________________
૧૦૦
કર્મપ્રકૃતિ ભાગ - ૩
તેથી મૂળગાથામાં પણ કહ્યું છે કે “ાિળીત્યારે'' સમસ્ત યોગસ્થાનકૃત સ્પર્ધક સમુદાય તે બે સમયહીન ૧ આવલિકાના સમયો જેટલાં અધિક કરીએ ને અધિક કર્યો છ0 જેટલાં સર્વ યોગસ્થાનના સમુદાય થાય તેટલાં પ્રથમ સ્થિતિ વિચ્છેદમાં ‘‘અધિક સ્પર્ધકો થાય છે. તે આ પ્રમાણે....
બંધાદિ વિચ્છેદના અનન્તર સમયે બે સમયહીન બે આવલિકાના સમય પ્રમાણ સ્પર્ધકો પ્રાપ્ત થાય તેટલા સ્પર્ધકો છે. અને ત્યારે પ્રથમસ્થિતિમાં અનુદય આવલિકા એક બાકી રહેલ છે, અને દ્વિતીય સ્થિતિમાં બે સમયહીન બે આવલિકા પ્રમાણ ઉત્કૃષ્ટ સ્પર્ધક છે. જ્યારે પ્રથમસ્થિતિ સંબંધી અનુદય આવલિકા બીજી પ્રકૃતિમાં સંક્રમણ થતી સંપૂર્ણપણે વિચ્છેદ થાય છે. ત્યારે આગળ પણ બીજી સ્થિતિગત આવલિકા અન્યત્ર સંક્રમથી વિચ્છેદ પામતાં તૂટે છે. તેથી એક આવલિકા પ્રમાણ સ્પર્ધકો અન્યત્ર સંક્રમણ દ્વારા તુટતા હોવાથી જુદા ન ગણવા માટે તે સ્પર્ધકો વિચ્છેદ પામ્યા છતાં અને પ્રથમ સ્થિતિ વિચ્છેદ પામ્યા છતાં બાકીના બે સમયહીન આવલિકા સમય પ્રમાણ જ અધિક પ્રાપ્ત થાય છે. બીજા નહિ. (ચિત્ર નંબર ૩ જુઓ)
वेएसु फड्डगदुर्ग, अहिगा पुरिसस्स बे उ आवलिया । दुसमयहीणा गुणिया, जोगट्ठाणेहिं कसिणेहिं ।। ४६ ।। वेदेषु स्पर्धकद्धिक - मधिकानि पुरुषस्य द्वाभ्यां त्वावलिकाभ्याम् ।
द्विसमयहीनाभ्यां गुणितानि, योगस्थानैः कृत्स्नैः ।। ४६ ।। ગાથાર્થ :- વેદમાં બે બે સ્પર્ધક થાય છે, પુરુષવેદમાં સર્વ યોગસ્થાન સમુદાયને બે સમયહીન બે આવલિકાથી ગુણે તેટલાં સ્પર્ધકો બે સમયહીન બે આવલિકા અધિક થાય છે.
ટીકાર્ય :- વેદને વિષે = સ્ત્રીવેદ - પુરુષવેદ - નપુંસકવેદને વિષે દરેકના બે બે સ્પર્ધક થાય છે. તે આ પ્રમાણે કહે છે.... અભવ્ય પ્રાયોગ્ય જઘન્ય પ્રદેશની સત્તાવાળો કોઈ જીવ ત્રસમાં ઉત્પન્ન થાય, ત્યાં અનેકવાર દેશવિરતિ અને સર્વવિરતિ પ્રાપ્ત કરીને ૪ વાર મોહનીયને ઉપશમાવીને અને ૧૩૨ સાગરોપમ સુધી સમ્યકત્વનું પાલન કરીને સમ્યક્તથી પડયા સિવાય નપુંસકવેદ વડે ક્ષપકશ્રેણિ પર આરૂઢ થાય, ત્યાં નપુંસકવેદની પ્રથમ સ્થિતિના ઉપાજ્ય સમયે વર્તતો ઉપરની સ્થિતિનો અર્થાત્ બીજી સ્થિતિમાંનો ચરમ સ્થિતિખંડ અન્યત્ર (સં૦ ક્રોધાદિમાં) સંક્રમી જાય અને તે પ્રમાણે થવાથી ઉપરની બીજી સ્થિતિ સંપૂર્ણપણે નિર્લેપ (ખાલી) થાય. તેથી પ્રથમ સ્થિતિના અન્ય સમયે સર્વ જઘન્ય જે પ્રદેશસત્તા તે પ્રથમ પ્રદેશસત્તાસ્થાન કહેવાય છે.
ત્યાર પછી એક એક પરમાણુ પ્રક્ષેપથી (નાંખવાથી) યથાક્રમે જુદા જુદા જીવની અપેક્ષાએ અનન્તા પ્રદેશસત્તાસ્થાનો ત્યાં સુધી કહેવા કે જ્યાં સુધી ગુણિતકર્માશ જીવનું ઉત્કૃષ્ટ પ્રદેશસત્તાસ્થાન થાય, આ એક સ્પર્ધક થયું.
તથા બીજી સ્થિતિના અન્ય ખંડને સંક્રમાવતાં અન્ય સમયે પૂર્વ કહેલ ક્ષપિતકર્માશ પ્રકારે સર્વ જઘન્ય જે પ્રદેશસત્તાસ્થાન હોય ત્યાંથી શરૂ કરીને ભિન્ન ભિન્ન જીવોની અપેક્ષાએ ઉત્તરોત્તર વૃદ્ધિએ થતાં નિરન્તર પ્રદેશસત્તાસ્થાનો ત્યાં સુધી કહેવાં કે જ્યાં સુધી ગુણિતકર્માશ જીવનું સર્વ ઉત્કૃષ્ટ પ્રદેશસત્તાસ્થાન થાય. તેટલા પ્રમાણનું બીજું સ્પર્ધક થાય.
૪૫ અહીં ભાવાર્થ આ પ્રમાણે છે. પૂર્વે અન્ય પ્રદેશોદયાવલિકાના ને સ્થિતિઘાતના મલીને જેટલા સ્પર્ધકો આવલિકા પ્રમાણ કહ્યા તે સર્વ સ્પર્ધકો ઘણાં
કાળ પહેલાં બાંધેલ સત્તાગત દલિકના એકેક પ્રદેશની વૃદ્ધિએ હતા, અને આ બે સમયોન બે અાવલિકાના સ્પર્ધકો નવા બદ્ધ દલિકના યોગ્ય સ્થાનની નિરંતર વૃદ્ધિએ અને પ્રદેશોની અંતરવૃદ્ધિએ બનેલા છે, તો એ બેમાં કયા સ્પર્ધકો કેટલાં અધિક છે ? તેના જવાબમાં કહેવાય છે કે - પ્રદેશદ્યાવલિકા અને સ્થિતિઘાત સંબંધિ સ્પર્ધકોથી યોગસ્થાનકૃત બદ્ધદલિક સંબંધિ સ્પર્ધકો બે સમયો આવલિકાના સમય પ્રમાણ અધિક છે, કારણ કે ઉદયાવલિકા અને સ્થિતિઘાત સંબંધિ સ્પર્ધકો ૧ આવલિકા પ્રમાણ છે, અને બદ્ધસતુ દલિકના સ્પર્ધકો બે સમયોન ૨ આવલિકા પ્રમાણ છે, માટે બદ્ધદલિક સ્પર્ધકો બે સમયહીન આવલિકા સમય જેટલાં અધિક છે. બંધ વિચ્છેદ અનંતર ઉદયાવલિકા ઉદયવતીલતામાં અને બંધાવલિકા બધ્યમાનવતામાં એ પ્રમાણે બન્ને આવલિકાઓ યુગપતુ (સમકાળે) સંક્રમથી તૂટે છે માટે એ બેના સ્પર્ધકો ભિન્ન ગણાય નહિં માટે ઉદયાવલિકા સંબંધિ સ્પર્ધકોથી બદ્ધ વલિકાના સ્પર્ધકો બે સમયોન આવલિકા જેટલાં અધિક છે પરંતુ બે સમયોન બે આવલિકા જેટલાં અધિક નહીં. અહીં મૂળ ગાથામાં “ગુન' શબ્દ (ગુણાકાર વાચક નહિ પણ) અધિક વાચી સમજાય છે, અને તે સિવાય અર્થ સમીચીન રીતે બેસતો નથી.
આ સ્પર્ધક માત્ર સત્તાગત પ્રદેશ અપેક્ષાએ પ્રથમસ્થિતિમાં અનંત પ્રદેશસત્તાસ્થોના સમૂહનું બનેલું છે. ૪૮ આ સ્પર્ધક અન્ય સમયે દ્વિતીય સ્થિતિના (સર્વ જઘન્યાદિ) સંક્રમથી દ્વિતીય સ્થિતિમાં બનેલું છે, આ દ્વિતીયસ્થિતિનો સંક્રમ પણ પ્રથમ સ્થિતિના ઉપન્ય
સમયે જ સંપૂર્ણ થાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org