________________
૧૩૬
કર્મપ્રકૃતિ ભાગ- (-: અથ નામકર્મના ૧૨ ઉદયસ્થાનકોમાં ભૂયસ્કારાદિનું સ્વરૂપ :-)
નામકર્મના ૧૨ ઉદયસ્થાનકો છે. તે આ પ્રમાણે કહે છે. ૨૦-૨૧-૨૪ આદિથી ૩૧ સુધી, ૯ અને ૮ છા ૨૦-૨૧-૨૪-૨૫-૨૬-૨૭-૨૮-૨૯-૩૦-૩૧-૯-૮, અને આના પણ આગળ સંવેધ કહેવાશે.
૮ ભૂયસ્કાર ઉદય :- અહીં ભૂયસ્કાર ઉદય ૮ છે, ૮ના ઉદયથી ૯ના ઉદયમાં ૯ના ઉદયથી ૨૦ના ઉદયમાં, અને ૨૦ના ઉદયથી ૨૧ના ઉદયમાં કોઇ જીવો જતા નથી. પરંતુ ૨૧ના ઉદયસ્થાનકથી શરૂ કરીને યથાયોગ્ય સંસારમાં અથવા સમુઘાત સમયે ૨૪ આદિ ઉદયસ્થાનકોને વિષે જ ગમનનો સંભવ હોય છે.
૯ અલ્પતરોદય :- અલ્પતર ઉદય - ૯ છે. કારણ કે ૯ના ઉદયથી ૮ના ઉદયમાં, ૨૧ના ઉદયથી ૨૦ના ઉદયમાં અને ૨૫ના ઉદયથી ૨૪ના ઉદયમાં જવાનો સંભવ નથી. તેથી નવ જ અલ્પતર ઉદય છે. (પરંતુ ૮-૯-૨૦-૨૧ આ ચારે અલ્પતરો આવે ૨૪-૨૫-૩૧ ન હોય પરંતુ વિચારતાં તો ૨૪-૨૫ આવે ફક્ત ૩૧ ન આવે.
અને તે (અલ્પતર ઉદયો) તીર્થકર અને અતીર્થકર અર્થાત્ સામાન્ય કેવલીઓને સમુઘાત અને અયોગીપણું પ્રાપ્ત થતાં તેને આશ્રયીને કઇ રીતે થાય છે. તેનો વિચાર કરે છે.
વભાવસ્થ જ તીર્થકર નામકર્મ રહિત કરતાં જીવને (અર્થાતુ સામાન્ય કેવલીને) મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસ, બાદર, પર્યાપ્ત, સુભગ, આદય, યશ-કીર્તિ, અગુરુલઘુ, તેજસ, કાર્મણ, નિર્માણ, વર્ણાદિ-૪, સ્થિર અસ્થિર, શુભ, અશુભ, પ્રથમ સંઘયણ, ઉપઘાત, પ્રત્યેક, ઔદારિકદ્ધિક, ૬ સંસ્થાનમાંથી કોઇપણ એક સંસ્થાન, પરાઘાત, ઉચ્છવાસ, કોઇપણ એક વિહાયોગતિ સુસ્વર કે દુઃસ્વર લક્ષણરૂપ ૩૦ પ્રકૃતિઓનો ઉદય હોય છે. અને તીર્થકરોને તીર્થકર નામકર્મ સહિત કરતાં ૩૧નો ઉદય હોય છે.
(૧) સાઠ કેને - ૩૦ થી ૨૬ના ઉદયે ૧લો અલ્પતરોદય :- તેથી સમુદ્યાત કરતાં સામાન્ય કેવલીને બીજે સમયે દારિક મિશ્રકાયયોગે વર્તતાં પરાઘાત, ઉચ્છવાસ, કોઇપણ એક વિહાયોગતિ સુસ્વર દુઃસ્વરમાંથી એક (એમ ૪ પ્રકૃતિઓના) ઉદય ન હોવાથી તે ઓછો થતા ર૬નો અલ્પતરોદય હોય છે.
(૨) તીર્થકરને ૩૧ થી ૨૭ના ઉદયે રજો અલ્પતરોદય :- પરાઘાત, ઉચ્છવાસ - શુભવિહાયોગતિ સુસ્વર (એ ચાર પ્રકૃતિઓનો) નિરોધ થતાં ૨૭નો અલ્પતરોદય તીર્થકરને હોય છે.
(૩) સા... કેને ૨૬ થી ૨૦ના ઉદયે ૩જો અલ્પતરોદય :- ૨૬ના ઉદયવાળા સમુઘાત પ્રવિષ્ટ એવા સામાન્ય કેવલીને ત્રીજા સમયે કાર્મણ કાયયોગમાં વર્તતાં ઉદય પ્રાપ્ત સંસ્થાન, પ્રથમ સંઘયણ, ઔદારિકદ્ધિક, ઉપઘાત, પ્રત્યેક રૂપ ૬ પ્રકૃતિઓનો ઉદય ઓછો થતાં ૨૦નો અલ્પતરોદય હોય છે.
(૪) તીર્થકરને ૨૭ થી ૨૧ના ઉદયે ૪થો અલ્પતરોદય :- જ (ત્રીજા) સમયે તીર્થકરને ઉપર કહેલી ૬ પ્રકૃતિઓનો ઉદય ઓછો થતાં ૨૧નો અલ્પતરોદય હોય છે.
(૫) તીર્થકરને ૩૧ થી ૩૦ના ઉદયે પમો અલ્પતરોદય :- અયોગીપણાને પ્રાપ્ત કરતાં તીર્થકરને (યોગના રોધ કાલે) ૩૧ના ઉદયમાંથી સ્વરનો નિરોધ થાય ત્યારે ૩૦નો અલ્પતરોદય હોય છે.
(૬) તીર્થકર અને સાકેને ૩૦ થી ર૯ ના ઉદયે ૬ઠ્ઠો અલ્પતરોદય :- તેમાંથી (૩૦માંથી) પણ ઉચ્છવાસનો નિરોધ થતાં ૨૯નો અલ્પતરોદય (તીર્થકરને) હોય છે. સામાન્ય કેવલીને ૩૦માંથી સ્વરનો નિરોધ થતાં ૨૯નો અલ્પતરોદય હોય છે.
(૭) સાકે. ને ૨૯ થી ૨૮ ના ઉદયે ૭મો અલ્પતરોદય :- તેમાંથી (૨૯માંથી) ઉચ્છવાસનો નિરોધ થતાં ૨૮નો અલ્પતરોદય હોય છે.
૮૨
અહીં કોઇપણ આત્મા ૯ના ઉદયથી ૮ના ઉદયે, તેમજ ૨૧ના ઉદયથી ૨૦ના ઉદયે જતો નથી, કારણ કે ૯નું અને ૨૧નું ઉદયસ્થાન તીર્થકરને હોય છે, તેઓ કંઇ સામાન્ય કેવલીના ઉદયસ્થાનકે જતા નથી, માટે એ બે અલ્પતર ઘટતા નથી. એ મ ટીકામાં જણાવ્યું છે, પણ કઇ પ્રકૃતિ સ્વરૂપ અલ્પતર ઘટતા નથી તે સ્પષ્ટ લખ્યું નથી છતાં ૮ પ્રકૃતિરૂપ અને ૨૦ પ્રકૃતિરૂપ બે અલ્પતર ઘટતાં નથી એવો ભાવ સમજાય છે. પરંતુ આ જ ગાથાની ટીકામાં આગળ આ બન્ને અલ્પતરો ઘટાવ્યા છે, તેથી આ પંક્તિઓ લખવાનો ભાવ શું છે? તે બહુશ્રુત જાણે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org