણું પામે છે. તથા અવિરત - દેશવિરત - પ્રમત્ત - અપ્રમત્ત ગુણસ્થાનકને વિષે દરેકને ૫ સત્તાસ્થાનો હોય છે. ૨૮,૨૪,૨૩, ૨૨ અને ૨૧નું હોય છે. અપૂર્વકરણ ગુણસ્થાનકે ૩, તે આ પ્રમાણે... ૨૮, ૨૪ અને ૨૧નું હોય છે. અનિવૃત્તિ બાદરસપરાય ગુણસ્થાનકે ૧૧ સત્તાસ્થાનકો હોય છે, તે આ પ્રમાણે.... ૨૮,૨૪,૨૧,૧૩,૧૨,૧૧,૫,૪,૩,૨ અને ૧નું છે. સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનકે ૪ સત્તાસ્થાનકો હોય છે, તે આ પ્રમાણે ૨૮, ૨૪, ૨૧ અને ૧નું છે. ઉપશાંતમો ગુણસ્થાનકે ૩ સત્તાસ્થાનકો હોય છે, તે આ પ્રમાણે ૨૮,૨૪ અને ૨૧નું છે. તે પ્રમાણે મોહનીયકર્મના સત્તાસ્થાનકો કહ્યાં. (યંત્ર નંબર - ૩૬ જુઓ)
ઇતિ ગુણસ્થાનક વિષે મોહનીયકર્મના સત્તાસ્થાનકો સમાપ્ત
- અથ મોહનીયકર્મના બંધ - ઉદય - સત્તાના સંવેધ :-) હવે બંધ - ઉદય - સત્તાસ્થાનકોના સંવેધનો વિચાર કરે છે.
મિથ્યાદષ્ટિને ૨૨. ના બંધે ૧૬ - ૭ના ઉદયે - ૨૮ની સત્તા - ત્યાં મિથ્યાદષ્ટિને ૨૨ના બંધે - ૭ના ઉદયે - ૨૮ના લક્ષણવાળું એક સત્તાસ્થાન હોય છે. તે કેવી રીતે સમજી શકાય? તો કહે છે. - ૭નો ઉદય અનંતાનુબંધિ રહિત હોય છે, અને ત્યારે મિથ્યાષ્ટિ અવશ્ય ૨૮ની સત્તાવાળો હોય છે, કારણ કે પૂર્વે સમ્યગ્દષ્ટિ થયો છતો અનંતાનુબંધિ-૪ની ઉવલના કરી અને ત્યારબાદ કાલાન્તરે પરિણામ વશથી મિથ્યાત્વે ગયેલો તે મિથ્યાત્વના હેતુભૂત અનંતાનુબંધિ બાંધે છે, ત્યારે એ મિશ્રાદષ્ટિ જીવને બંધાવલિકા માત્ર કાલ સુધી અનંતાનુબંધિના ઉદય રહિત હોય છે, બીજાને નહીં, અને તેને ૨૮નું સત્તાસ્થાન હોય છે.
૧૫૪ “સમાં બદલાસા, નપુંસલ્ય મા છજ્જ // ૨૬ // જુવેયં મોટા, નિટ્ટ ના સુપુન ગુનોષ'' ૧૫૫ “તિનેતિપન વડતું, તેવા પતિ સંતા'' || ૩ ૭ . ૧૫૬ ગાથા - ૪૦ - રાવતે વંઘતે છે, સત્તોરમ ગરવીસા ” ૧૫૭ જે સમયે બંધ શરૂ થાય તે જ સમયથી સંક્રમ પણ શરૂ થાય છે, એટલે બંધાવલિકા અને સંક્રમાવલિકા એક સાથે જ પૂર્ણ થાય છે. આવલિકા ગયા બાદ
સંક્રાત દલિકનો ઉદય થાય છે, અને બદ્ધદલિકનો ઉદીરણાથી ઉદય થાય છે. જો બંધાતા અનંતાનુબંધિમાં અપ્રત્યાખ્યાનાવરણાદિ સંક્રમતા ન હોત તો બંધાયેલા દલિકોનો ઓછામાં ઓછો અંતર્મુહૂર્ણ અબાધાકાળ હોવાથી બાંધેલા દલિક તો અંતર્મુહૂર્ત પછી જ ઉદયમાં આવી શકે. પરંતુ અપ્રત્યાખ્યાનાવરણાદિ કષાયના દલિકો સંક્રમે છે, એટલે સંક્રમાવલિકા ગયા પછી સંક્રમેલાં દલિકો ઉદયમાં આવે છે, અને બદ્ધ દલિક ઉદીરણાથી ઉદયમાં આવે છે. આ રીતે મિબાદષ્ટિ એક આવલિકા કાળ જ અનંતાનુબંધિના ઉદય વિનાનો હોય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org