________________
સત્તાપ્રકરણ
૯/૨ :- તે જ ગુણસ્થાનકે તે જ ૪ સત્તાસ્થાનોમાં નામકર્મની ૧૩ પ્રકૃતિ અને થીણદ્વિત્રિક ઉમેરતાં ૧૨૫-૧૨૬૧૨૯-૧૩૦ એ ૪ સત્તાસ્થાનો થાય છે.
૯/૧ :- ત્યાર પછી તે જ ગુણસ્થાનકે મધ્યમ ૮ કષાય ઉમેરતાં ૧૩૩-૧૩૪-૧૩૭-૧૩૮-એ ૪ સત્તાસ્થાનો થાય
૧૫૧
છે.
૪ થી ૭ અવિરત સમ્યગ્દષ્ટિથી અપ્રમત્તાદિ ગુણસ્થાનકે સત્તાસ્થાનો ઃ- તથા પૂર્વે જે ક્ષીણમોહ ગુણસ્થાનક સંબંધી ૯૬-૯૭-૧૦૦-૧૦૧ એ ૪ સત્તાસ્થાનકો કહ્યાં છે, તેમાં મોહનીયની (સમ્યક્ત્વમોહનીય સહિત) ૨૨ પ્રકૃતિઓ, થીણદ્વિત્રિક, નામકર્મની ૧૩ પ્રકૃતિઓ ઉમેરતાં, એટલે કે ૯/૧ ભાગની ૧૩૩ આદિ ૪ સત્તાસ્થાનોમાં સમ્યક્ત્વમોહનીય ઉમેરતાં(કે પરભવાયુ ઉમેરતાં) ૧૩૪-૧૩૫-૧૩૮-૧૩૯ એ ૪ સત્તાસ્થાનો થાય છે.
તથા તે જ ૯૬ આદિ ૪ સત્તાસ્થાનોમાં મોહનીયની (મિશ્રમોહનીય સહિત) ૨૩ પ્રકૃતિઓ નામકર્મની ૧૩ પ્રકૃતિઓ થીણદ્વિત્રિક ઉમેરતાં એટલેકે અનંત૨ કહેલ ૧૩૪ આદિ-૪ સત્તાસ્થાનોમાં મિશ્રમોહનીય ઉમેરતાં(કે પરભવાયુ ઉમેરતાં) ૧૩૫-૧૩૬-૧૩૯-૧૪૦ એ ૪ સત્તાસ્થાનો થાય છે.
તથા મોહનીયની (મિથ્યાત્વમોહનીય સહિત) ૨૪ ઉમે૨તાં એટલે કે અનંત૨ બતાવેલ ૧૩૫ આદિ ૪ સત્તાસ્થાનોમાં મિથ્યાત્વમોહનીય ઉમેરતાં(કે પરભવાયુ ઉમેરતાં) ૧૩૬-૧૩૭-૧૪૦-૧૪૧ એ ૪ સત્તાસ્થાનો થાય છે.
[અનંત૨ બતાવેલ ૪ સત્તાસ્થાનોમાં અનં૦-૪ ઉમેરતાં એટલે કે મો૦-૨૮ની સત્તા કરતાં ૧૪૦-૧૪૧-૧૪૪-૧૪૫ એ ૪ સત્તાસ્થાનો થાય. અને પરભવાયુ વિના ૮ સત્તાસ્થાનમાં પરભવાયુ ઉમેરતાં ક્રમે ૧૩૭-૧૩૮-૧૪૧-૧૪૨ તથા - ૧૪૧-૧૪૨-૧૪૫-૧૪૬ થાય. આ રીતે ૧૪૩ વિના ૧૩૩ થી ૧૪૬ સુધીના ૧૩ સત્તાસ્થાનો ૪ થી ૭ ગુણ સુધીમાં મલે
છે.]
તથા મોહનીયની ૨૪ને બદલે ૨૬ કરતાં અનંતર બતાવેલ સમ્યક્ત્વમોહનીય અને મિશ્રમોહનીય રહિત અનં૦-૪ ઉમેરતાં ૧૩૮ આદિ (૧૩૮-૧૩૯-૧૪૨-૧૪૩)એ ૪ સત્તાસ્થાનો થાય છે,(પરંતુ ૧૩૯-૧૪૨-૧૪૩ ન સંભવે એટલે ૧૩૮નું ૧ સત્તાસ્થાન સંભવે).
તથા મોહનીયની ૨૭ એટલે કે અનંત બતાવેલમાં મિશ્રમોહનીય ઉમેરતાં ૧૩૯ આદી (૧૩૯-૧૪૦-૧૪૩-૧૪૪) એ ૪ સત્તાસ્થાનો થાય છે. (પરંતુ ૧૪૦-૧૪૩-૧૪૪ ન સંભવે એટલે ૧૩૯નું એક સત્તાસ્થાન સંભવે)
તથા મોહનીયની ૨૮ કરતાં એટલે કે અનંતર બતાવેલમાં સમ્ય૰મો ઉમેરતાં ૧૪૦-૧૪૧-૧૪૪-૧૪૫ એ ૪ સત્તાસ્થાનો થાય છે.
૯૩,
આ પ્રમાણે મોહનીયકર્મની ૨૨ આદિ પ્રકૃતિની પ્રક્ષેપ વડે થનાર ૧૩૪ આદિથી ૧૪૫ સુધીના સત્તાસ્થાનો અવિરત સમ્યગ્દષ્ટિથી શરૂ કરી અપ્રમત્ત ગુણસ્થાનક સુધીના જીવોને હોય છે.
૧લા મિથ્યાત્વ ગુણસ્થાનકે સત્તાસ્થાનકો ઃ- તથા હમણાં જ જે ૧૪૫નું સત્તાસ્થાન કહ્યું તે જ પરભવનું આયુ બાંધે ત્યારે ૧૪૬નું સત્તાસ્થાન થાય છે. તથા જ્યારે તેઉ-વાયુના ભવમાં વર્તમાન આત્માને નામકર્મની ૭૮ અને નીચગોત્ર સત્તામાં હોય ત્યારે જ્ઞાનાવરણ-૫, દર્શનાવરણ-૯, વેદનીય-૨, મોહનીય-૨૬, અંતરાય-૫, તિર્યગાયુ મલીને કુલ ૧૨૭નું સત્તાસ્થાન થાય છે. તે જ પરભવ સંબંધી તિર્યંચનું આયુ બાંધે ત્યારે ૧૨૮નું સત્તાસ્થાન થાય છે. [તેને મનુષ્યદ્વિક ઉવેલી ન હોય અને ઉચ્ચગોત્ર ઉવેલ હોય ત્યારે તેને અનુક્રમે ૧૨૯ અને ૧૩૦નું સત્તાસ્થાન પ્રાપ્ત થાય. પરંતુ પરભવનું આયુષ્ય તિર્યંચનું જ
૯૩
સયોગી ગુણસ્થાનકોના સંત્તાસ્થાનોમાં જ્ઞાનાવરણાદિ ધાતિ આદિ-પ્રકૃતિઓના પ્રક્ષેપથી આ રંભી મોહનીયકર્મની-૨૪ પ્રકૃતિઓના પ્રક્ષેપ પર્યંત જે જે સત્તાસ્થાનો કહ્યાં તે તે સત્તાસ્થાનો ઉપરથી આત્મા પડે છે અને ઉત્પન્ન થાય છે એમ સમજવ્વાનું નથી. કારણ કે મોહનીયની ૨૪ની સત્તા થયા પછી જે જે પ્રકૃતિઓની સત્તાનો નાશ થાય છે તેની ફરી સત્તા થતી જ નથી. પરંતુ ભિન્ન ભિન્ન જી વોની અપેક્ષાએ નીચે નીચેના ગુણસ્થાનકે આવા પ્રકારના સત્તાસ્થાનો હોય છે. તેમ સમજવાનું છે. તેથી આ સત્તાસ્થાનોમાં ભૂયસ્કાર થતા નથી.
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org