________________
૯૫
ટીકાર્થ :- મનુષ્યદ્ધિક અને ઉચ્ચગોત્રને પૂર્વે ક્ષપિતકર્માંશ સૂક્ષ્મત્રસ જીવે ઉલના કરી હોય. તદનંત૨ સૂક્ષ્મ એકેન્દ્રિય પૃથ્વીકાયાદિમાં ક્ષણવાર = અંતર્મુહૂર્ત કાલ સુધી ફરી પણ બાંધેલ હોય. પછી સૂક્ષ્મઞસ એટલે તેઉકાય – વાયુકાયની મધ્યમાં ઉત્પન્ન થાય. અને ત્યાં દીર્ધ ઉદ્લનાથી મનુષ્યદ્ધિક - ઉચ્ચગોત્રને ઉલના ક૨વા લાગે. અને તે ઉલના કરતાં તે બન્નેની જ્યારે સ્વરૂપની અપેક્ષાએ સમયમાત્ર સ્થિતિ અને કર્મત્વ સામાન્યની અપેક્ષાએ બે સમય સ્થિતિ જ્યારે શેષ રહે ત્યારે સૂક્ષ્મ જીવે ક્ષણ (અંતર્મુહૂર્ત) બાંધેલ મનુષ્યદ્ધિક અને ઉચ્ચગોત્રની જઘન્ય પ્રદેશસત્તા હોય છે,
સત્તાપ્રકરણ
તથા તીર્થંકર નામકર્મ અલ્પકાળ એટલે કંઇક અધિક ૮૪,૦૦૦ વર્ષ સુધી બાંધીને કેવલી થાય, તદનંતર અત્યંત ઘણાં કાલ સુધી દેશોન પૂર્વક્રીડરૂપ સુધી કેવલી પર્યાય પાલીને અોગી કેવલી ભારે વર્તતાં ક્ષપિતકર્માંશ જીવને અન્ય સમયે જિનનામની જઘન્ય પ્રદેશસત્તા હોય છે. બીજા (આચાર્ય) તો કહે છે, જિનનામકર્મની ક્ષપિતકર્માંશ જીવ તે પ્રાયોગ્ય જઘન્ય યોગી થયો છો પ્રથમ સમયે જે બાંધેલી લતા તે જધન્ય પ્રદેશસત્તા છે,
આારતનું ’’ એટલે આહારકસપ્તક તે અલ્પકાલ બાંધીને મિથ્યાત્વે જઇને સુચિર એટલે ચિર ઉલના વડે ઉવેલતો થો (અર્થાત્ પર્યાપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ કાળે ઉર્દુલના કરતો) જ્યારે (સ્વરૂપ અપેક્ષાએ એક સમયમાત્ર અને કર્મપર્ણ સામાન્ય અપેક્ષાએ બે સમય પ્રમાણ એક સ્થિતિ બાકી રહે ત્યારે જાન્ય પ્રદેશસત્તા થાય છે.
ઇતિ જઘન્ય પ્રદેશસત્તા સ્વામિત્વ સહિત સ્વામિત્વ પ્રરૂપણા સમાપ્ત
: અથ પ્રદેશસત્તા સ્થાન પ્રરૂપણા :
चरमावलियपविट्ठा, गुणसेढी जासिमत्थि न य उदओ । આવતિાસમયસમા, તાŕિ વસ્તુ ઝુરંતુ ।।૪૪ || चरमावलिवकाप्रविष्टा, गुणश्रेणिः यासामस्ति न चोदयः ।
आवलिकासमयसमाः, ताषां खलु स्पर्थकानि तु ।। ४४ ।।
""
ગાથાર્થ : જે કર્મપ્રકૃતિઓની શુશશ્નેશિ છેલ્લી આવલિકામાં પ્રવેશેલી છે. પરંતુ ઉદય હોતો નથી તે પ્રકૃતિઓના આવલિકાના સમય પ્રમાણ સ્પર્ધા થાય છે.
ટીકાર્ય :- તે પ્રમાણે જયન્ય પ્રદેશસત્તા કર્મનું સ્વામિત્વ કહ્યું. હવે પ્રદેશસત્તાસ્થાન પ્રરૂપણા કરવાની ઇચ્છાવાળા પ્રથમ સ્પર્ધક પ્રરૂપણા કહે છે.
‘‘ઘરમા’’ એટલે ક્ષયકાલે જે સર્વ અન્તિમ આવલિકા, તેમાં જે પ્રકૃતિઓની ગુણશ્રેણિ પ્રવેશેલી છે. પણ તેનો ઉદય નથી, તે થીણદ્વિત્રિક, મિથ્યાત્વ, પ્રથમ ૧૨ કષાય, નરકદ્ધિક, તિર્યંચદ્વિક, કુજાતિ -૪, આતપ, ઉદ્યોત, સ્થાવ૨, સૂક્ષ્મ, સાધારણરૂપ ૨૯ પ્રકૃતિઓની આવલિકામાં જેટલાં સમયો હોય તેટલાં સ્પર્ધકો છે, શું એવંકાર = નિશ્ચય દર્શક છે. ‘‘હતુ’’ શબ્દ વાક્યના અલંકાર માટે છે. અહીં આ પ્રમાણે ભાવાર્થ છે.
૩૭
૩૭ પહેલા વિવક્ષિત સમયે કોઇપણ એક જીવાશ્રિત જઘન્ય પ્રદેશસત્તા કે ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા કહી. હવે પ્રદેશ સત્કર્મ સ્થાનનું નિરૂપણ કરવા સ્પર્ધક કહે છે. તેમાં જઘન્ય પ્રદેશસત્તાથી આરંભી એક એક પરમાણુ વડે વધતા વધતા ભિન્ન ભિન્ન પ્રદેશ સંબંધી એ સત્તાસ્થનકો થાય તે સઘળા પ્રદેશ સત્કર્મસ્થાનો કહેવાય છે. અને એક એક સમયે જઘન્ય પ્રદેશસત્તાથી આરંભી ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા પર્યંત જેટલાં સ્થાનો થાય તેઓનો જે પિંડ તે સ્પર્ધક કહેવાય છે. ઉદયવતી પ્રકૃતિઓની સત્તામાં છેલ્લી આવલિકા શેષ રહે તેના સમય પ્રમાણ અને અનુદયવતી પ્રકૃતિઓના એક સમયન્યૂન આવલિકા પ્રમાણ અને કેટલીક પ્રકૃતિઓની ગુણશ્રેણિ અને સ્થિતિઘાત બંધ થયા પછી એટલે કે તે બન્ને અટકી ગયા પછી જેટલાં સમયો રહે તેટલાં સમય પ્રમાણ સ્પર્ધકો થાય છે. માત્ર તે દરેકમાં એક વધારે હોય છે. તથા ઉદયવતી અને અનુદયવતી પ્રકૃતિઓમાં એક સ્પર્ધકનો તફાવત છે. ઉદયવતીમાં અનુદયવતીથી એક સ્પર્ધક વધારે હોય છે. ગુણશ્રેણિ અને સ્થિતિઘાત બંધ થયા પછી જેટલાં સમયો શેષ રહે તેમાં પ્રદેશની હાનિ વૃદ્ધિ થતી નથી જે પ્રમાણે ગોઠવાયેલા હોય છે તે પ્રમાણે પ્રાય ઃ ભોગવવાના હોય છે, એટલે તેના નિયત પ્રદેશસત્કર્મસ્થાનો થાય છે. દાખલા તરીકે ઉદયાવલિકાનો છેલ્લો સમય શેષ રહે ત્યારે જે જીવને ઓછામાં ઓછી પ્રદેશસત્તા હોય તે પહેલું સત્કર્મસ્થાન, જે જીવને એક પરમાણુ વધારે સત્તામાં હોય તે બીજાં સત્કર્મસ્થાન, જેને બે વધારે હોય તે ત્રીજું સ્થાન, એમ એક એક પરમાણુ વધારતાં જે જીવને ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા હો। તે છેલ્લું પ્રદેશ સત્કર્મસ્થાન. બધાનો સમુદાય તે ઉદયાવલિકાના ચરમ સમય આશ્રિત સ્પર્ધક કહેવાય. એ પ્રમાણે ઉદયાવલિકાના બે સમય શેષ હોય ત્યારે જે જીવને ઓછામાં ઓછી પ્રદેશસત્તા હોય તે પહેલું પ્રદેશ સત્કર્મસ્થાન એક પરમાણુ વધારે હોય તે બીજું, એમ એક એક વધારતાં જે ને ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા હોય તે છેલ્લું સર્મસ્થાન. તેનો જે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org