________________
૧૪૦
કર્મપ્રકૃતિ ભાગ - ૩
ભવસ્થ સમ્યગુદૃષ્ટિ દેવ - નારકને ૪૮-૪૯-૫૦-૫૧ એ ૪ ઉદયસ્થાનકો - ભવસ્થ એવા ક્ષાયિક સમ્યગ્દષ્ટિ દેવ-નારકને પૂર્વે કહેલ ૪૪માંથી આનુપૂર્વી બાદ કરતાં અને વૈક્રિયદ્રિક, ઉપઘાત, પ્રત્યક, સમચતરસ સંસ્થાન એ પાંચ ઉમેરતાં ૪૮ પ્રકૃતિઓનો ઉદય થાય છે. તે ૪૮માં વેદક સમ્યકત્વ, ભય જુગુપ્સા એ ત્રણમાંથી એક ઉમેરતાં ૪૯નો ઉદય થાય છે. કોઇપણ બે ઉમેરવાથી ૫૦ અને એકી સાથે ૩ ઉમેરવાથી પવનો ઉદય થાય છે.
ભવસ્થ ક્ષાયિક સમ્યગ્દષ્ટિ તિર્યંચ કે મનુષ્યને ૪૯-૫૦-૫૧-પર-પ૩ એ ૫ ઉદયસ્થાનકો :- અથવા જે પૂર્વે કહેલ જ ૪૪માંથી આનુપૂર્વે બાદ કરતાં અને ઔદારિકદ્રિક, પ્રથમસંસ્થાન, સંઘયણ, ઉપઘાત, પ્રત્યેક એ ૬ પ્રકૃતિઓ ઉમેરતાં ૪૯ પ્રકૃતિઓનો ઉદય ભવસ્થ સમ્યકત્વી તિર્યંચ અથવા મનુષ્યને હોય છે. તે જ ૪૯માં વેદકસમ્યકત્વ, ભય, જુગુપ્સા એ ત્રણમાંથી કોઇપણ એક એક ઉમેરતાં ૫૦નો ઉદય થાય છે. કોઇપણ બે ઉમેરવાથી પવનો ઉદય થાય છે. ત્રણને ઉમેરતાં પરનો ઉદય થાય છે. નિદ્રા ઉમેરવાથી પ૩નો ઉદય થાય છે.
શરીર પર્યાપ્તિએ પર્યાપ્ત સમ્યગદષ્ટિ દેવ - નારકને ૫૦-૫૧-પર-પ૩ એ ૪ ઉદયસ્થાનકો :- અથવા જે ભવસ્થ દેવ- નારક યોગ્ય ૪૮માં શરીર પર્યાપ્તિએ પર્યાપ્ત ક્ષાયિક સમ્યગ્દષ્ટિ દેવ કે નરકને પરાઘાત, કોઇપણ એક વિહાયોગતિ ઉમેરતાં ૫૦નો ઉદય થાય છે, તે જ ૫૦માં વેદક સમ્યકત્વ, ભય, જુગુપ્સામાંથી કોઇપણ એક એક પ્રકૃતિ ઉમેરવાથી ૫૧નો ઉદય થાય છે. કોઇપણ બે ઉમેરવાથી પરનો ઉદય થાય છે. ત્રણે ઉમેરવાથી પ૩નો ઉદય થાય છે.
શરીર પર્યાપ્તિએ પર્યાપ્ત સમ્યગદષ્ટિ તિર્યંચ કે મન ને ૫૧-૫૨-૫૩-૫૪-૫૫ એ ૫ ઉદયસ્થાનકો :- અથવા જે શરીરસ્થ એવા ક્ષાયિક સમ્યગુદૃષ્ટિ તિર્યંચ કે મનુષ્યને પૂર્વે ૪૯ કહી છે તેમાં શરીર પર્યાપ્તિએ પર્યાપ્ત થયા પછી પરાઘાત અને શુભવિહાયોગતિ ઉમેરતાં પ૧નો ઉદય થાય છે. તે પ૧માં વેદક સમ્યકત્વ, ભય, જુગુપ્સા, નિદ્રા એ ૪માંથી કોઇપણ એક એક ઉમેરતાં પરનો ઉદય થાય છે. કોઇપણ બે ઉમેરતાં પ૩નો, કોઇપણ ૩ ઉમેરતાં ૫૪નો, અને ચારે ઉમેરતાં પપનો ઉદય થાય છે.
શ્વાસોશ્વાસ પર્યાપ્તિએ પર્યાપ્ત સ0 - તિ- મનુ0 ને પર થી ૫૬ના ૫ ઉદયસ્થાનકો - અથવા જે ક્ષાયિક સમ્યગુદષ્ટિ તિર્યંચ કે મનુષ્યને અનંતરોક્ત ૫૧માં પ્રાણપાન પર્યાપ્તિએ પર્યાપ્ત થયા પછી શ્વાસોચ્છવાસનો ઉદય ઉમેરતાં પરનો ઉદય થાય છે. તે જ પર માં વેદકસમ્યક્ત્વ - ભય - જુગુપ્સા - નિદ્રા એ ૪ માથી કોઇપણ ૧-૨-૩-૪ ઉમેરતાં અનુક્રમે ૫૩-૫૪-૫૫-૫૬નો ઉદય થાય છે.
ભાષાપર્યાપ્તિએ પર્યાપ્ત સમ્યo તિમન ને ૫૩ થી ૫૮ના ૬ ઉદયસ્થાનકો :- અથવા જે શ્વાસોશ્વાસ પર્યાપ્તિએ પર્યાપ્તને પૂર્વે કહેલ પ૨માં ભાષાપર્યાપ્તિએ પર્યાપ્તને સ્વર ઉમેરવાથી પ૩નો ઉદય થાય છે. તેમાં વેદક સમ્યકત્વ - ભય - જુગુપ્સા નિદ્રાને પૂર્વે કહેલ રીતથી ઉમેરતાં (૫૪-૫૫-૫૬) પ૭ના અન્ત સુધીનો ઉદય થાય છે. તિર્યંચને આશ્રયીને ઉદ્યોતનામકર્મ ઉમેરતાં ૫૮નો ઉદય થાય છે.
અવિરતિ સમ્યગુદૃષ્ટિના આ સઘળા ઉદયસ્થાનો નિદ્રા - ભય – જુગુપ્સા અને ઉદ્યોત એ અધૂવોદય હોવાથી તેઓને ઓછી વત્તી કરતાં અલ્પતર અને ભૂયસ્કાર એમ બંને રૂપે સંભવે છે.
૧લા મિથ્યાદષ્ટિ ગુણસ્થાનકે ૪૬ થી ૧૯ સુધીના ૧૪ ઉદયસ્થાનકો - મિથ્યાદૃષ્ટિને ૪૬ થી ૫૯ સુધીના ઉદયસ્થાનકો હોય છે. અને તે સપ્તતિકા સંગ્રહમાંથી પૂર્વાપર ભાવનો વિચાર કરી નિદ્રા, ભય, જુગુપ્સા અને ઉદ્યોત એ પ્રકુતિઓને ઓછીવત્તી કરી પોતાની મેળે જ સમજવાં.
૮૯ મિથ્યાષ્ટિના ઉદયસ્થાનકોનો સામાન્ય વિચાર આ પ્રમાણે મિથ્યાદષ્ટિને વિગ્રહગતિમાં જ્ઞા ૦-૫, દર્શ૦-૪, વેટ-૧, મોહનીયની - અનંતાનુબંધિ
ક્રોધાદિમાંથી ક્રોધાદિ-૪, યુગલ-૧, વેદ-૧ અને મિથ્યાત્વમોહનીય એ૮, આય૦-૧, ગોત્ર-૧, અંતરાય-૫ એમ ૭ કર્મની ૨૫ અને નામકર્મની ૨૧ કુલ ૪૬ પ્રકૃતિઓનો ઉદય હોય છે. તેમાં ભય - જુગુપ્સા - નિદ્રાને અનુક્રમે ૧-૨-૩ ઉમેરતાં ૪૭-૪૮-૪૯નો ઉદય થાય છે.
તથા ભવસ્થ એકેન્દ્રિયને પૂર્વે કહેલ ૪૬માંથી આનુપૂર્વી બાદ કરતાં અને પ્રત્યેક, ઔદારિક શરીર, ઉપઘાત, હુંડક સંસ્થાન એ ચાર ઉમેરતાં નામકર્મની - ૨૪ કુલ ૪૯નો ઉદય થાય છે. તેમાં ભય - જુગુપ્સા નિદ્રાને અનુક્રમે ૧-૨-૩ ઉમરતમાં ૫૦-૫૧-પરનો થાય છે.
તથા પૂર્વોકત ૪૯માંથી શરીર પર્યાપ્તિએ પર્યાપ્તને પરાઘાતનો ઉદય વધે એટલે ૫૦નો ઉદય થાય છે. તેમાં ભય - જુગુપ્સા - નિદ્રાને અનુક્રમે ૧-૨-૩ ઉમેરતાં ૫૧-૫૨-૫૩નો ઉદય થાય છે.
તથા તે ૫૦માં ઉચ્છવાસ પર્યાપ્તિએ પર્યાપ્તને શ્વાસોચ્છવાસનો ઉદય વધે એટલે ૫૧નો ઉદય થાય. તેમાં ભય - જુગુપ્સા-નિદ્રાને અનુક્રમે ૧-૨-૩ ઉમેરતાં ૫૨-૫૩-૫૪નો ઉદય થાય છે.
તથા તે પૂર્વોક્ત ૫૧માં ઉદ્યોત અથવા આતપનો ઉદય વધે એટલે પરનો ઉદય થાય. તેમાં ભય - જુગુપ્સા - નિદ્રાને અનુક્રમે ૧-૨-૩ ઉમેરતાં ૫૩-૫૪-૫૫નો ઉદય થાય છે. ૬ નારોકોને હુડકસંસ્થાન
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org