________________
સત્તાપ્રકરણ
૧૪૧
પ્રશ્ન :- મિથ્યાદષ્ટિને મોહનીયકર્મની ૭ પ્રકૃતિનો ઉદય છતાં વિગ્રહગતિમાં નામકર્મની ૨૧ પ્રકૃતિના ઉદયે વર્તતાં આત્માને ૪૫ પ્રકૃતિનું ઉદયસ્થાનક કેમ ન સંભવે ?(૪૬ પ્રકૃતિનું કેમ કહ્યું?).
ઉત્તર :- અન્તરાલગતિમાં મિથ્યાષ્ટિને અનંતાનુબંધિ સહિતને જ પ્રાપ્ત થાય છે. કારણ કે કોઇપણ મિથ્યાદષ્ટિ અનંતાનુબંધિના ઉદય વિના કાળ પામતો નથી. (એટલે વિગ્રહગતિમાં અનંતાનુબંધિના ઉદય વિનાનો કોઇપણ જીવ હોતો નથી.) તેથી વિગ્રહગતિમાં ૮નો જ ઉદય હોય છે.) અને ૪૬ પ્રકૃતિ આદિના તેના ઉદયસ્થાનકો હોય છે. તથા ૫૯ પ્રકૃતિનું ઉદયસ્થાનક કોઇપણ ક્રોધાદિ-૪, કોઇપણ વેદ-૧, કોઇપણ યુગલ-૧, ભય, જુગુપ્સા અને મિથ્યાત્વ એ મોહનીય કર્મની -૧૦ પ્રકૃતિઓ ઉદયે વર્તતાં જીવને તિર્યંચગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસ, બાદર, પર્યાપ્ત, સુભગ કે દુર્ભગ, આદેય કે અનાદેય, યશકીર્તિ કે અયશકીર્તિ, વર્ણાદિ-૪, અગુરુલઘુ, સ્થિર, અસ્થિર, શુભ, અશુભ, તેજસ, કાર્મણા, નિર્માણ, ઔદારિકદ્વિક, કોઇપણ એક સંસ્થાન, કોઇપણ એક સંઘયણ, પ્રત્યેક, ઉપઘાત, પરાઘાત, કોઇપણ એક વિહાયોગતિ, સુસ્વર કે દુઃસ્વ૨, ઉચ્છવાસ ઉદ્યોત એ ૩૧ પ્રકૃતિઓ નામકર્મની ઉદયમાં હોય છે. જ્ઞાનાવરણ - ૫, અંતરાય - ૫, દર્શનાવરણ - ૪ કોઇપણ એક નિદ્રાનો ઉદય, કોઇપણ એક વેદનીય, કોઇપણ એક આયુષ્ય, કોઇપણ એક ગોત્રને અનુભવતા જીવને પ૯નો ઉદય હોય છે.
અહીં અવક્તવ્ય ઉદય ઘટતો નથી. કારણ કે સર્વ પ્રકૃતિઓ ઉદય વિચ્છેદ થયા પછી ફરી ઉદયનો સંભવ નથી. અવસ્થિત ઉદયસ્થાન ૨૬ છે. કારણ કે તે સ્થાન સમાન હોય છે.
કદાચ અહીં શંકા થાય કે વિગ્રહગતિમાં કે સમુઘાતમાં જે જે ઉદયસ્થાનકો હોય છે તેમાં અવસ્થિતોદય કેમ સંભવે ? સત્ય છે. તે શંકાનો ઉત્તરમાં સમજવાનું કે ત્યાં પણ બે-ત્રણ સમયની પ્રાપ્તી છે.
®ભૂયસ્કારોદય - ૨૧/૧૯ છે. કારણ કે છઘ0ના ઉદયસ્થાનકોને વિષે કેવલી જતા નથી. અતીર્થકરને પણ તીર્થકરનો ઉદય થતો નથી. અયોગી કેવલી સયોગી કેવલીના ઉદયે પણ આવે નહીં તેથી ૧૧-૧૨-૨૩-૨૪-૪૪ એ ૫ ઉદયસ્થાનકોના ભૂયસ્કાર પ્રાપ્ત થતા નથી.
'અલ્પતરોદય-૨૪ છે. કારણ કે અવિરત સમ્યગ્દષ્ટિ અથવા મિથ્યાદષ્ટિ કેવલીના ઉદયસ્થાનકે જતાં નથી તેથી ૩૪ના લક્ષણવાળો અલ્પતરોદય પ્રાપ્ત થતો નથી.
તથા ભવસ્થ એકેન્દ્રિયને ઉદય યોગ્ય ૨૪માં અંગોપાંગ અને સંઘયણ ઉમેરતાં ભવસ્થ બેઇ ક્રિયાદિને નામકર્મની ૨૬ અને શેષ સાત કર્મની ૨૫ કુલ ૫૧નો ઉદય હોય છે. તેમાં ભય - જુગુપ્સા -નિદ્રાને અનુક્રમે ૧-૨-૩ ઉમેરતાં પ૨-૫૩-૫૪નો ઉદય થાય છે. - તથા શરીર પર્યાપ્તિએ પર્યાપ્ત તેઓને પૂર્વોક્ત ૫૧માં પરાઘાત અને વિહાયોગતિ ઉમે રતાં પ૩નો ઉદય થાય છે. તેમાં ભય, જુગુપ્સા અને નિદ્રાને અનુક્રમે ૧-૨-૩ ઉમેરતાં ૫૪-૫૫-૫૬નો ઉદય થાય છે.
તથા ઉચ્છવાસ પર્યાપ્તિએ પર્યાપ્તા તેઓને પૂર્વોક્ત ૫૩માં શ્વાસોચ્છવાસ ઉમેરતાં ૫૪નો ઉદય થાય, તેમાં ભય - જુગુપ્સા - નિદ્રાને અનુક્રમે ૧-૨-૩ ઉમેરતાં ૫૫-૫૬-૫૭નો ઉદય થાય છે.
તથા ભાષાપર્યાપ્તિએ પર્યાપ્તાને પૂર્વોક્ત ૫૪માં સ્વરનો ઉદય વધારતાં ૫૫નો ઉદય થા ય. તેમાં ભય - જુગુપ્સા અને નિદ્રાને અનુક્રમે ૧-૨-૩ ઉમેરતાં ૫૬-૫૭-૫૮નો ઉદય થાય છે. - તથા પૂર્વોક્ત ૫૫ પ્રકૃતિઓ તિર્યંચો આશ્રયી ઉદ્યોતનો ઉદય વધારતાં પ૬નો ઉદય થાય. તોમાં ભય - જુગુપ્સા - નિદ્રાને અનુક્રમે ૧-૨-૩ ઉમેરતાં ૫૭-૫૮-૫૯નો ઉદય થાય છે.
આ પ્રમાણે તિર્યંચોમાં એક સમયે એક જીવને વધારેમાં વધારે ૫૯ પ્રકૃતિઓનો ઉદય હો ય છે. તેમાં જ્ઞાઠ-૫, દર્શ૦-૫, વેદ-૧, મોહ૦-૧૦, આયુ-૧, ગોત્ર-૧, અંતરાય-૫, અને નામકર્મની ૩૧ પ્રકૃતિઓ હોય છે. દેવાદિ ભિન્નભિન્ન જીવો આશ્રયી ઉદયસ્થાનકો ગણાતા એક એક ઉદયસ્થાન અનેક પ્રકારે થાય છે તથા ક્રમશ: વધારતાં ભૂયકાર અને ઓછી કરતાં અલ્પતર થાય તે સ્વયમેવ સમજવા. અહીં જે ભૂયસ્કાર અને અલ્પતરી થાય તેનો પૂર્વોક્ત સંખ્યામાં કંઇ ઉપયોગ નથી કારણ કે સંખ્યા વધશે નહીં. માત્ર એક ભૂયસ્કા૨ કે એક અલ્પતર અનેક રીતે થાય છે એટલું સમજાશે. અહીં ઉદયસ્થાનકોની દિશા માત્ર બતાવી છે તેથી ભિન્ન ભિન્ન જીવો આશ્રયી ઉદયસ્થાન કો સ્વયમેવ સમજવા. ૨૬ ઉદયસ્થાનકોમાં કેવલીના ઉદયસ્થાનો આશ્રયી-૬, અવિરતિના ૪૪થી૧૮ સુધીના ૧૫ ઉદયસ્થાનકોમાં જે ક્રમે ઉદયમાં પ્રકૃતિઓ વધારી છે તે ક્રમે વધારતા ૧૪ અને છેલ્લું ૫૯નું એમ કુલ ૨૧ ભૂયસ્કાર થાય, અને કેવલી ભગવંતના ૪ ગણીએ તો ૧૯ ભૂયસ્કાર થાય. ૨૬ના ઉદયસ્થાનકોમાં કેવલી મહારાજના ઉદયસ્થાનો આશ્રયી તથા અવિરતિના ૫૮ થી ૪૪ સુધી ના ૧૫ ઉદયસ્થાનકોમાં પચ્ચાનુપૂર્વીએ પ્રકૃતિ ઓછી કરતાં ૧૪ અલ્પતર થાય. જેમ કે ૫૮ પ્રકૃતિના ઉદયમાંથી નિદ્રા, ભય અને જુગુપ્સામાંથી કોઇપણ એક ઓછી કરતાં ૫૭નું, કોઇપણ બે ઓછી કરતાં પ૬નું અને ત્રણ ઓછી કરતાં ૫૫નું ઉદયસ્થાન થાય, એ પ્રમાણે અન્યત્ર પણ સમજવું. તથા પ૯ પ્રકૃતિના ઉદયવાળાને નિદ્રા આદિ પ્રકૃતિ ઓછી થતાં ૫૮નું અલ્પતર થાય. આ રીતે કુલ ૨૪ અલ્પતર થાય. અહીં એક ભૂયસ્કાર અને અલ્પતર અનેક રીતે થઈ શકે છે પણ અવધિના ભેદે ભૂયસ્કારાદિનો ભેદ નહિ ગણાતો હોવાથી તેઓની તેટલી જ સંખ્યા થાય છે. તથા ૪૪નો ઉદય વિગ્રહગતિમાં વર્તતાં ક્ષાયિક સમ્યકત્વીને હોય છે અને તેમાં ભય વિગેરે ઉમેરતાં છેલ્લો ૪૭નો ઉદય થાય છે. અને ૪૮નો ઉદય ભવસ્થાને હોય છે. એટલે ૪૮ના ઉદયથી ૪૭ના ઉદયસ્થાનકે જાય નહીં તેથી તેની અપેક્ષાએ અલ્પતર ન ઘટે તેમ લાગે છે, પરંતુ ૪૬ના ઉદયવાળા મિથ્યાત્વીને ભય જુગુપ્સા વધે એટલે ૪૮નો ઉદય થાય તેમાંથી ભય કે જુગુપ્સા કોઇપણ એક ઘટાડવાથી ૪૭નું અલ્પતર થાય, આ રીતે ૪૭નું અલ્પતર સંભવે છે.
૯૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org