________________
કર્મપ્રકૃતિ ભાગ-૩ નામકર્મના ૬ ભૂયસ્કારબંધ - ૧થી૩ બાંધતો ન હોવાથી ૧-૨૩ એબે બંધસ્થાનના ભૂયસ્કાર આવતાં નથી. કેમ કે સૌથી ઓછી છે, અને ૨૩ કરતાં ઓછી બાંધીને ૨૩ બાંધતો નથી. માટે ૨૩ આદિના બંધથી૨૫ આદિના બંધમાં ૬ જ ભૂયસ્કાર સંભવે છે. કેમ કે ૩૧નો બંધ સૌથી વધારે હોવાથી ૩૧ થી ૧-૨ કે ૩૦ નો બંધ કરવાથી ભૂયસ્કારન થવાથી૬ જ ભૂયસ્કાર થાય. | હવે અહીં કોઇ કહે છે કે પડતાં સમયે એક પ્રકૃતિના બંધને આશ્રયીને ૩૧ પ્રકૃતિનો બંધ પણ છે. તેથી ૧ પ્રકૃતિની અપેક્ષાએ ૩૧ પ્રકૃતિઓનો ભૂયસ્કાર બંધ થાય છે. તેથી ૭ ભૂયસ્કાર પ્રાપ્ત થાય છે. અને આ યુક્ત = (બરાબર) છે. ૭ ભૂયસ્કાર અન્ય શાસ્ત્રમાં પણ કહ્યાં છે. અને શત કચૂર્ણમાં પણ કહ્યું છે. ““વાખોરવાતીસંગારૂત્તિ મૂનોIRા સત્ત'' તિ અર્થ :- ૧ના બંધથી ૩૧ના બંધ જાય તેથી ભૂયસ્કાર-૭ છે. તે વાત અયુક્ત છે.૩૧ના બંધરૂપ ભૂયસ્કારનું ૨૮આદિની અપેક્ષાએ પૂર્વે જ ગ્રહણ કરેલ હોવાથી એક બંધની અપેક્ષાએ તેને જુદો જણાવવાનો યોગ્ય ન હોવાથી. અર્થાત્ ૨૮ આદિની અપેક્ષાએ પહેલા ૩૧નો ભૂયસ્કાર જણાવ્યા જ છે. હવે એકની અપેક્ષાએ૩૧નો ભૂયસ્કાર જુદો કહેવો જરૂરી નથી. કારણ કે અવધિના ભેદથી ભૂયસ્કારના ભેદનીવિવક્ષા થતી નથી. તે પ્રમાણે જો અવધિના ભેદથી ભૂયસ્કાર જુદા થાય તો ભૂયસ્કારનું અતિ બાહુલ્યની પ્રસિદ્ધિ થશે. અર્થાત્ ઘણાં જ ભૂયસ્કાર એકી સાથે થશે. તે આ પ્રમાણે કહે છે. ક્યારેક ૨૮ના બંધથી ૩૧ના બંધે જાય છે, ક્યારેક ૨૯ના બંધથી ૩૧ના બંધે જાય છે, ક્યારેક ૩૦ના બંધથી ૩૧ના બંધનો પ્રારંભ કરે. અને ક્યારેક ૧ના બંધથી ૩૧નાબંધે જાય છે. તથા ક્યારેક ૨૩ના બંધથી પણ ૨૮નાબંધે જાય છે, ક્યારેક ૨૫ આદિના બંધથી૨૮ના બંધમાં જાય છે. તો તે દરેકની અપેક્ષાએ થતા ભૂયસ્કારો જુદા થશે. અને તે રીતે સાત સિવાય પણ ઘણાં ભૂયસ્કાર થશે. અને તેથી તે ઇષ્ટ નથી. તે કારણથી અવધિ ભેદથી ભૂયસ્કાર ભેદ નથી તેથી ૬ જ ભૂયસ્કારભેદ છે. અન્ય શાસ્ત્રમાં ૭ ભૂયસ્કારની જે વાત કરી છે, તે બંધથી અનુતીર્ણ (અનાશ્રિત) અવધિભેદ ભૂયસ્કારભેદનું પ્રયોજન નથી. પરંતુબંધથી ઉત્તીર્ણ (આશ્રિત) અવધિભેદભૂયસ્કારભેદનું પ્રયોજન છે. એ પ્રસંગના અભિપ્રાયથી કહ્યું છે. ત્યાં પણ પરમાર્થથીતો ૬ની અંદરજ અંતર્ભાવ જાણવો. એ પ્રમાણે તત્ત્વછે.
નામકર્મને ૭ અલ્પતરબંધ :- અલ્પતરબંધ -૭ છે. તે આ પ્રમાણે કહે છે. (૧) દેવત્વને પામેલ જીવ ૩૧થી૩૦ના બંધસ્થાને જાય છે. (૨) તે જ જીવ દેવભવથી એવન થતા ૩૦થી૨૯ના બંધે જાય છે. (૩) તથા ક્ષપકશ્રેણિ અથવા ઉપશમશ્રેણિમાં ૨૮ આદિથી ૧ના બંધસ્થાનક સુધીમાં (૩ જો અલ્પતર) હોય છે. અનેક જીવની અપેક્ષાએ યથાયોગ્ય ૩૦ આદિથી ૨૩ સુધીનું ગમન છે, તેથી ૭ અલ્પતર થાય છે.
નામકર્મના ૮ અવસ્થિતબંધ :- અવસ્થિત* ૮ જ છે.
નામકર્મના ૩ અવક્તવ્યબંધ :- અહીં અવક્તવ્ય તો ૩ છે. તે વળી આ પ્રમાણે છે. ઉપશાંતમોહ અવસ્થામાં નામકર્મનો સર્વથા અબંધક થઇને, અહીં જ ઉપશાંત અદ્ધાના ક્ષયથી (અર્થાત્ ૧૧માં ગુણ નો કાલ પૂર્ણ થયે) જ્યારે
(૨) તિર્યંચગતિમાં વર્તતાં જીવને -૯ બંધસ્થાનકો - અહીં સર્વ બંધસ્થાનક હોય છે. કારણ કે તિર્યંચ પણ સર્વ ગતિમાં ઉત્પન્ન થાય છે, તેથી મનમ્રગતિમાં વર્તતાં જીવની જેમ જાણવું. ફક્ત જિનનામ અને આહારકટ્રિક સાથે દેવગતિ યોગ્ય ૩૧નો બંધ અને શ્રેણિ યોગ્ય-૧નો બંધ એ બે બંધસ્થાનો નથી તેવી રીતે જિનનામ સહિત મનુ પ્રાયોગ્ય -૩૦, જિનનામ સહિત -૨૯ , અને આહારકદ્ધિક સહિત ૩૦ દેવ પ્રાયોગ્ય પણ બંધસ્થાનક ન હોય, (૩) નરકગતિમાં વર્તતાં જીવને બે બંધસ્થાનકો - અહીં નરકના જીર્વા તિર્યંચ અને મનુષ્યગતિ યોગ્ય બંધસ્થાનક હોય છે. કેમ કે નારકી મારીને અવશ્ય પર્યાપ્ત સંજ્ઞિ તિર્યંચ અને મનુષ્યમાં જ ઉત્પન્ન થાય છે. તે બંનેને યોગ્ય ૨૯નું બંધસ્થાન છે. ઉદ્યત સાથે તિર્યંચગતિ યોગ્ય પણ ૩૦નો બંધ કરે છે. તથા જે નારકી મરીને શ્રેણિકની જેમ તીર્થંકર થશે તે જિનનામ સાથે મનુષ્યગતિ યોગ્ય ૩૦નો બંધ કરે છે. (૪) દેવગતિમાં વર્તતાં જીવને ૪ બંધસ્થાનકો :- દેવગતિમાં વર્તતાં જીવ બાદર પર્યાપ્ત એકેન્દ્રિય યોગ્ય-૨૫ અને ૨૬ તથા મનુષ્ય - તિર્યંચ -ગતિયોગ્ય ૨૯-૩૦ એમ ૪ બંધસ્થાનો હોય છે. તેથી નરકગતિ પ્રાયોગ્ય -૨૮નું ૧બંધસ્થાન, દેવગતિ પ્રાયોગ્ય -૨૮-૨૯-૩૦-૩૧ = ૪ બંધસ્થાનો, એકેન્દ્રિય પ્રાગ્ય - ૨૩-૨૫-૨૬ = ૩ બંધસ્થાન, અને વિકલેન્દ્રિય - તિર્ય, પંચે, મનુષ્ય પ્રાયોગ્ય ૨૫-૨૯-૩૦ એ ૩ બંધસ્થાનકો અને અપ્રાયોગ્ય-૧નું ૧ બંધસ્થાન હોય છે. અહીં વિસ્તારથી સમજુતી પંચસંગ્રહ ભા-૩, ભાષાંતર ગાથા-૫૫થી૬૮ સુધીમાંથી જાણી લેવું. અહીં દેવત્વ એટલે કાળધર્મ પામેલ જીવ સમજ, અર્થાત્ આહારકદ્ધિક - જિનનામ સહિત દેવ પ્રાગ્ય ૩૧ બાંધી કાળધર્મ પામી દેવમાં જઇ જિનનામ સહિત મનુ પ્રાગ્ય ૩૦ બાંધતાં પહેલાં અલ્પતર થાય. દેવમાંથી એવી મનુષ્યગતિમાં આવી જિનનામ સહિત દેવગતિ પ્રાયંગ્ય ર૯ બાંધતાં બીજો અલ્પતર થાય, તથા ક્ષપકશ્રેણિ કે ઉપશમશ્રેણિ ઉપર ચઢતાં ૮માના છઠ્ઠાભાગ સુધી દેવગતિ પ્રાયોગ્ય-૨૮-૨૯-૩૦-૩૧ એ ચાર બંધસ્થાનક બાંધીને એ જ ૮૭ ભાગ ૧ યશ :કીતિનો જ બંધ કરે ત્યારે ૩જો અલ્પતર થાય, તથા મનુ કે તિય ગતિ પ્રાયોગ્ય ૨૯ બાંધી દેવ કે નરકગતિ પ્રાયોગ્ય ૨૮ બાંધતાં ચોથો અલ્પતર થાય. ૨૮ના બંધેથી એકે પ્રાયોગ્ય ૨૬ના બંધે જતાં પમ અલ્પત૨ તથા ૨૬ના બંધથી અનુક્રમે ૨૫ અને ૨૩ના બંધે જતાં ૬ઠ્ઠ - ૭ અલ્પતર થાય છે. જેટલાં બંધસ્થાન તેટલાં અવસ્થિતિબંધ હોય છે. તેથી અહીં ૮ અવસ્થિતબંધ છે. તેમાં ૨૩નો અવસ્થિતબંધ અલ્પતરથી, ૨૫-૨૬-૨૮-૩૧ એ ચાર અવસ્થિતબંધ ભૂયસ્કાર - અલ્પતર બન્ને રીતથી હોય છે. તથા ૩૦-૨૯-એ બે અવસ્થિતબંધ ભૂ૦ અલ્પ૦ અને અવક્તવ્ય એ ત્રણ રીતથી હોય છે. ૧નું અવસ્થિતબંધ અલ્પતર અને અવક્તવ્ય એ બે રીતથી. હોય છે.
૭૩
૭૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org