________________
૧૩૦
કર્મપ્રકૃતિ ભાગ - ૩
સર્વ ઉત્તરપ્રવૃતિઓના ૨૮ ભૂયસ્કારબંધ :- અહીં ૨૮ ભૂયસ્કાર છે, તે આ પ્રમાણે કહે છે.
૧૦માં ગુણસ્થાનકે - (૧) એક પ્રકૃતિનું બંધસ્થાન ઉપશાંતમોહ ગુણસ્થાનક આદિમાં હોય છે. તે ઉપશાંતમોહથી પરિભ્રષ્ટ = ૫ડીને સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનકે આવીને જ્ઞાનાવરણ-૫, અંતરાય-૫, દર્શનાવરણ-૪, યશ : કીર્તિ અને ઉચ્ચ ગોત્ર રૂપ = ૧૬ પ્રકૃતિઓ અધિક બાંધતા ૧૭ પ્રકૃતિઓના બંધરૂપ પ્રથમ ભૂયસ્કાર થાય છે.
૯માં ગુણસ્થાનકે - (૨) ત્યાંથી (૯મા) અનિવૃત્તિ બાદર ગુણસ્થાનકે પ્રવેશ કરતા શરૂઆતમાં સંજવલન લોભ અધિક બાંધતા ૧૮ પ્રકૃતિના બંધરૂપ બીજો ભૂયસ્કાર થાય છે. (૩) ત્યાર પછી સંજ્વલન માયાનો પણ બંધ થતાં ૧૯ પ્રકૃતિના બંધરૂપ ત્રીજો ભૂયસ્કાર થાય છે. (૪) ત્યાર પછી સંજ્વલન માનનો બંધ થતા ૨૦ પ્રકૃતિઓના બંધરૂપ ચોથો ભૂયસ્કાર થાય છે. (૫) ત્યાર પછી સંજ્વલન ક્રોધનો પણ બંધ થતાં ૨૧ પ્રકૃતિના બંધારૂપ ૫મો ભૂયસ્કાર થાય છે. (૬) ત્યાર પછી પણ નીચે ઉતરતા પુરુષવેદને પણ બાંધતા ૨૨ પ્રકૃતિના બંધરૂપ ૬ઠ્ઠો ભૂયસ્કાર થાય છે.
૮મા ગુણસ્થાનકે :- (૭) ત્યાર પછી અપૂર્વકરણ ગુણસ્થાનકે પ્રવેશ કરતા ભય, જુગુપ્સા, હાસ્ય અને રતિ એ ૪ પ્રકૃતિ અધિક બાંધતા ર૬ પ્રકૃતિના બંધારૂપ ૭મો ભૂયસ્કાર થાય છે. (૮) ત્યાર પછી તે જ અપૂર્વકરણ ગુણસ્થાનકે ક્રમ વડે નીચે ઉતરતાં નામકર્મની દેવગતિ પ્રાયોગ્ય ૨૮ બાંધતા યશ કીર્તિ સિવાય બાકીની ૨૭ પ્રકૃતિઓ અધિક પ્રાપ્ત થાય છે. તેથી (૨૬ - ૨૭) = ૫૩ પ્રકૃતિના બંધારૂપ ૮મો ભૂયસ્કાર થાય છે. (૯) તે જ જીવને જિનનામ સહિત દેવગતિ પ્રાયોગ્ય ૨૯ બાંધતા ૫૪ પ્રકૃતિના બંધારૂપ ૯મો ભૂયસ્કાર થાય છે. (૧૦) આહારકટ્રિક સહિત (દેવ પ્રાયોગ્ય) ૩૦ બાંધતા (૫૩ + ૨) પ૫ પ્રકૃતિના બંધારૂપ ૧૦મો ભૂયસ્કાર થાય છે. (૧૧) આહારકદ્ધિક - જિનનામ સહિત (દેવ પ્રાયોગ્ય) ૩૧ બાંધતા (૫૩ + ૩) ૫૬ પ્રકૃતિના બંધરૂપ ૧૧મો ભૂયસ્કાર થાય છે. (૧૨) (ત્યાર પછી એ જ ગુણસ્થાનકે નીચે ઉતરતા દેવ પ્રાયોગ્ય) ૩૦ની સાથે નિદ્રાદ્ધિક બાંધતા (૫૫+ ૨) = ૫૭ પ્રકૃતિના બંધારૂપ ૧૨મો ભૂયસ્કાર થાય છે. (૧૩) ૩૧ની સાથે નિદ્રાદ્ધિક બાંધતા ૫૮ પ્રકૃતિના બંધારૂપ ૧૩મો ભૂયસ્કાર થાય છે.
૬ઠ્ઠા ગુણસ્થાનકે - (૧૪) ત્યાર પછી પ્રમત્ત ગુણસ્થાનકે આવીને દેવાયુષ્ય સહિત તે જ ૫૮ પ્રકૃતિ બાંધતા ૫૯ પ્રકૃતિના બંધરૂપ ૧૪મો ભૂયસ્કાર થાય છે.
પમાં ગુણસ્થાનકે - (૧૫) ત્યાર પછી દેશવિરતિ ગુણસ્થાનકે આવીને દેવાયુષ્ય વિના નામકર્મની ૨૯ના બંધકને પ્રત્યાખ્યાનાવરણ કષાય-૪ અધિક બાંધતા ૬૦ પ્રકૃતિના બંધારૂપ ૧૫મો ભૂયસ્કાર થાય છે. (૧૬) તે જ જીવને (દેવાયુષ્ય સહિત) ૨૯ બાંધતા ૬૧ પ્રકૃતિના બંધારૂપ ૧૬મો ભૂયસ્કાર થાય છે.
૪થા ગુણસ્થાનકે :- (૧૭) ત્યાર પછી અવિરત સમ્યગુદષ્ટિ ગુણસ્થાનકે આવીને નામકર્મની ૨૮ બાંધતા અને આયુષ્યના બંધ વિના અપ્રત્યાખ્યાન કષાય -૪ નો અધિક બંધ થતાં ૬૩ પ્રકૃતિના બંધરૂપ ૧૭મો ભૂયસ્કાર થાય છે. અહીં અન્ય પ્રકારનો અસંભવ હોવાથી ૬૨ પ્રકૃતિનું બંધસ્થાન સર્વથા સંભવે નહીં, તેથી તેનો ભૂયસ્કાર પણ પ્રાપ્ત ન થાય. (૧૮) ત્યાર પછી તે જ અવિરત સમ્યગુદષ્ટિને નામકર્મની ૨૯ બાંધતા ૬૪ પ્રકૃતિના બંધારૂપ ૧૮મો ભૂયસ્કાર થાય છે. (૧૯) તે જ જીવને (દેવગતિમાં) મનુષ્યગતિ પ્રાયોગ્ય ૩૦ બાંધતા ૬૫ પ્રકૃતિના બંધરૂપ ૧૯મો ભૂયસ્કાર થાય છે. (૨૦) તે જ જીવને આયુષ્ય બંધ અધિક થતાં ૬૬ પ્રકૃતિના બંધરૂપ ૨૦મો ભૂયસ્કાર થાય છે.
૧લા ગુણસ્થાનકે :- (૨૧) ત્યાર પછી મિથ્યાત્વ ગુણસ્થાનકે ગયેલાને નામકર્મની ૨૩ બાંધતા આયુષ્યના બંધકને મિથ્યાત્વ, અનંતાનુબંધિ-૪ અને થીણદ્વિત્રિક બાંધતા ૬૭ પ્રકૃતિના બંધરૂપે ૨૧મો ભૂયસ્કાર થાય છે. (૨૨) તે જ જીવને
૭૬ ટીકામાં જ્યાં ૧૨મો ભૂયસ્કાર લખ્યો છે. ત્યાં દશઃ જોઇએ. અને ૧૨મ ભૂયસ્કાર ટીકામાં નથી તેથી ત્યાં “ તતસ્તભિનેતાપૂર્વજ
गुणस्थानकेऽधस्तादवतरतो नामत्रिंशता सह निद्राद्विकं बघ्नतःसप्तपञ्चाशत्प्रकृत्यात्मको द्वादशो भूयस्कारः ।"
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org