________________
૧૭૬
કર્મપ્રકૃતિ ભાગ - ૩
થાય છે. ભય-જુગુપ્સા એકી સાથે ઉમેરવાથી ૬નું ઉદયસ્થાન થાય છે, અહીં એક ચોવીશી થાય છે. અપૂર્વકરણ ગુણસ્થાનકે સર્વસંખ્યા ૪ ચોવીશી = ૯૬ ભાંગા થાય છે.
અહીં અપ્રમત્ત - અપૂર્વકરણ ગુણસ્થાનકના ઉદયસ્થાનો પ્રમત્ત ગુણસ્થાનકના ઉદયની અપેક્ષાએ માત્ર ગુણસ્થાનકના ભેદે જ ભિન્ન છે, પરમાર્થથી ભિન્ન નથી, કારણ કે પ્રમત્તના ઉદયસ્થાનના ગ્રહણથી જ તે પણ ગ્રહણ કરેલા જાણવાં. તેથી જ આગળ બે બન્ને ગુણસ્થાનકની ચોવીશી જુદી ગણવામાં આવશે નહીં. (યંત્ર નંબર ૩૭ જુઓ)
ઇતિ ગુણસ્થાનક વિષે મોહનીય કર્મના ઉદયસ્થાનક ભાંગા સમાપ્ત
-: અથ “દશ આદિ ઉદયસ્થાનોમાં ચોવીશીઓ :-) હવે દશ આદિ ઉદયસ્થાનમાં જેટલી ચોવીશીઓ થાય છે, તેટલી ચોવીશીઓ નિર્દેશ કરતાં કહે છે, - ત્યાં ૧૦ના ઉદયે એક ચોવીશી મિથ્યાદષ્ટિ ગુણસ્થાનકે હોય છે. ૯ના ઉદયે ૬ ચોવીશી, ત્યાં મિથ્યાદષ્ટિ ગુણસ્થાનકે ૩ ચોવીશી, સાસ્વાદન - મિશ્ર અને અવિરત સમ્યગુદષ્ટિ ગુણસ્થાનકે એક એક ચોવીશી હોય છે. ૮ના ઉદયે - ૧૧ ચોવીશી, તે આ પ્રમાણે કહે છે.... મિથ્યાષ્ટિ ગુણસ્થાનકે ૩ ચોવીશી, સાસ્વાદન ગુણ૦ - ૨, મિશ્ર ગુણ૦ - ૨, અવિરત સમ્યગુદૃષ્ટિ ગુણ૦ - ૩ અને દેશવિરત ગુણ૦ - ૧ ચોવીશી હોય છે. ૭ના ઉદયે - ૧૦ ચોવીશી તે આ પ્રમાણે... મિથ્યાદષ્ટિ - સાસ્વાદન - મિશ્ર અને પ્રમત્ત સંયત એ ૪ ગુણસ્થાનકે એક એક, અવિરત સમ્યગુદષ્ટિ અને દેશવિરત ગુણસ્થાનકે ૩-૩ ચોવીશી હોય છે. ૬ના ઉદયે - ૭ ચોવીશી, તે આ પ્રમાણે કહે છે.... અવિરત સમ્યગુદષ્ટિ ગુણસ્થાનકે-૧, દેશવિરત ગુણ૦ - ૩, અને પ્રમત્ત ગુણ૦ - ૩ ચોવીશી થાય છે. પના ઉદયે - ૪ ચોવીશી, ત્યાં દેશવિરત ગુણ૦ - ૧, અને પ્રમત્ત ગુણ૦ - ૩ ચોવીશી હોય છે. ૪ના ઉદયે ૧ ચોવીશી અને તે પ્રમત્ત ગુણસ્થાનકે હોય છે. સર્વમલીને ૪૦ ચોવીશી થાય છે, અને તે ૨૪ વડે ગુણવાથી ૯૬૦ ભાંગા થાય છે. (યંત્ર નબંર - ૩૪ જુઓ)
ઇતિ દશ આદિ ઉદયસ્થાનોમાં ચોવીશીઓ સમાપ્ત
(-ઃ અથ 'પાંચ આદિ બંધસ્થાનકોમાં ઉદયના ભાંગાઓ :તથા પાંચ આદિ બંધસ્થાનૈ વિષે ક્રમથી ૧૨-૪-૩-૨-૧ એ પ્રમાણે ઉદયના વિકલ્પો થાય છે. તે આ પ્રમાણે કહે છે.... પના બંધકાલે ૨ પ્રકૃતિનો ઉદય હોય છે, સંજ્વલન ક્રોધાદિ ૪ માંથી કોઇપણ એક અને ૩ વેદમાંથી કોઇપણ એક વેદ અહીં ૩ને ૪ વડે (૩*૪) ગુણવાથી ૧૨ ભાંગા થાય છે. ૪ના બંધકાલે ૧ પ્રકૃતિનો ઉદય હોય છે, કારણ કે ૪નો બંધ પુરુષવેદનો બંધવિચ્છેદ થાય ત્યારે હોય છે, અને પુરુષવેદનો બંધ-ઉદય એકી સાથે વિચ્છેદ થાય છે, અને તે કોઇપણ સંજ્વલનમાંથી એક હોય છે, અને અહી ૪ ભાંગા થાય છે. કારણ કે કોઇ સંજ્વલન ક્રોધના ઉદયે શ્રેણિ શરૂ કરે, કોઇ સંજ્વલન માનના ઉદયે, કોઇ સંજ્વલન માયાના ઉદયે, કોઇ સંજ્વલન લોભના ઉદયે શ્રેણિ શરૂ કરે એટલે ૪ ભાંગા જ થાય છે. સંજ્વલન ક્રોધનો બંધવિચ્છેદ થાય ત્યારે ૩નો બંધ થાય છે, અહીં પણ ઉદય એકનો જ હોય છે, (કેમ કે ક્રોધનો બંધ-ઉદય સાથે જાય છે.) અહીં સંજ્વલન ક્રોધ સિવાયના ૩માંથી કોઇપણ એક હોય છે, અહીં ૩ ભાંગા થાય છે. સંજ્વલન માનના બંધવિચ્છેદે રનો બંધ થાય છે, અહીં પણ એકનો ઉદય હોય છે, અને તે સંજ્વલન માયા-લોભમાંથી કોઇપણ એકનો જાણવો, અહીં બે ભાંગા થાય છે. સંજ્વલન માયાનો બંધવિચ્છેદ થાય ત્યારે એકનો(સંજ્વલન લોભનો) જ બંધ થાય છે, ત્યાં પણ ઉદય એકનો જ હોય છે, અને તે સંજ્વલન લોભના ઉદયરૂપ જાણવો, અહીં એક જ ભાંગ થાય છે.(અનુસંધાણ - પે.નં.-૧૭૮)
૧૪૧ “સTqસુ વીસા, અર્જા છિક્કારહસસરા વડવર્ડ્સ નવસારું, સારું મુકવાનુંIT ૨૭ | १४२ वारस चउरो ति दु एक्कगाउ पंचाइबंधगे उदया । अब्बंधगे वि एक्को, तेसीया नवसया एवं ।। २८ ।। ૧૪૩ સંજ્વલન ક્રોધના ઉદયે શ્રેણિ આરંભે છે એટલે કે ચારિત્રહનીયની ઉપશમના કરવાનો જ્યારે આરંભ કરે ત્યારે તેનો ઉદય હોય છે, એમ સમજવું,
એ પ્રમાણે માનાદિના ઉદય માટે પણ સમજવું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org