________________
૧૫ર
કર્મપ્રકૃતિ ભાગ - ૩
હોવાથી ૧૨૮-૧૩૦ સત્તાસ્થાન વાસ્તવિક આ રીતે ન આવે. અને તેથી ૧લા ગુણસ્થાનકે ૧૨૮નું સત્તાસ્થાન કોઇપણ રીતે સંભવી શકતું નથી. સિવાય પરભવની તિર્યંચાયુષ્ય પ્રકૃતિને અલગ વિવક્ષા કરે.]
તથા વનસ્પતિકાય જીવોમાં સ્થિતિનો ક્ષય થવાથી જ્યારે દેવદ્રિક, નરકદ્ધિક, વૈક્રિયચતુષ્ક એ ૮ પ્રકૃતિઓની સત્તાનો નાશ થાય અને નામકર્મની૮૦ પ્રકૃતિઓ સત્તામાં હોય ત્યારે નામકર્મની-૮૦, વેદનીય-૨, ગોત્ર-૨, અનુભૂયમાન તિર્યંચાયુ, આવરણ-૧૪, મોહનીય-૨૬, અંતરાય-૫, એ પ્રમાણે ૧૩૦નું સત્તાસ્થાન હોય છે. અને પરભવનું આયુ બાંધે ત્યારે ૧૩૧નું સત્તાસ્થાન હોય છે.
આ પ્રમાણો સત્તાસ્થાનોનો વિચાર કરતાં ૧૩૨નું સત્તાસ્થાન કોઇ રીતે સંભવતું નથી માટે સૂત્રકારે તેનું વર્જન કર્યુ છે. અહીં જો કે ૯૭ આદિ સત્તાસ્થાનો ઉક્ત પ્રકારે અન્ય અન્ય યોગ્ય પ્રવૃતિઓનો પ્રક્ષેપ કરવાથી અનેક પ્રકારે બીજી બીજી રીતે થાય છે, તો પણ સંખ્યા વડે તેઓ તુલ્ય હોવાથી એક જ વિવક્ષાય છે, પણ જુદા જુદા કહ્યા નથી. તેથી ૪૮ જ સત્તાસ્થાનો થાય છે, વધારે ઓછા થતાં નથી.
આ સત્તાસ્થાનોમાં સર્વ કર્મપ્રકૃતિઓની સત્તાનો વિચ્છેદ થયા પછી તેઓની સત્તા ફરી નહીં થતી હોવાથી અવક્તવ્ય સત્તાકર્મ ઘટતું નથી.
અવસ્થિતસ્થાન ૪૪:- અવસ્થિતસ્થાન-૪૪ છે. કારણ ૧૧-૧૨-૯૪-૯૫ એ ૪ સત્તાસ્થાનો એક સમય પ્રમાણ જ હોવાથી અવસ્થિતપણે સંભવતા નથી.
અલ્પતરસ્થાન- ૪૭ છે.
*ભૂયસ્કાર :- ૧૭ છે. કારણ કે તે ૧૨૭ થી શરૂ કરીને આગળ જ પ્રાપ્ત થાય છે. પણ પૂર્વે નહીં. આગળ પણ જે ૧૩૩ પ્રકૃતિનું સત્તાસ્થાન ભૂયસ્કારપણે પ્રાપ્ત થાય નહીં કારણ કે ૧૨૭ થી પૂર્વના સત્તાસ્થાનો અને આગળનું ૧૩૩ પ્રકૃતિનું સત્તાસ્થાન ક્ષપકશ્રેણિમાં જ હોય છે. ત્યાંથી પડવાનો અભાવ હોવાથી તે ભૂયસ્કારપણે અયોગ્ય છે. તેથી ૧૭ જ ભૂયસ્કાર થાય છે. તે પ્રમાણે ઉત્તરપ્રકૃતિ આશ્રયીને બંધ આદિને વિષે ભૂયસ્કારાદિ કહ્યાં. એ પ્રમાણે બંધ આદિના સ્થિતિ આદિ-૩ સંક્રમ આદિ ૪ને વિષે ગમનને અનુસરે પોતે જ ભાવના કરવી.(યંત્ર નંબર - ૨૪ જુઓ). (અનુસંધાણા પેઈઝ નંબર-૧૫૫)
ઇતિ સત્તાસ્થાનકો વિષે ભૂયસ્કારાદિનું સ્વરૂપ સમાપ્ત
૯૪ સયોગી કેવલી ગુણસ્થાનકના સત્તાસ્થાનોમાં ઘાતકર્મની પ્રકૃતિઓનો ક્રમશઃ પ્રક્ષેપ કરતાં ૧૪૬ સુધીના જે સત્તાસ્થાનો કહ્યાં તે જ ક્રમે ૧૪૬માંથી
પચ્ચાનુપૂર્વીએ પ્રકૃતિઓ ઓછી કરતાં ૪૭ અલ્પતરો થાય છે. અહીં ભૂયસ્કાર ૧૭ કહ્યા છે પણ ૧૬ ભૂયસ્કાર ઘટી શકે છે. ૧૨૭ની સત્તાવાળો પૃથ્વી આદિ મનુષ્યદ્રિક બાંધે ત્યારે ૧૨૯નું ઉચ્ચગોત્ર અથવા આયુના બંધે ૧૩૦નું અને બંનેના બંધે ૧૩૧નું સત્તાસ્થાન થાય. તથા આયુ વિના ૧૩૦ની સત્તાવાળા પંચેન્દ્રિય વૈક્રિયષક બાંધે ત્યારે ૧૩૬નું અને આયુ બાંધે ત્યારે ૧૩૭નું સત્તાસ્થાનક થાય. તથા ૧૩૬ની સત્તાવાળો દેવદ્રિક અથવા નરકદ્ધિક બાંધે ત્યારે ૧૩૮નું અને તેને જ આયુના બંધે ૧૩૯નું સત્તાસ્થાન થાય, તથા આયુ વિના ૧૩૮ની સત્તાવાળાને ઉપશમ સમ્યકત્વ પ્રાપ્ત થાય ત્યારે સમ્યકત્વમો હનીય અને મિશ્રમોહનીય સત્તામાં આવે ત્યારે ૧૪૦નું સત્તાસ્થાન થાય. ૧૪૦ની સત્તાવાળો સમ્યકત્વી જિનના બાંધે ત્યારે ૧૪૧નું સત્તાસ્થાન થાય.પરભવનું આયુ બાંધે ત્યારે ૧૪૨નું, અને તે જ ૧૪૦ની સત્તાવાળો સમ્યકત્વી આહારકચતુષ્ક બાંધે ત્યારે ૧૪૪નું, જિનનામ અને આહારકચતુષ્ક બંને બાંધે ત્યારે ૧૪પનું અને તેને દેવાયુના બંધે ૧૪૬નું સત્તાસ્થાન થાય.
આ રીતે ૧૨૯-૧૩૦-૧૩૧-૧૩૬-૧૩૭-૧૩૮-૧૩૯-૧૪૦-૧૪૧- ૧૪૨-૧૪૪-૧૪પ-૧૪૬ એટલા સત્તાસ્થાનો ભૂયસ્કારપણે પ્રાપ્ત થાય
તથા ક્ષાયિક સમ્યકત્વીને શા-૫, ૬૦-૯, ૧૦-૨, મોહ-૨૧, આo-૧, નામ-૮૮, ગોળ-૨ અને અo-૫ એમ ૧૩૩ પ્રકૃતિની સત્તા હોય છે. તેને તીર્થંકરના બંધે ૧૩૪નું, આયુના બંધે ૧૩૫નું, તીર્થકર અને આયુના બંધ વિના આહા રકચતુર્કીના બંધે ૧૩૭નું, તીર્થંકરના બંધે ૧૩૮નું અને આયુના બંધે ૧૩૯નું સત્તાસ્થાન થાય છે. કૃષ્ણની જેમ ક્ષાયિક સમ્યકત્વીને આયુ અને તીર્થ કર નામકર્મનો બંધ થાય છે. આ પ્રમાણે અહીં ૧૩૪-૧૩૫-૧૩૭-૧૩૮-૧૩૯ એ પાંચ સત્તાસ્થાનો ભૂયસ્કારપણે પ્રાપ્ત થાય છે. તેમાંના પહેલાના બે જ લેવાના છે. અન્ય સરખી સંખ્યાવાળા હોવાથી લેવાના નથી. તથા અનંતાનુબંધિના વિસંયોજક ક્ષયોપશમ સમ્યકત્વીને ના ૦-૫, ૬૦-૯, વેo-૨,મો-૨૪, આયુ-૧, નામ-૮૮, ગો-૨ અને અં-૫ એમ ૧૩૬ પ્રકૃતિનું સત્તાસ્થાન હોય છે. તેને તીર્થંકરના બંધે ૧૩૭નું, આયુના બંધે ૧૩૮ નું, ૧૩૬ની સત્તાવાળાને આહારકચતુષ્કના બંધ ૧૪૦નું, તીર્થકરના બંધે ૧૪૧નું અને દેવાયુના બંધે ૧૪૨નું સત્તાસ્થાન થાય છે. અહીં ૧૩૭-૧૩ ૮-૧૪૦-૧૪૧-૧૪૨ એ પાંચ સત્તાસ્થાનો ભૂયસ્કારપણો પ્રાપ્ત થાય છે, તેમાંથી છેલ્લો જ ભૂયસ્કાર લેવાનો છે. બીજા સમસંખ્યાવાળા હોવાથી લેવાના નથી. આ પ્રમાણે વિચારતાં ૧૪૩નો ભૂયસ્કાર સંભવતો નથી. અને ૧૬ ભૂયસ્કાર બંધમાં પણ ૧૪૨નું બે વખત આવેલ હોવાથી વાસ્તવિકમાં ૧૫ જ ભૂયસ્કાર થાય.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org