________________
કર્મપ્રકૃતિ ભાગ - ૩
અભવ્ય પ્રાયોગ્ય જઘન્ય પ્રદેશસત્તા યુક્ત કોઇ આત્મા ત્રસને વિષે ઉત્પન્ન થાય, ત્યાં દેશવિરતિ અથવા સર્વવિરતિ અનેકવાર પ્રાપ્ત કરીને, તેમજ ચાર વાર મોહનીયને ઉપશમાવીને, ફરી પણ એકેન્દ્રિયમાં ઉત્પન્ન થાય અને ત્યાં પલ્યોપમના અસંખ્યયભાગ માત્ર કાલ સુધી રહીને પછી મનુષ્યને વિષે ઉત્પન્ન થાય, મનુષ્યપણામાં શીધ્રપણે ક્ષય કરવા માટે તૈયાર થાય, તેનો અન્ય સ્થિતિખંડ પસાર થયે છતે અન્ય આવલિકા સ્તિબુક વડે ક્ષય પામતા જ્યારે બે સમયમાત્ર એક “સ્થિતિ જેટલી બાકી રહે ત્યારે સર્વ જઘન્ય જે પ્રદેશસત્તા તે પ્રથમ પ્રદેશસત્તાસ્થાન કહેવાય છે.
તેમાં એક પરમાણુ નાંખતા બીજાં, બે પરમાણુ નાંખતા ત્રીજાં, એ પ્રમાણે યથા ઉત્તરક્રમે એકેક અધિક પરમાણુ નાંખતા નાના જીવની અપેક્ષાએ અનંતા પ્રદેશસત્તાસ્થાનો ત્યાં સુધી કહેવા કે જ્યાં સુધી તે જ અન્ય સ્થિતિ વિશેષમાં ગુણિતકર્માશ જીવનું ઉત્કૃષ્ટ પ્રદેશસત્તાસ્થાન પ્રાપ્ત થાય.
અહીં થી આગળ બીજાં પ્રદેશસત્તાસ્થાન પ્રાપ્ત થતું નથી. આ પ્રમાણે એક સ્પર્ધક થયું. અને આ સ્પર્ધક અન્ય સ્થિતિને આશ્રયી છે. એ પ્રમાણે બે અન્ય સ્થિતિ જેમાં બાકી છે તે બે સમય પ્રમાણ સ્થિતિવાળું બીજાં સ્પર્ધક કહેવું, ત્રણ સમય પ્રમાણ સ્થિતિવાલું ત્રીજા સ્પર્ધક કહેવું. એ પ્રમાણે ત્યાં સુધી કહેવું કે જ્યાં સુધી સમય ન્યૂન આવલિકાના સમય પ્રમાણ સ્પર્ધકો થાય છે. અહીં સમય ન્યૂન આવલિકા પ્રમાણ સ્પર્ધક સર્વથી ઉત્કૃષ્ટ છે. એક સ્થિતિક તે સર્વ જઘન્ય સ્પર્ધક, અને બે ત્રણ આદિ બાકી રહેલ સ્થિતિઓમાં મધ્યમ સ્પર્ધક થાય છે.
તથા અન્ય સ્થિતિઘાતનો (પચ્ચકૃતિમાં) જે છેલ્લો પ્રક્ષેપ થાય ત્યાંથી શરૂ કરીને પચ્ચાનુપૂર્વિએ યથાનુક્રમે વધતાં વધતાં પ્રદેશસત્તાસ્થાનો ત્યાં સુધી કહેવાં કે જ્યાં સુધી પોત પોતાનું ઉત્કૃષ્ટ પ્રદેશસત્તાસ્થાન થાય. તેથી એટલાં પ્રમાણ પણ સર્વ સ્થિતિગત (અર્થાત્ અનન્ત સત્તાકર્મ સ્થાનોના સમૂહરૂ૫) યથાસંભવ એક સ્પર્ધક જ વિવક્ષાય છે. તેથી આ સ્પર્ધક સહિત પરરૂપના અન્તઃ પ્રવેશ ગલિત એક સમયક ચરમ એક સ્થિતિક વગેરે આવલિકા સમય પ્રમાણ સ્પર્ધકો થાય છે.' (ચિત્ર નંબર ૨ જુઓ)
સમુદાય તે ઉદયાવલિકાના છેલ્લા બે સમયાશ્રિત બીજાં સ્પર્ધક કહેવાય. એ પ્રમાણે ત્રણ સમ યાશ્રિત ત્રીજ, ચાર સમશ્રાશ્રિત ચોથું, યાવત્ ઉદયાવલિકાના સમય પ્રમાણ સમયાશ્રિત છેલ્લું સ્પર્ધક કહેવાય. અનુદયવતી પ્રવૃતિઓમાં ઉદ યવતીથી એક સ્પર્ધક ઓછું હોય છે. કારણ કે તેનો છેલ્લો સમય સ્તિબુકસંક્રમ વડે અન્યત્ર સંક્રમી જાય છે. એટલે કે ઉદયવતી પ્રવૃતિઓની જ્યારે એક આવલિકા બરાબર શેષ રહે ત્યારે અનુદયવતી પ્રકૃતિઓના સમયગૂન આવલિકા શેષ રહે છે. એટલે જ ઉદયવતી પ્રવૃતિઓના સ્પર્ધકોથી અન્દર્યવતી પ્રવૃતિઓના એક ન્યૂન સ્પર્ધકો થાય છે. આ પ્રમાણે જેઓની ચરમાવલિકા શેષ રહે અને અપવર્નના બંધ થાય તેઓના ચરમાવલિકા આશ્રિત સ્પર્ધકો કહ્યા. તથા જેઓની ઉદયાવલિકાથી વધારે સ્થિતિ શેષ હોય અને સ્થિતિઘાત તથા ગુણશ્રેણિ બંધ થાય તેઓના જેટલાં સમયો શેષ હોય તેટલાં સ્પર્ધકો થાય છે. માત્ર અનુદયવતીના એક ઓછા થાય છે. તથા જેટલાં નિયત સ્પર્ધકો થયા ત્યાર પછીના ચરમ સ્થિતિઘાતથી આરંભી ઉત્કૃષ્ટ સ્થિતિ પર્વતનું એક જ સ્પર્ધક થાય છે. કારણ કે તેમાં ગુણશ્રેણિ આદિથી અનેક પ્રકારના ફેરફારો થાય છે. એટલે તેનું એક જ સ્પર્ધક વિવહ્યું છે. એ પ્રમાણે અન્યત્ર પણ સમજવું
અહીં જેઓની ગુણશ્રેણિ ઉદયાવલિકામાં પ્રવેશી છે તેનો અર્થ એ સમજવો કે જેઓના ગુણ શ્રેણિ દ્વારા ગોઠવાયેલા દલિકો હવે ઉદયાવલિકા પૂરતાં જ રહ્યા છે, વધારે નથી. કારણ કે સત્તામાં માત્ર એક આવલિકા જ બાકી છે. શેષ સર્વ નષ્ટ થયેલ છે. આ પ્રમાણે અન્યત્ર પણ સમજવું. અહીં ટીકામાં “દિસમયમાત્રાવસ્થાના સ્થિતિઃ' એ પ્રમાણે લખ્યું છે આનો અર્થ “બે સમયમાત્ર જેનું અવસ્થાન = સ્થિતિ છે' એ થાય છે. તેનું તાત્પર્ય એ છે કે સ્વરૂપની અપેક્ષાએ સમય સ્થિતિ અને કર્મત્વ સામાન્યની અપેક્ષાએ બે સમય સ્થિતિ. કારણ કે ઉદયાવલિકાના ચરમ સમયે અનુદયાવલિકાની ચરમ સ્થિતિ સ્વરૂપ સત્તાએ હોતી નથી. પરરૂપે હોય છે. અને ઉમાન્ય સમયે સ્વરૂપ સત્તાએ હોય છે. એટલે ઉપાજ્ય સમય સ્વરૂપ સત્તાનો ચરમ સમય પરરૂપ સત્તાન એમ બે સમય લઇ બે સમય માત્ર જેનું અવસ્થાન છે. એમ જણાવ્યું છે. કેમ કે સ્પર્ધકો તો સ્વરૂપ સત્તામાં રહેલી સ્થિતિમાં જ થાય
૩૮
૩૯ ૪૦
૪૧
કર્મપ્રકૃતિ ચૂર્ણિ સત્તા પૃષ્ટ ૬૭/રમાં એક એક પરમાણુ પ્રક્ષેપને બદલે એક એક કર્મસ્કંધની વ દ્ધિ કરવાનું કહેલ છે “જે વન્વરૂપોને વિશ્વને” ઉદયવતી પ્રવૃતિઓની ક્ષય થતા થતા જ્યારે સત્તામાં માત્ર એક આવલિકા પ્રમાણ સ્થિતિ રહે છે , ત્યારે અનુદયવતી - પ્રદેશોદયવતી પ્રવૃતિઓની સ્વરૂપસત્તા સમય ન્યૂન આવલિકા શેષ રહે છે. તેથી જ ઉદયવતી પ્રવૃતિઓના છેલ્લા સમયે અનુદયવતી પ્રવૃતિઓની સ્વરૂપ સત્તા હોતી નથી. તે હેતુથી જ ઉદયવતી પ્રવૃતિઓની ઉદયાવલિકા અને અનુદયવતી પ્રવૃતિઓની સ્વરૂપ સત્તાએ સમય ન્યૂન આવલિકા શેષ રહે અને તેમાંનો એક પણ સમય અન્યત્ર સંક્રમ વડે ક્ષય ન થાય, ત્યાં સુધી સમય ન્યૂન આવલિકા પ્રમાણ ઉત્કૃષ્ટ સ્પર્ધક ૨૯ અન દયવતી પ્રવૃતિઓનું થાય છે. અને શેષ આખી સ્થિતિનું એક સ્પર્ધક થાય છે. એટલે જ તે પ્રકૃતિઓના સરવાળે આવલિકા પ્રમાણ સ્પર્ધકો થાય છે. પૂર્વે કહેલાં સમયોનાવલિકા પ્રમાણ (અન્ય પ્રદેશદયાવલિકા સંબંધિ) સ્પર્ધકોમાં આ અન્ય સ્થિતિઘાત સંબંધિ ૧ સ્પર્ધક મેળવતાં સંપૂર્ણ આવલિકા પ્રમાણ સ્પર્ધકો થાય ઇતિ તાત્પર્ય. રૂદ્ધકની આ પ્રરૂપણાને કલ્પના દ્વારા સમજીએ - ધારો કે ૧ આવલિકાના ૪ સમય છે. ૧૦૦ સમયે ૧ ક્ષપિતકર્માશ અને ગુણિતકર્માશ જીવ મિથ્યાત્વના ચરમકંડમાં અવશિષ્ટ દલિકને (ધારો કે ૧૦ અબજ ઔધોને) સર્વસંક્રમ વડે સમ્ય) અને મિશ્રમાં સંક્રમાવે છે. એટલે સંક્રમ્યમાણ સંક્રાન્ત એ ન્યાયે ૧૦૦ મા સમયે મિથ્યાત્વની સત્તામાંથી ૧૦૪થી૧૦૦૦મા નિષેકરૂપ ચરમખંડ દૂર થઈ ગયો છે, વળી ૧૦૦ મા સમયે જ ઉદય પામનાર જે ૧૦૦મો નિષેક હતો તે તો સિબુક સંક્રમદ્વારા સમ્ય રૂપે ઉદયમાં આવે છે, એટલે એની પણ મિથ્યાત્વરૂપે સત્તા હોતી નથી. તેથી ૧૦૦ મા સમયે માત્ર ૧૦૧, ૧૦૨, ૧૦૩ મા નિષેકભાવી દલિક
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org