________________
સત્તાપ્રકરણ
૧૩૯
તથા સ્વાભવસ્થ (અને દારિક કાય યોગે વર્તતાં) તેઓને પરાઘાત, વિહાયોગતિ, ઉચ્છવાસ અને સ્વરના ઉદય
ક્રમે ૩૩ અને ૩૪ નો ઉદય થાય છે. તે બન્નેમાંથી સ્વરને રોકતાં અનુક્રમે ૩૨ અને ૩૩નો ઉદય થાય છે.
તે બન્નેમાંથી પણ ઉચ્છવાસને રોધતાં અર્થાત્ શ્વાસોચ્છવાસનો ઉદય રોકાય ત્યારે અનુક્રમે ૩૧ અને ૩૨નો ઉદય થાય છે.
આ પ્રમાણે ૧૦ ઉદયસ્થાનકો કેવલી ભગવંતને હોય છે. એ ૧૦ ઉદયસ્થાનકોમાં છ ભૂયસ્કારોદય છે. અને તે સામાન્ય કેવલી અને તીર્થકરને આશ્રયી ૨૯ અને ૩૦ આદિ જાણવાં. બાકીના સંભવતાં નથી. તે કારણ પૂર્વે કહ્યું છે.
‘નવ અલ્પતરોદય છે, અને તે ૩૪ વિના સર્વે પણ જાણવાં.
(-: ૪થા ગુણસ્થાનકે ૪૪થીપ૮ સુધીના ૧૫ ઉદયસ્થાનકો :-). વિગ્રહગતિમાં વર્તતાં (સાયિક) સમ્યગદષ્ટિને ૪૪-૪૫-૪૬-૪૭ = ૪ ઉદયસ્થાનકો :- ૪૪નો ઉદય દર્શનસપ્તક ક્ષયવાળા અવિરત સમ્યગ્દષ્ટિને = ક્ષાયિક સમ્યકત્વીને અંતરાલ ગતિમાં વર્તતાં હોય છે. ત્યાં જ્ઞાનાવરણ-૫, દર્શનાવરણ-૪, અંતરાય-૫, અનંતાનુબંધિ સિવાય અપ્રત્યાખ્યાનાવરણાદિ કષાય-૩, ૩ વેદમાંથી કોઇપણ વેદ, બે યુગલમાંથી કોઇપણ એક યુગલ, એ પ્રમાણે ૬ મોહનીયની પ્રકૃતિઓ એમ ઘાતિકર્મની સર્વસંખ્યા ૨૦ પ્રકૃતિઓ થાય. ત ૪ ગતિમાંથી કોઇપણ એક ગતિ, ૪ આનુપૂર્વીમાંથી ગતિને અનુસરતી એક આનુપૂર્વી, પંચેન્દ્રિયજાતિ, ત્રસ, બાદર, પર્યાપ્ત, સુભગ કે દુર્ભગ, આદેય કે અનાદેય, યશકીર્તિ કે અયશ-કીર્તિ, નિર્માણ, અગુરુલઘુ, સ્થિર, અસ્થિર, શુભ, અશુભ, તેજસ, કાર્મણ, વર્ણાદિ-૪ એ પ્રમાણે નામકર્મની ૨૧, ૪ આયુ0 માંથી કોઇપણ એક આયુષ્ય, બે વેદનીયમાંથી એક વેદનીય અને બે ગોત્રમાંથી એક ગોત્ર એ પ્રમાણે સર્વમલીને ૨૪ અઘાતિકર્મની પ્રકૃતિઓ, તેથી સર્વ મલીને ઘાતિની-૨૦ + અધાતિની -૨૪ = ૪૪ પ્રકૃતિઓનો ઉદય થાય છે.
તે ૪૪માં વેદક સમ્યકત્વ“ ભય જુગુપ્સામાંથી કોઇપણ એક ઉમેરવાથી ૪૫નો ઉદય હોય છે. કોઇપણ બે ઉમેરવાથી ૪૬નો ઉદય હોય છે. (અર્થાત્ સમ્ય૦ - ભય અથવા સમ્યo - જુગુપ્સા અથવા ભય - જુગુપ્સા એમ ૨ પ્રકૃતિ ઉમેરવાથી ૪૬નો ઉદય થાય છે.) (સમ્યકત્વમોહનીય ભય અને જુગુપ્સા) એ ૩ પ્રકૃતિઓ ઉમેરવાથી ૪૭નો ઉદય થાય છે.
અહીં ટીકામાં ભૂલ છે. ટીકામાં કોઇપણ-૧ વેદ, મનુષ્યાયુ, ઉચ્ચગોત્ર સહિત કહ્યું છે. પણ તે તો શરૂઆતમાં આવી ગયેલ છે.અહીં ટીકામાં કે કેવલી મહારાજના ૧૦ ઉદયસ્થાનમાં ૨૯-૩૦-૩૧-૩૨-૩૩ અને ૩૪ રૂ૫ ૬ ભૂયસ્કાર કહ્યાં છે પણ ચાર થાય છે. તે આ પ્રમાણે સમુધાત અવસ્થામાં કાર્પણ કાયયોગે વર્તતાં સામાન્ય કેવલી તથા તીર્થકરને અનુક્રમે ૨૩-૨૪નો ઉદય હોય છે, તેમાં સાતમે સમયે ઔદારિક મિશ્રર્યાગે વર્તતાં તેઓને પ્રત્યેક આદિ-૬ પ્રકૃતિનો ઉદય વધે એટલે ૨૯-૩૦નો ઉદય થાય છે. તથા તેઓને ૮મા સમયે દારિક કાયયોગે વર્તતાં સ્વર વગેરે ૪ પ્રકૃતિનો ઉદય વધે એટલે ૩૩-૩૪નો ઉદય થાય છે. આ પ્રમાણે ૨૯-૩૦-૩૩ અને ૩૪ના ઉદયરૂ૫ ૪ ભૂયસ્કારોદય થાય છે, પરંતુ કોઇ રીત ૩૧-૩૨ના ઉદયરૂપ ભૂયસ્કાર ઘટતા નથી.
અલ્પતરોદય તો ઘટે છે. ૩૩-૩૪ના ઉદયવાળા સ્વરનો રોધ કરે ત્યારે તેઓને ૩૨-૩૩નો ઉદય થાય અને ઉચ્છવાસનો રોધ થતાં ૩૧-૩૨નો ઉદય થાય, એટલે અહીં ૩૩-૩૨-૩૧ એ ત્રણે અલ્પતરોદય થાય. આ રીતે ૩૧-૩૨ના અલ્પતરો થાય છે, પણ ભૂયસ્કાર થતા નથી. પછી તો જ્ઞાની મહારાજ જાણે અલ્પતરદય ૯ આ પ્રમાણે યોગના રોધ કાળે ૩૧-૩૨ના ઉદયે વર્તતાં સામાન્ય કેવલી અને તીfકરો અયોગીપણાને પ્રાપ્ત કરે ત્યારે તેઓને ૧૧-૧૨નો ઉદય થાય છે. તથા જ્યારે સમુદ્ધાત કરે ત્યારે તે બંનેને બીજે સમયે ઔદારિકમિશ્રિયોગે વર્તતાં સ્વર આદિ પ્રકૃતિનો ઉદય ઓછો થાય ત્યારે ૩૦ અને ૨૯નો ઉદય થાય અને કાર્પણ કાર્પણ કાયયોગે વર્તતાં પ્રત્યકાદિ ૬ પ્રકૃતિનો ઉદય ઓછો થાય ત્યારે ૨૪-૨૩નો ઉદય થાય, અને યોગન નિરોધ કરતાં પૂર્વે ટી-૮૫માં કહ્યા પ્રમાણે ૩ અલ્પતર થાય એટલે ૧૧-૧૨-૩૦-૨૯-૨૪-૨૩-૩૩-૩૨ અને ૩૧ એ નવ અલ્પતરોદય થાય છે. અહીં સમ્યકત્વમોહનીયનો ઉદય ક્ષયોપશમ સમ્યકત્વીને જ હોય છે. એટલે જ્યાં જ્યાં સમ્યક ત્વમોહનીયનો ઉદય લીધો હોય ત્યાં તે ઉદયસ્થાનવાળા લાયોપથમિક સમ્યકત્વી હોય છે તેમ સમજવું. તથા ભય - જુગુપ્સાનો ઉદય દરેકને હોય જ છે. એમ નથી પરંતુ કોઇ વખતે બેમાંથી એકનો, કોઇ વખતે બંનેનો ઉદય હોય છે, અને કોઇ વખતે બેમાંથી એકનો પણ ઉદય હોતો નથી તેથી જ વારાફરતી ઉમેરવાના હ્યાં છે. દેવ, નારકીઓને અપર્યાપ્ત અવસ્થામાં નિદ્રાનો ઉદય હોય તેમ લાગતું નથી. મનુષ્ય - તિર્યંચને સંભવે છે કેમ કે તેના ઉદયમાં ગણેલ છે. ૪૪નો ઉદય દેવ-નારક આશ્રયી લીધો હોય તેમ લાગે છે કારણ કે ૪૪ના ઉદયસ્થાનમાં નિદ્રા વધારીને ઉદયસ્થાન વધાર્યું નથી. પછી જ્ઞાની મહારાજ જાણે.
Jain Education International
For Personal & Private Use Only
www ainelibrary.org