________________
સત્તાપ્રકરણ
૧૭૫
૩જા ગુણ૦-૭ના ઉદયે એક ચોવીશી :- તથા મિશ્રદષ્ટિ ગુણસ્થાનકે અનંતાનુબંધિ સિવાયના કોઇપણ ૩ કષાય, ૩ વેદમાંથી કોઇપણ એક વેદ, બે યુગલમાંથી કોઇપણ એક યુગલ, અને મિશ્રમોહનીય એ ૭ પ્રકૃતિઓનો ઉદય ધ્રુવ(અવશ્ય) હોય છે. અહીં પૂર્વ કહેલ રીતથી ભાંગાની એક ચોવીશી થાય છે.
૩જા ગુણ -૮ના ઉદયે બે ચોવીશી :- આ જ ૭ના ઉદયસ્થાનમાં ભય અથવા જુગુપ્સા ઉમેરવાથી ૮નું ઉદયસ્થાન થાય છે, અહીં બે ચોવીશી થાય છે.
૩જા ગુણo ૯ના ઉદયે એક મોવીશી - (તે ૭ના ઉદયસ્થાનમાં) ભય-જુગુપ્સા એકી સાથે ઉમેરવાથી ૯નું ઉદયસ્થાનક થાય છે. અહીં એક ચોવીશી થાય છે. મિશ્રદષ્ટિ ગુણઠાણે સર્વ સંખ્યા ૪ ચોવીશી = ૯૬ ભાંગા થાય છે.
અવિરતસમ્યગુદષ્ટિ ગુણસ્થાનકે - “૬-૭-૮ અને ૯ એ ૪ ઉદયસ્થાનકો - ત્યાં પથમિક સમ્યગ્દષ્ટિ અથવા ક્ષાયિક સમ્યગુદૃષ્ટિ જીવને અનંતાનુબંધિ સિવાયના કોઇપણ ત્રણ ક્રોધાદિ કષાય, ૩ વેદમાંથી કોઇપણ એક વેદ બે યુગલમાંથી એક યુગલ એ પ્રમાણે ૬નો ઉદય ધ્રુવ(અવશ્ય) હોય છે. અહીં પણ પૂર્વની જેમ ભાંગાની એક ચોવીશી થાય છે. તે જ ૬ના ઉદયસ્થાનમાં ભય અથવા જુગુપ્સા અથવા સમ્યકત્વમોહનીય ઉમેરવાથી ૭નું ઉદયસ્થાનક થાય છે, અહીં ભય આદિ વિષે દરેકની એક એક ચોવીશી થાય છે, તેથી ૩ ચોવીશી થાય છે. તે જ ૬ના ઉદયમાં ભય-જુગુપ્સા અથવા ભય-સમ્યકત્વમોહનીય અથવા જુગુપ્સા - સમ્યકત્વમોહનીય ઉમેરવાથી ૮નું ઉદયસ્થાનક થાય છે, અહીં પણ ૩ ચોવીશી થાય છે. એકી સાથે ૩ ઉમેરવાથી ૯નું ઉદયસ્થાનક થાય છે, એક એક ચોવીશી થાય છે. અવિરત સમ્યગદષ્ટિને સર્વસંખ્યા ૮ ચોવીશી = ૧૯૨ થાય છે.
દેશવિરતિ ગુણસ્થાનકે -'s૫-૬-૭ અને ૮ એ ૪ ઉદયસ્થાનક :- ત્યાં ઓપશમિક સમ્યગુદૃષ્ટિ અથવા ક્ષાયિક સમ્યગુદષ્ટિ દેશવિરતિને ત્રીજા-ચોથા કષાયમાંથી કોઇપણ ક્રોધાદિ-૨, કોઇપણ એક વેદ, કોઇપણ એક યુગલ એ પ્રમાણે પનો ઉદય ધ્રુવ(અવશ્ય) હોય છે. અહીં એક ચોવીશી થાય છે. ભય – જુગુપ્સા - સમ્યકત્વમોહનીય (વારાફરતી) એક એક ઉમેરવાથી ૬નું ઉદયસ્થાનક થાય છે, અહીં ૩ ચોવીશી થાય છે. કોઇપણ બે ઉમેરવાથી ૭નું ઉદયસ્થાનક થાય છે, અહીં પણ ૩ ચોવીશી થાય છે. એકી સાથે ૩ ઉમેરવાથી ૮નું ઉદયસ્થાનક થાય છે, અહીં એક ચોવીશી થાય છે. દેશવિરતિ ગુણસ્થાનકે સર્વસંખ્યા ૮ ચોવીશી = ૧૯૨ ભાંગા થાય છે.
પ્રમત્ત ગુણસ્થાનકે - “૪-૫-૬ અને ૭ એ૪ ઉદયસ્થાનકો - ત્યાં સંવલની કોઇપણ એક ક્રોધાદિ, કોઇપણ એક વેદ, કોઇપણ એક યુગલ એ પ્રમાણે પ્રમત્તસંયતને ૪નો ઉદય ધ્રુવ (અવશ્ય) હોય છે, અહીં એક ચોવીશી થાય છે. તે ૪ ના ઉદયમાં ભય-જુગુપ્સા-સમ્યકત્વમોહનીય કોઇપણ એક (વારાફરતી) ઉમેરવાથી ૫નું ઉદયસ્થાન થાય છે, ત્યાં ૩ ચોવીશી થાય છે, કોઇપણ બે ઉમેરવાથી ૬નું ઉદયસ્થાન થાય છે, ત્યાં પણ ૩ ચોવીશી થાય છે, એકી સાથે ૩ ઉમેરવાથી ૭નું ઉદયસ્થાન થાય છે, ત્યાં એક ચોવીશી થાય છે. પ્રમત્ત ગુણસ્થાનકે સર્વસંખ્યા ૮ ચોવીશી - ૧૯૨ ભાંગા થાય છે.
એ પ્રમાણે જ અપ્રમત્ત ગુણસ્થાનકે પણ ચારે ઉદયસ્થાનકને વિષે ૮ ચોવીશી = ૧૯૨ ભાંગા વિચારવા.
૧૪°અપૂર્વકરણ ગુણસ્થાનકે ૪-૫ અને ૬ એ ત્રણ ઉદયસ્થાનકો - ત્યાં ૪નું ઉદયસ્થાન પૂર્વની જેમ, અહીં એક ચોવીશી થાય છે. આ જ ૪ના ઉદયસ્થાનકમાં ભય અથવા જુગુપ્સા ઉમેરવાથી પનું ઉદયસ્થાન થાય છે, અહીં બે ચોવીશી
૧૩૮ “ઇપંચવરપુવા વારો તિક વિવાર્ડન'' || ૨૬ | અર્થાતુ અવિરતિથી અપ્રમત સુધીના ગુણસ્થાનકવાળાઓને ૬-૫ અને ૪, આદિ-૪, અને
અપૂર્વકરણવર્તીને ૪ આદિ ૩ ઉદયસ્થાનકો હોય છે. ૧૩૯ અહીં એટલું ધ્યાન રાખવું કે ૬ના ઉદયમાં સમ્યકત્વમોહનીયનો ઉદય વધી ૭નો ઉદય થાય એમ નથી. કેમ કે ૬નો ઉદય પશમિક કે ક્ષાયિક
સમ્યકત્વીને હોય છે. તેઓને કંઇ સમ્યકત્વ મોહનીયનો ઉદય થતો નથી. અહીં તાત્પર્ય એ છે કે ઓપશમિક અને ક્ષાયિક સમ્યકત્વીને ૬-૭-૮ એ ત્રણ ઉદયો અને ક્ષાયોપશમિક સમ્યકત્વને ૭-૮-૯ એ ત્રણ ઉદયો હોય છે. ક્ષાયોપથમિક સમ્યકત્વને સમ્યકત્વમોહનીયનો ઉદય ધ્રુવ છે, એટલે તેને
શરૂઆતથી જ ૭નો ઉદય હોય છે. ૧૪૦ આ ગુણસ્થાનકે માત્ર ઔપશામક સમ્યગુદષ્ટિ અને ક્ષાયિક સમ્યગુદષ્ટિ જીવો જ હોય છે, ક્ષાયોપશમિક સમ્યકત્વી જીવો હોતા નથી, તેથી અહીં
સમ્યકત્વમોહનીયનો ઉદય કોઇપણ જીવને હોતો નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org