________________
સત્તાપ્રકરણ
પ્રશ્ન :- હવે સ્થિતિઘાત - રસઘાત - બંધ - ઉદય ને ઉદીરણા એ સર્વ વિચ્છેદ પામ્યા પછી અનન્તર સમયમાં બે સમયહીન બે આવલિકામાં જ બાંધેલું દલિક છે, અને બાકીનું નથી તે કેવી રીતે જાણવું ? તો
જવાબ :- કહે છે. અહીં અન્ય સમય સંબંધિ ક્રોધાદિને વેદનાર જીવે જે દલિક બાંધેલુ છે, તે દલિકને બંધાવલિકા પસાર થયા બાદ આવલિકામાત્ર કાલથી સંપૂર્ણપણે સંક્રમણ કરતાં આવલિકાના અન્ય સમયે જીવ સ્વરૂપ અપેક્ષાએ અકર્મપણું (તે કર્મ રહિત) થાય છે. તથા બે ચરમ સમયે (ઉપાજ્ય સમય) સંબંધિ ક્રોધાદિને વેદનાર જીવે જે દલિક ઉપાજ્ય સમયે બાંધેલું છે, તે દલિકને પણ બંધાવલિકા વીત્યા બાદ અન્ય એક આવલિકા માત્ર કાલથી સંપૂર્ણપણે - સંક્રમાવે છે. અને આવલિકાના (અર્થાત્ અન્ય આવલિકાના) અન્ય સમયે સ્વરૂપ અપેક્ષાએ અકર્મી થાય છે. એ પ્રમાણે જે કર્મ જે સમયે બાંધ્યું હોય તે કર્મ તે સમયથી શરૂ કરીને બીજી આવલિકાના અન્ય સમયે (સ્વરૂપ અપેક્ષાએ) અકર્મી થાય છે. અને તે પ્રમાણે થવાથી બંધ આદિના અભાવથી પ્રથમ સમયે બે સમયહીન બે આવલિકાનું બાંધેલું દલિક જ પ્રાપ્ત થાય છે, બાકીનું નહી. તે અસત્કલ્પનાથી આ પ્રમાણે છે....
તત્ત્વથી આવલિકાના અસંખ્ય સમય છે તો પણ અસત્ કલ્પનાથી ૪ સમય કલ્પીએ તો બંધાદિ વિચ્છેદના અન્ય સમયથી પૂર્વે આઠમા સમયે બાંધેલુ જે દલિક તે ૪ સમયાત્મક બંધાવલિકા પૂર્ણ થયા પછી બીજી ૪ સમયાત્મક આવલિકા વડે અન્ય પ્રકૃતિમાં સંક્રમનું સંક્રમનું સંક્રમાવલિકાના અન્ય સમયે કે જે સમયે બંધાદિનો વિચ્છેદ થાય છે તે સમયે સર્વથા સ્વસ્વરૂપે સત્તામાં રહેતું નથી. કારણ કે સર્વ દલિક પરમાં સંક્રમી જાય છે.
• બંધવિચ્છેદ સમયથી સાતમા સમયે જે કર્મ બાંધ્યું તે કર્મ ૪ સમય પ્રમાણ આવલિકા પસાર થયા બાદ ચાર સમયપ્રમાણ અન્ય આવલિકા વડે અન્ય પ્રકૃતિમાં સંક્રમાવતા બંધાદિ વિચ્છેદ સમયથી અનન્તર સમયે (અર્થાત્ અબંધના પહેલા સમયે) સ્વસ્વરૂપે સત્તામાં હોતું નથી. કારણ કે સંપૂર્ણપણે પરપ્રકૃતિરૂપે થઈ ગયુ છે.
" એટલે (અબંધના પહેલા સમયે) બંધવિચ્છેદ પૂર્વના છઠ્ઠા આદિ સમયનું બંધાયેલું દલિક સત્તામાં હોય છે. તે કારણથી બંધાદિ વિચ્છેદ થયા પછી અનન્તર સમયે બે સમયહીન બે આવલિકાએ બાંધેલા જ દલિક છે. બીજુ દલિક નથી.
ત્યાં બંધાદિના વિચ્છેદ સમયે જઘન્ય યોગે જે કર્મ બાંધ્યું તે કર્મ તેની બંધાવલિકા ગયા બાદ અન્ય આવલિકા વડે અન્યત્ર સંક્રમાવતાં સંક્રમાવલિકાના ચરમ સમયે હજી પરમાં સંક્રમાવ્યું નથી પરંતુ જેટલું કર્મદળ પરમાં સંક્રમાવશે તેટલું સંજ્વલન ક્રોધનું જઘન્ય પ્રદેશસત્તાસ્થાને કહેવાય છે.
એ પ્રમાણે બીજા યોગસ્થાને વર્તતાં બંધાદિ વિચ્છેદ સમયે જે દલિક બાંધ્યું તે જીવનું દલિક પણ અન્ય સમયમાં દ્વિતીય પ્રદેશસત્તાસ્થાન કહેવાય છે. એ પ્રમાણે ઉત્તરોત્તર યોગસ્થાનો ત્યાં સુધી કહેવા કે જ્યાં સુધી ઉત્કૃષ્ટ યોગસ્થાનવર્સી થયો છતો બંધાદિ વિચ્છેદ સમયે જે દલિક બાંધ્યું હોય તે દલિકને અન્ય સમયે સર્વ ઉત્કૃષ્ટ અન્તિમ પ્રદેશસત્તાસ્થાન થાય. એ પ્રમાણે ૯મા ગુણસ્થાનકે જઘન્ય યોગસ્થાનથી શરૂ કરીને (ઉત્કૃષ્ટ યોગસ્થાન સુધી) જેટલાં યોગસ્થાનો થાય છે તેટલાં બંધાદિ વિચ્છેદ સમયે બાંધેલ દલિકની પ્રદેશસત્તાસ્થાનો પણ અન્ય સમયે પ્રાપ્ત થાય છે. આ એક સ્પર્ધક થયું.
એ પ્રમાણે બંધાદિ વિચ્છેદના ઉપાજ્ય સમયે જઘન્ય યોગાદિથી જે દલિક બંધાય ત્યાં પણ દ્વિતીય આવલિકાના અન્ય સમયે પૂર્વની જેમ (અર્થાત્ જઘન્ય પ્રદેશસત્તાસ્થાનથી આરંભી ઉત્કૃષ્ટ પ્રદેશસત્તાસ્થાન પર્યત ચરમ સમયે બંધાયેલા દલિકના જે રીતે અને જેટલાં પ્રદેશસત્તાસ્થાનો વિચાર્યા) તેટલાં પ્રદેશસત્તાસ્થાનો વિચારવા ફક્ત તે બે સ્થિતિથી ઉત્પન્ન થયેલા પ્રદેશસત્તાસ્થાનો જાણવાં. કારણ કે બંધાદિ વિચ્છેદના અન્ય સમયે બાંધેલ દલિકની પણ તે સમયે બે સમય સ્થિતિના પ્રદેશસત્તાસ્થાનો પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે (અસંખ્ય સત્તાસ્થાનોના સમૂહનું.) બીજું સ્પર્ધક થાય છે.
એ પ્રમાણે બંધાદિ વિચ્છેદના ત્રિચરમ સમયે (અર્થાતુ ચરમસમયથી ત્રીજે સમયે) જઘન્ય યોગાદિથી જે બાંધેલ દલિક હોય તેના દ્વિતીય આવલિકાના અન્ય સમયે પૂર્વની જેમ તેટલાં પ્રદેશસત્તાસ્થાનો પ્રાપ્ત થાય છે. વિશેષ તે ત્રણ સ્થિતિના ઉત્પન્ન થયેલ વીચારવાં. કારણ કે બંધાદિ વિચ્છેદના અન્ય સમયે બાંધેલા દલિકની પણ ત્રણ સમય સ્થિતિની તેમજ ઉપાજ્ય સમયે બાંધેલ કર્મસત્તાના દલિકની બે સમય પ્રમાણ સ્થિતિનું પ્રાપ્તપણું હોવાથી. આ અસંખ્ય પ્રદેશસત્તાસ્થાનો ના સમૂહનું) ત્રીજું સ્પર્ધક થાય છે. એ પ્રમાણે બે સમયહીન બે આવલિકામાં જેટલાં સમયો છે તેટલા સ્પર્ધકો કહેવાં.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org