________________
સત્તાપ્રકરણ
૧૦૧
અથવા જ્યાં સુધી પ્રથમ સ્થિતિ અને દ્વિતીયસ્થિતિ વિદ્યમાન છે ત્યાં સુધી એક સ્પર્ધક. અને દ્વિતીયસ્થિતિમાં અન્ય દલિકના સંક્ષોભથી(નાંખવાથી) ક્ષય થયેલી સમયમાત્ર બાકી રહેલ પ્રથમ સ્થિતિ એ બીજુ સ્પર્ધક છે, એ પ્રમાણે બન્ને પ્રકારના સ્પર્ધકો સ્ત્રીવેદમાં પણ વીચારવા.
પુરુષવેદના બન્ને સ્પર્ધક આ પ્રમાણે વિચારવા ઉદયના અન્ય સમયે જે સર્વ જઘન્ય પ્રદેશની સત્તા હોય ત્યાંથી શરૂ કરીને અનેક જીવની અપેક્ષાએ એક એક પરમાણુની વૃદ્ધિથી નિરન્તર પ્રદેશસત્તાસ્થાનો ત્યાં સુધી કહેવાં કે જ્યાં સુધી ગુણિતકર્માશ જીવનું ઉત્કૃષ્ટ પ્રદેશસત્તાસ્થાન થાય આ અનંત પ્રદેશસત્તાસ્થાનોનું પહેલું સ્પર્ધક થાય. તથા ઉદયના અન્ય સમયે બીજી સ્થિતિ સંબંધી અન્ય ખંડ સંક્રમણ થતાં સર્વ જઘન્ય પ્રદેશસત્તાસ્થાનથી શરૂ કરી પૂર્વની જેમ બીજુ સ્પર્ધક કહેવું.
“દિ પુરિસગ્નેચર’ પુરુષવેદના વધારે પણ સ્પર્ધકો થાય છે. તે કેટલાં છે ? તો કહે છે. એ સમયહીન બે આવલિકા, પ્રથમા એ તૃતીયાના અર્થમાં હોવાથી બે સમયહીન બે આવલિકાથી ગુણતાં, યોગાસ્થતૈઃ કનૈઃ તૃતીયા વિભક્તિ પ્રથમાના અર્થમાં હોવાથી સ્નાન યોરચાનાનિ બે સમયહીન બે આવલિકાથી ગુણતાં જેટલાં સકલ યોગસ્થાનનો સમુદાય તેટલાં સ્પર્ધકો અધિક છે. બે સમયહીન બે આવલિકાના સમય પ્રમાણ અધિક થાય છે એ પ્રમાણે અર્થ છે. તે આ પ્રમાણે કહે છે..... પુરુષવેદનો બંધ ઉદયાદિ વિચ્છેદ થાય ત્યારે બે સમય હીન બે આવલિકાએ બાંધેલ દલિક વિદ્યમાન હોય છે. તે કારણથી જ્યારે અવેદક જીવ થાય ત્યારે સંજ્વલન ત્રિકમાં કહેલ પ્રકારે યોગસ્થાનોની અપેક્ષાએ બે સમયહીન બે આવલિકા પ્રમાણ સ્પર્ધકો થાય છે. આ દ્વિતીયસ્થિતિનો પ્રકાર જાણવો.
(અને અન્ય પ્રકાર કહેવાના અભિપ્રાયથી જાણવું) “ફોર સંત હવાW'' એ પ્રમાણે પંચસંગ્રહ પ્રથમ ભાગમાં પાંચમા દ્વારમાં કહ્યું છે અથવા આ બે સ્પેધક જાણવાં. જ્યાં સુધી પ્રથમસ્થિતિ અને દ્વિતીયસ્થિતિ વિદ્યમાન છે ત્યાં સુધી એક સ્પર્ધક, પ્રથમ સ્થિતિ અથવા દ્વિતીય સ્થિતિમાં અપર સ્થિતિ ક્ષય થાય ત્યારે બાકી રહેતાં બીજું સ્પર્ધક.
ત્યાં સ્ત્રીવેદ અને નપુંસકવેદની દ્વિતીય સ્થિતિ સંબંધી અન્ય દલિક પ્રક્ષેપ થતા પ્રથમસ્થિતિની એક સ્થિતિ બાકી રહેલી છે. અને પુરુષવેદની પ્રથમ સ્થિતિ ઉદયથી ક્ષય થતાં બે સમયહીન બે આવલિકાએ બાંધેલ (દલિક) પ્રમાણ બીજી સ્થિતિ બાકી રહે છે એ પ્રમાણે પંચસંગ્રહની વૃત્તિમાં વ્યાખ્યા હોવાથી. (ચિત્ર નં.-૪-૫ જુઓ)
सव्वजहन्नाढत्तं, खंधुत्तरओ निरंतरं उपिं । एगं उबलमाणी, लोभजसानोकसायाणं ।। ४७ ।। सर्वजघन्यारब्धं, स्कन्धोत्तरतो निरन्तरमपरि ।
एकमुद्वल्यमानानाम्, लोभयशोनोकषायाणाम् ।। ४७ ।। ગાથાર્થ :- સર્વ જઘન્ય પ્રદેશસત્તાસ્થાનથી પ્રારંભીને નિરન્તરપણે સર્વોત્કૃષ્ટ સ્થાન સુધી પૂર્વ પૂર્વથી આગળ આગળના પ્રદેશસત્તાસ્થાનો નિરન્તરપણે એકેક કર્મસ્કંધવડે અધિક અધિક જાણવાં. તથા ઉવલના યોગ્ય ૨૩ અને સંજ્વલન લોભ - યશ અને ૬ નોકષાય એ ૩૧ પ્રકૃતિઓમાં એક એક સ્પર્ધક છે.
* ટીકાર્થ :- હવે પૂર્વ કહેલા અને આગળ કહેવાતાં સ્પર્ધકોનું સામાન્યરૂપ લક્ષણ કહે છે.
| સર્વ જઘન્ય પ્રદેશસત્તાસ્થાનથી શરૂ કરીને એકેક કર્મસ્કન્ધવડે ઉત્તરત(અધિક) અર્થાત્ પૂર્વ પૂર્વથી ઉત્તરોત્તરપણે નિરન્તર પ્રદેશસત્તાસ્થાનનો સમુદાય ત્યાં સુધી લેવા કે જ્યાં સુધી '' તિ = ઉપરિતન એટલે સર્વ ઉત્કૃષ્ટ પ્રદેશસત્તાસ્થાન આવે. અહીં એકેક કર્મસ્કન્ધ ઉત્તરોત્તર વૃદ્ધિ નામ યોગસ્થાનવશથી પ્રાપ્ત થયેલ સ્પર્ધક અપેક્ષાએ છે. અન્યથા તો પૂર્વે એકેક પ્રદેશની ઉત્તરોત્તર વૃદ્ધિ જ કહી છે, એ પ્રમાણે જાણવું. તે પ્રમાણે સ્પર્ધકોનું સામાન્ય લક્ષણ કહ્યુ. (અનુસંધાન પેઇજ નંબર ૧૦૩) ૪૯ અપર સ્થિતિ બરાબર પ્રથમ સ્થિતિ કે દ્વિતીય સ્થિતિમાંથી કોઇપણ એક સ્થિતિ તેમાં સ્ત્રી-નપું સકવેદમાં દ્વિતીય સ્થિતિનો પ્રક્ષેપ દ્વારા ક્ષય થાય છે, ત્યારે
પ્રથમસ્થિતિ ૧ સમયની છેલ્લી સ્થિતિ બાકી છે. અને પુરુષવેદમાં ઉદયદ્વારા પ્રથમ સ્થિતિનો ક્ષય થાય છે ત્યારે દ્વિતીયસ્થિતિ ૨ સમય ન્યૂન ૨ વલિકા બાકી છે. જે તેટલાં કાળમાં છેલ્લી બાંધેલ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org