________________
સત્તાપ્રકરણ
: અથ નામકર્મના ૮ બંધસ્થાનકોમાં ભૂયસ્કારાદિનું સ્વરૂપ:
નામકર્મના ૮ બંધસ્થાનકો - નામકર્મના બંધસ્થાનકો ૮ છે. તે આ પ્રમાણે કહે છે. ૨૩-૨૫-૨૬-૨૮-૨૯-૩૦૩૧ અને ૧ છે. અને તે કૈજુદા જુદા જીવની અપેક્ષાએ જુદા જુદા પ્રકારે છે. તે સપ્તતિકા ના અર્થથી ભાવવું.
૨
उ
૫
૩૨.
૧૨૫
અહીં દેશોન પૂર્વકોટિ વર્ષ આ પ્રમાણે કોઇક પૂર્વકોટિ વર્ષના આયુવાળો આત્મા ગર્ભમાં કંઇક અધિક નવ માસ રહે. ત્યાર બાદ જન્મ થયા પછી આઠ વર્ષ સુધી દેશવિરતિ કે સર્વવિરતિને પ્રાપ્ત કરી શકતો નથી, કારણ કે જીવ સ્વભાવે ૮ વર્ષથી નીચેની વયવાળાને વિરતિને યોગ્ય પરિણામ થતા નથી. તેથી તેટલા કાળપર્યંત કોઇપણ જાતનું ચારિત્ર પ્રાપ્ત થતું નથી. એટલે તેટલું આયુ વીત્યા બાદ જેઓ દેશવિરતિ પ્રાપ્ત કરે તેઓ આશ્રયી દેશવિરતિ ગુણસ્થાનકનો દેશોન પૂર્વકોટિ કાળ ઘટે છે, પણ અધિક ઘટે નહિ. કારણ કે તેથી અધિક આયુવાળા યુગલિયા હોય છે. તેઓને તો વિરતિના પરિણામ જ થતા નથી, તેઓને માત્ર ૧થી૪ ગુણસ્થાનક હોય છે. તે જ પ્રમાણે સર્વવિરતિનો પણ ઉત્કૃષ્ટ કાળ દેશોન પૂર્વાટિ વર્ષ માટે સમજવું
મુનિનો પ્રમત્તપણામાં અથવા અપ્રમત્તપણામાં સમયથી આરંભી અંતર્મુહૂર્ત પર્યંત રહે છે, ત્યાર પછી પ્રમત્ત હોય તે અવશ્ય અપ્રમત્તે જાય અને અપ્રમત્ત હોય તે પ્રમત્તે જાય છે. તેથી પ્રમત્ત અપ્રમત્ત એ એક એકનો જધ૰થી સમય અને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત કાળ છે. એને જ વિચારે છે. પ્રમત્ત મુનિઓ કે અપ્રમત્ત મુનિઓ જય૦થી તે તે અવસ્થામાં એક સમય રહે છે. ત્યાર પછી મરણનો સંભવ હોવાથી અવિરતિપણામાં જાય છે. અહીં જઘન્યથી સમયનો કાળ મરનાર આશ્રયીને જ ઘટે છે. મ૨ણ ન પામે તો અંતર્મુહૂર્તનો જ કાળ હોય છે. તથા ઉત્કૃષ્ટથી અંતર્મુ કાળ છે. ત્યાર પછી અવશ્ય પ્રમત્તને અપ્રમત્તપણું દેશવિરતિપણું અથવા મરણ થાય છે. અને અપ્રમત્તને પ્રમત્તપણું કોઇપણ શ્રેણિ અથવા દેશવિરતિ આદિ પ્રાપ્ત થાય છે. તેથી પંચસંગ્રહ ભા-૧માં બીજા દ્વારની ગાથા ૪૪માં કહ્યું છે. સમયાો અંતમુદ્ પ્રમત્ત પમત્તવ મયંત મુળી । તેમૂળ પુલ્યોરિ, अन्नोन्नं चिहि भयंता ।।
અર્થ :- સમયથી આરંભી અંતર્મુહૂર્ત સુધી પ્રમત્તપણાને અથવા અપ્રમત્તપણાને સેવે છે. અને પરસ્પર એ બન્ને ગુણસ્થાનકને દેશોન પૂર્વેકોટિ વર્ષ સુધી સેવે છે. (અર્થાત્ ભજે છે.)
અહીં શંકા થાય કે અંતર્મુહૂર્ત પછી પ્રમત્તથી અપ્રમત્ત જાય અને અપ્રમત્તથી પ્રમત્ત ગુણસ્થાનકે જાય એ કેમ જાણી શકાય ? શા માટે દેશવિરતિ આદિની જેમ દીર્ધકાળ સુધી એ બે ગુણાસ્થાનક ન હોય ?
એ શંકાનો ઉત્તર આપતાં જણાવે છે કે - જે સંક્લેશ સ્થાનકોમાં વર્તતો મુનિ પ્રમત્ત હોય છે, અને જે વિશુદ્ધિ સ્થાનકોમાં વર્તતો મુનિ અપ્રમત્ત હોય છે, તે સંક્લેશ અને વિશુદ્ધિના સ્થાનકો પ્રત્યેક અસંખ્ય લોકાકાશ પ્રદેશ પ્રમાણ છે. અર્થાત્ મુનિપણામાં વર્તતો મુનિ જ્યાં સુધી ઉપશમ કે ક્ષપકશ્રેણિ પર ન ચડે ત્યાં સુધી જીવ સ્વભાવે સંક્લેશ સ્થાનોમાં અંતર્મુહૂર્ત રહી વિશુદ્ધિ સ્થાનકોમાં જાય, અને વિશુદ્ધિ સ્થાનકોમાં અંતર્મુહૂર્ત રહી સંક્લેશ સ્થાનકોમાં જાય છે. તથા સ્વભાવે દીર્ધકાળ સુધી સંક્લેશ સ્થાનકોમાં રહેતો નથી, તેમ દીર્ધકાળ સુધી વિશુદ્ધિસ્થાનકોમાં પણ રહી શકતો નથી. તેથી પ્રમત્તપણામાં અને અપ્રમત્તપણામાં દેશોન પૂર્વકોટિ વર્ષ સુધી પરાવર્તન કર્યા કરે છે. તે કારણથી પ્રમત્ત ભાવ અથવા અપ્રમત્ત ભાવ એ પ્રત્યેક અંતર્મુહૂર્ત કાળ પર્યંત જ હોય છે, વધારે કાળ હોતા નથી.
અહીં ગર્ભમાં કંઇક અધિક નવમાસ અને જન્મ થયા પછી ૮ વર્ષ જીવ સ્વભાવે વિરતિ પરિણામ થતા નહી હોવાથી અને તેટલો કાળ પૂર્વકોટિ આયુમાંથી ઓછો કરવાનો હોવાથી દેશોન પૂર્વકોટિ કાળ કહ્યો છે.
અહીં ૮મા ગુણસ્થાનકે પ્રથમ સમય પ્રમાણ કાળ કઇ રીતે હોય તે કહે છે. કોઇ એક આત્મા ઉપશમશ્રેણિમાં એક સમય માત્ર અપૂર્વક૨ણપણાને અનુભવી, અને કોઇ અનિવૃત્તિકરણે આવી તેને સમય માત્ર અનુભવી, અન્ય કોઇ સૂક્ષ્મસંપ૨ાયે આવી તેને સમયમાત્ર સ્પર્શી અન્ય કોઇ ઉપશાંતમોહ ગુણસ્થાનકને પ્રાપ્ત કરી તેને સમયમાત્ર અનુભવી કાળધર્મ પામી બીજે સમયે અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થાય છે, તેઓને મનુષ્યાયુના ચ૨મ સમય સુધી અપૂર્વકરણાદિ ગુણસ્થાનકો હોય છે, અને દેવપણામાં ઉત્પન્ન થયેલા તેઓને પહેલે સમયે જ અવિરતિ સમ્યગ્દષ્ટિ ગુણસ્થાનક પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે ઉપરોક્ત ચાર ગુણસ્થાનકમાંથી કોઇપણ ગુણસ્થાનકમાં સમય માત્ર રહી કાળધર્મ પામે તો તે અપેક્ષાએ તે તે ગુણસ્થાનકનો સમય માત્ર કાળ સંભવે છે. તેથી પંચ૰ ભાગ-૧ બીજી દ્વારની ગાથા- ૪૫ માં કહ્યું છે કે ‘‘ સમવાળો અંતમુહૂ પુવરબાપ ખાવ વસતો | '' અર્થ :- અપૂર્વકરણથી ઉપશાંતમોહ સુધીના ગુણસ્થાનકો સમયથી આરંભી અંતર્મુહૂર્ત પર્યંત હોય છે. અપૂર્વકરણાદિ સર્વ ગુણસ્થાનકોનો અંતર્મુહૂર્તનો કાળ હોવાથી અંતર્મુહૂર્ત પછી અન્ય ગુણસ્થાનકે જાય તેથી અથવા મરણ પ્રાપ્ત કરે તેથી તેઓનો ઉત્કૃષ્ટ કા અંતર્મુહર્ત ઘટે છે.
ક્ષપકશ્રેણિમાં અપૂર્વકરણાદિ દરેક ગુણસ્થાનોનો એક સરખો અંતર્મુહૂર્તનો જ કાળ છે. કારણ કે અહીં સર્વ કર્મનો ક્ષય ક૨વાનો હોય છે. તેથી ૫ ઉત્કૃષ્ટ અતર્મુહૂર્ત કાર્ય હોય છે.
ઉપશમશ્રેણિ પર આરૂઢ થયેલ જીવ ૬ - ૭ મા ગુણસ્થાનકે આવી જો ક્ષયોપશમ ભાવમાં આવી સર્વવિરતિપણામાં રહે તો પ્રમત્ત - અપ્રમત્તનું પરાવર્ત્તન કરી દેશોન પૂર્વકોટિ વર્ષ પણ રહી શકે છે.
મનુષ્યાદ્રિ ગતિમાં વર્તતાં જીવોને ક્યા બંધસ્થાનો કઇ ગતિ પ્રાયોગ્ય બાંધે છે તે નીચે પ્રમાણે જાણવું
(૧) મનુષ્યગતિમાં વર્તતાં જીવને ૮ બંધસ્થાનકો :- અહીં ૨૩ આદિ સર્વ બંધસ્થાનકો હોય છે. કારણ કે મનુષ્ય ચારે ગતિમાં ઉત્પન્ન થાય છે. એકે૰-પ્રાયોગ્ય - ૨૩ -૨૫-૨૬-= ૩, વિક૦ પ્રાયોગ્ય - ૨૫,૨૯,૩૦ = ૩, તિર્યં૰ પંચે પ્રાયોગ્ય - ૨૫-૨૯-૩૦ = ૩, મનુષ્યગતિ પ્રાયોગ્ય ૨૫-૨૯ = ૨, નરક પ્રાયોગ્ય - ૨૮નું ૧, દેવગતિ પ્રાયોગ્ય - ૨૮-૨૯-૩૦-૩૧ = ૪ અને ક્ષપક કે ઉપશમશ્રેણિમાં વર્તતાંજીવને ૧નું બંધસ્થાનક હોય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org