________________
સત્તાપ્રકરણ
૧૩૫
- અથ ઉદયસ્થાનકોને વિષે ભૂયસ્કારાદિનું સ્વરૂપ :-)
-: અથ મોહનીય-નામકર્મ સિવાયના કર્મોના ઉદયસ્થાનકોમાં ભૂયસ્કારાદિનું સ્વરૂપ :-)
હવે ઉદયસ્થાનકોને વિષે કહે છે. ત્યાં પ્રથમ દરેક જ્ઞાનાવરણીય આદિ ઉત્તપ્રકૃતિઓના ઉદયસ્થાનોને વિષે ભાવવા જોઇએ. અને તે આ પ્રમાણે છે.....
જ્ઞાનાવરણ, અંતરાય, જૈવેદનીય, આયુષ્ય અને ગોત્રકર્મનો એક એક ઉદયસ્થાને ૫-૫ પ્રકૃતિના સમૂહરૂપ અને એક - એક પ્રકૃતિરૂપ ઉદયસ્થાન છે. | દર્શનાવરણીયના ૨ ઉદયસ્થાન - ૪ અને ૫નું છે. ત્યાં “ચક્ષુ - અચક્ષુ - અવધિ કેવલદર્શનાવરણરૂપ-૪ છે, તે જ નિદ્રાપંચકમાંથી કોઇપણ એક નિદ્રા સહિત કરતાં પનો ઉદય હોય છે. કારણ કે નિદ્રા પરાવર્તમાન ઉદયવાળી હોવાથી બે-ત્રણ આદિ ઉદયમાં આવે નહીં.
અહીં એક ભૂયસ્કાર, અને એક જ અલ્પતર છે, બે અવસ્થિત છે, અવક્તવ્ય તો નથી. કારણ કે ક્ષીણમોહે સર્વ દર્શનાવરણ પ્રકૃતિ ઉદય વિચ્છેદ થયે છતે ફરી ઉદયનો અસંભવ છે.
ઇતિ મોહનીય નામકર્મ સિવાયના ૬ કર્મોના ઉદયસ્થાનકોમાં ભૂયસ્કારાદિનું સ્વરૂપ સમાપ્ત
-: અય મોહનીયકર્મના ૯ ઉદયસ્થાનકોમાં ભૂયસ્કારાદિ સ્વરૂપ :-) મોહનીયના ૯ ઉદયસ્થાનકો છે. ૧-૨-૪-૫-૬-૭-૮-૯ અને ૧૦ છે. અને તેના આગળ સંવેધમાં બતાવશે. અહીં ૮ ભૂયસ્કાર, ૮ અલ્પતર અને ૯ અવસ્થિત છે, અને અવક્તવ્ય ઉદયસ્થાનકના ૫ છે. તે આ પ્રમાણે કહે છે. ૧-૬-૭-૮ અને ૯ છે.
(૧) ત્યાં જ્યારે ઉપશાંતમોહ ગુણસ્થાનકથી અદ્ધાક્ષયે પડે ત્યારે સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનકે પ્રવેશ કરતાં પહેલા સંજ્વલન લોભ ઉદયમાં આવે છે. તેથી તેને પ્રથમ સમયે સંજ્વલન લોભરૂપ એક પ્રકૃત્યાત્મક અવક્તવ્ય ઉદય થાય છે.
(૨) જ્યારે ઉપશાંતમોહ ગુણસ્થાનકે મરીને દેવલોકમાં જાય ત્યારે પ્રથમ સમયે જ ૪થા ગુણસ્થાનકે જાય છે. અને તે જો ક્ષાયિકસમ્યગુદષ્ટિ હોય તો ભય અને જુગુપ્સાનો અવેદક થાય, (અર્થાત્ ભમ્ - જુગુપ્સા -ઉદયમાં ન હોય) ત્યારે તે જીવને અનંતાનુબંધિ સિવાયના કોઇપણ ૩ - ક્રોધાદિક પુરુષવેદ, હાસ્ય - રતિ યુગલ, એ ૬ પ્રકૃતિઓ ઉદય પ્રાપ્ત થાય ત્યારે પ્રથમ સમયે ૬ પ્રકૃત્યાત્મક બીજો અવક્તવ્ય ઉદય થાય છે.
(૩) જો તે પ્રથમ સમયે જ ક્ષાયોપથમિક સમ્યકત્વને વેદતો હોય, અથવા ક્ષાયિક સમ્યગુદષ્ટિ જ થયો છતો ભય કે જુગુપ્સાને અનુભવે છે, ત્યારે ૭ પ્રકૃત્યાત્મક ત્રીજો અવક્તવ્ય ઉદય હોય છે.
(૪) જ્યારે ક્ષાયોપથમિક સમ્યકત્વી ભય અથવા જુગુપ્સા, અને ક્ષાયિક સમ્યગુદષ્ટિવાળાને પણ પ્રથમ સમયે ભય-જુગુપ્સાનો એકી સાથે ઉદય થયે છતે ૮ પ્રકૃત્યાત્મકનો ચોથો અવક્તવ્ય ઉદય હોય છે.
(૫) ક્ષાયિક સમ્યકત્વના અભાવે ક્ષાયોપથમિક સમ્યકત્વી ભય અને જુગુપ્સા એ બંનેને એક સાથે ઉદય હોય ત્યારે ૯ પ્રકૃત્યાત્મકનો પમો અવક્તવ્ય ઉદય હોય છે.
ઇતિ મોહનીયકર્મના ૯ ઉદયસ્થાનકોમાં ભૂયસ્કારાદિ સ્વરૂપ સમાપ્ત
અહીં વેવ - આo - ગોળ નું એક એક પ્રકૃતિરૂપ ઉદયસ્થાન છે. કારણ કે તેઓની ઉત્તઅકતિઓ પરસ્પર પરાવર્તના હોવાથી એક સાથે ૨ - ૩ ઉદયમાં
આવતી નથી, પરંતુ એક સમયે કોઇપણ એકનો જ ઉદય થાય છે. ૭૯ ચક્ષુદર્શનાવરણાદિ -૪ ધ્રુવોદય હોવાથી તે ચારેનો એક સાથે ઉદય હોય છે. પરંતુ નિદ્રા અધૂવોદયિ અને પરસ્પર વિરૂદ્ધ હોવાથી કોઇ વખતે
નિદ્રાનો ઉદય નથી પણ હોતો અને જ્યારે હોય ત્યારે પમાંથી કોઈપણ એકનો ઉદય હોય છે. માટે યથોક્ત બે જ ઉદયસ્થાનકો સંભવે છે. દેવગતિમાં ભવના પ્રથમ સમયથી આરંભી અંતર્મુહૂ પર્યત અવશ્ય હાસ્ય-રતિનો જ ઉદય હોય છે. એટલે હાસ્ય -રતિ એ બે પ્રકૃતિ જ ગ્રહણ કરી
૧૧માં ગુણસ્થાનકેથી જેઓ ભવક્ષયે પડે છે તેઓ અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થાય છે, અને ભ વના પ્રથમ સમયે ક્ષાયોપથમિક સમ્યકત્વ પ્રાપ્ત કરે છે, પણ પૂર્વભવનું ઉપશમશ્રેણિનું ઉપશમ સમ્યકત્વ અહીં લાવતા નથી એમ એક આચાર્ય મહારા જ માને છે. તેથી ઉપર લખ્યા પ્રમાણે પ્રથમ સમયે સમ્યકત્વ મોહનીયકર્મ વેદે છે, તે સમયે ક્ષાયિક સમ્યગુદષ્ટિ ન હોય. એવો પણ એક મત છે કે ઉપશમશ્રેણિનું ઉપશમસમ્યકત્વ લઈ અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થાય છે, તેમના મતે ઉદયસ્થાનકો અને અવક્તવ્ય ઉદય ક્ષાયિક સમ્યકત્વીની જેમ ધટે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org