________________
સત્તાપ્રકરણ
૧૩૧
નામકર્મની ૨૫ બાંધતા આયુષ્યના બંધ વિના ૬૮ પ્રકૃતિના બંધારૂપ ૨૨મો ભૂયસ્કાર થાય છે. (૨૩) તે જ ૨૫ના બંધ કવાલા જીવને આયુષ્ય સહિત બંધ થતાં ૬૯ પ્રકૃતિના બંધારૂપ ૨૩મો ભૂયસ્કાર થાય છે. (૨૪) તે જ મિથ્યાષ્ટિ ૨૬ના બંધકને આયુષ્યના બંધમાં ૭૦ પ્રકૃતિના બંધારૂપ ૨૪મો ભૂયસ્કાર થાય છે. (૨૫) તે જ જીવને નામકર્મની ૨૮ના બંધકને આયુષ્યના બંધ વિના ૭૧ પ્રકૃતિના બંધરૂપ ૨૫મો ભૂયસ્કાર થાય છે. (૨૬) તે જ જીવને આયુષ્યના બંધ સહિત ૭૨ પ્રકૃતિના બંધરૂપ ૨૬મો ભૂયસ્કાર થાય છે. (૨૭) તે જ મિથ્યાષ્ટિને ૨૯ના બંધકને આયુષ્ય બાંધતા ૭૩ પ્રકૃતિના બંધરૂપ ૨૭મો ભૂયસ્કાર થાય છે. (૨૮) તે જ જીવને નામકર્મની ૩૦ બાંધતા અને આયુષ્યના બંધકવાળાને ૭૪ પ્રકૃતિના બંધરૂ૫ ૨૮મો ભૂયસ્કાર થાય છે.
અહીં કેટલાક ભૂયસ્કાર જુદા જુદા (બંધસ્થાનકની અપેક્ષાએ) અવધિ સ્થાનથી વારંવાર સંભવે છે, પણ એકવાર ગ્રહણ કર્યા હોવાથી જુદા ગણવામાં આવતા નથી. તેથી ૨૮ જ ભૂયસ્કાર છે.
આના અનુસાર અલ્પતર પણ ૨૮ જ વિચારવા. અવસ્થિતબંધ તો બંધસ્થાન જેટલાં ૨૯ છે. અવક્તવ્ય બંધ તો અહીં સંભવતો જ નથી, કારણ કે સર્વ ઉત્તપ્રકૃતિઓનો અબંધક (અયોગી ગુણસ્થાનકે) થાય છે. (તેથી ત્યાંથી પડવાનો અભાવ હોવાથી) ફરીથી બંધકપણું પ્રાપ્ત થતું નથી.(યંત્ર નંબર ૧૮-૧૯ જુઓ)
તે પ્રમાણે દરેક જ્ઞાનાવરણીય આદિ ઉત્તર પ્રવૃતિઓના અને સામાન્યથી સર્વ ઉત્તર પ્રવૃતિઓના બંધસ્થાનક વિષે ભૂયસ્કારાદિ કહ્યાં.
ઇતિ સર્વ ઉત્તરપ્રવૃતિઓના બંધસ્થાનોને વિષે ભૂયસ્કારાદિ સમાપ્ત
૭૭ ૧લા મિથ્યાત્વ ગુણસ્થાનકે :- ઉત્કૃષ્ટ જ્ઞાઠ-૫, દર્શ૦-૯, ૩૦-૧, મોહ-૨૨, આયુ-૧, ના૦-૩૦, ગોત્ર-૧ અને અંતc-૫ = ૭૪ પ્રકતિઓ બાંધી
(૧) તેમાંથી આયુ કે ઉદ્યોત ઓછી બાંધતાં ૭૩ અને (૨) બંને ઓછી બાંધતા ૭૨ એમ બે અલ્પતર થાય. (૩) તથા નામકર્મની ૨૮ અને શેષ ૬ કર્મની ૪૩ કુલ ૭૧ બાંધતા ત્રીજો અલ્પતર અથવા મ0 - તિ પ્રાયોગ્ય ૨૯ બાંધતા અને શેષ ૬ કર્મની ૪૨ કુલ ૭૧ બાંધતા ત્રીજો અલ્પતર થાય છે. (૪) તથા સાસ્વાદન ગુણસ્થાનકે કોઈ જીવ નામકર્મની ૨૮ + મિથ્યાત્વ રહિત મોહ૦ની ૨૧ + દેવાયુ + ૫ કર્મની-૨૦ = ૭૧ બાંધતાં આયુષ્યનો બંધ અટકે એટેલે ૭૦ બાંધતાં ૪થો અલ્પતર, (૫) આ મિથ્યાદષ્ટિ નામકર્મની ૨૬ + આયુ + શેષ ૬ કર્મની ૪૩ = ૭૦માંથી આયુ રહિત ૬૯ બાંધતાં પમો અલ્પતર, (૬) તથા આયુ, કે ઉદ્યોત બંધ અટકાવીને એકેનિયાદિ યોગ્ય ૨૫ અને શેષ ૬ કર્મની ૪૩ = ૬૮ બાંધતાં ૬૪ો અલ્પતર થાય. (૭) આયુ સહિત ૬૭ બાંધનારને આયુષ્યનો બંધ અટકાવાથી ૬૬નો ૭મો અલ્પતર તે જ મિથ્યાદષ્ટિને થાય.
૪થા ગુણસ્થાનકે :- (૮) અહીં દેવલોકનો જીવ મનુષ્પાયુ સહિત જ્ઞા-૫, ૬૦-૬, વે-૧, મોહ-૧૭, આ૦-૧, ગોળ-૧, અંતo-૫ અને નામકર્મની મનુષ્યગતિ યોગ્ય જિનનામ સહિત ૩૦ = ૬૬માંથી આયુ, બાંધતો અટકે એટલે ૬૫ બાંધતાં ૮મો અલ્પતર થાય. (૯-૧૦) દેવાયુ: અને જિનનામ સહિત દેવયોગ્ય ૬૫માંથી આયુષ્ય બાંધતા અને અટકીને ૬૪ બાંધતા અને જિનના વાગર દેવાયુષ્ય સહિત દેવયોગ્ય ૬૪માંથી દેવાયુષ્ય બાંધતાં અટકીને ૬૩ બાંધતાં ૯મો - ૧૦મો અલ્પતર થાય.
પમા ગુણસ્થાનકે - (૧૧) દેવ પ્રાયોગ્ય જિનનામ - દેવાયુ સહિત ૬૧ બાંધતો જીવ જ્યારે આયુષ્યનો બંધ અટકે એટલે ૬૦નો ૧૧મો અલ્પતર. (૧૨) તેવી જ રીતે જિનનામ વિના દેવાયુષ્ય સહિત ૬૦ બાંધનારને દેવાયુષ્યનો બંધ અટકે એટલો પ૯નો ૧૨મો અલ્પતર થાય.
૬ઠ્ઠા ગુણસ્થાનકે :- (૧૩) દેવાયુ સહિત ૫૯માંથી આયુષ્ય બાંધતાં અટકે ત્યારે જ્ઞા૦-૫, ૬૦-, ૦૦-૧, મો-૯, ગo-૧, અંતo-૫ અને નામકર્મની જિનનામ અને આહારકદ્ધિક સાથે દેવગતિ પ્રાયોગ્ય ૩૧ એમ ૫૮ બાંધતાં ૧૩મો અલ્પતર થાય. (૧૪) તે જ જીવ દેવ પ્રાયોગ્ય જિનનામ બંધ વિના ૩૦ અને દેવાયું બાંધીને અટકે ત્યારે ૫૭ બાંધતાં ૧૪મો અલ્પતર થાય. (૧૫) જિનનામ સહિત ૫૮ બાંધનાર આહારકદ્ધિક નહીં બાંધતાં ૫૬ના બંધે ૧૫મો અલ્પતર થાય. (૧૬) અને જિનનામ વિના ૫૬માંથી દેવાયુષ્યનો બંધ અટકાવીને ૫૫ બાંધતાં ૧૬મો અલ્પતર થાય.
૮માં ગુણસ્થાનકે :- (૧૭) ૫૬ના બંધવાળા નિદ્રાદ્વિકના બંધથી અટકીને જ્ઞા૦-૫, ૬૦-૪, વે-૧, મો-૯, ગo-૧, અંડ-પ અને નામકર્મની જિનનામ સાથે દેવગતિ યોગ્ય ૨૯ એમ ૫૪ બાંધતાં ૧૭મો અલ્પતર થાય. (૧૮) તે જ રીતે જિનનામ વિના પ૩ બાંધતાં ૧૮મો અલ્પતર થાય. (૧૯) તથા ૮૭ ભાગે જ્ઞા-૫, ૬-૪, ૧૦-૧, મો-૯, ગોળ-૧, અંડ-પ અને નામકર્મની યશકીર્તિ એક એમ ૨૬ બાંધતાં ૧૯મો અલ્પતર થાય. ( ૯માં ગુણસ્થાનકે :- (૨૦) ૨૬માંથી હાસ્ય-૪ વિના જ્ઞા૦-૫, ૬-૪, વે-૧, મોહ-૫, ના-૧, ગો-૧, અં-૫ = ૨૨ બાંધતાં ૨૦મો અલ્પતર થાય. (૨૧) પુરુષવેદ વિના ૨૧ બાંધતાં ૨૧મો અલ્પતર થાય. (૨૨) સંજ્વલન ક્રોધ વિના ૨૦ બાંધતાં ૨૨મો અલ્પતર થાય. (૨૩) સંજ્વલન - માન વિના ૧૯ બાંધતાં ૨૩મો અલ્પતર થાય. (૨૪) સં - માયા વિના ૧૮ બાંધતાં ૨૪ મો અલ્પતર થાય.
૧૦માં ગુણસ્થાનકે :- (૨૫) ૧૮માંથી સં - લોભ વિના ૧૭ બાંધતાં ૨૫મો અલ્પતર થાય.
૧૧માં ગુણસ્થાનકે :- (૨૬) ૧૭માંથી એક સાતા વેદનીય બાંધતાં ર૬મો અલ્પતર થાય. આ પ્રમાણે ૨૬ અલ્પતર થાય છે. પણ ટીકામાં ૨૮ અલ્પતર આપેલા છે. તથા પંચસંગ્રહ ભાગ-૧ પાંચમા દ્વારની ટીપ્પણમાં પણ ૨૮ અલ્પતર આપેલ છે. પણ તે વાસ્તવિક રીતે ઘટી શકતા નથી. (તત્ત્વ કેવલી ગમ્ય)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org