________________
८४
કર્મપ્રકૃતિ ભાગ - ૩ अंतिमलोभजसाणं, मोहं अणुवसमइत्तु खीणाणं । नेयं अहापवत्तकरणस्स चरमम्मि समयम्मि ।। ४१ ।। अन्तिमलोभयशःकीयो - मोहमनुपशमय्य क्षीणयोः ।
ज्ञेयं यथाप्रवृत्तकरणस्य चरमे समये ।। ४१ ।। ગાથાર્થ :- ઉપશમશ્રેણિ કર્યા સિવાય ક્ષપકશ્રેણિ કરતાં યથાપ્રવૃત્તકરણના અંતસમયે સંવલન લોભ અને યશકીર્તિની જઘન્ય પ્રદેશસત્તા જાણવી.
ટીકાર્થ :- અન્તિમ લોભ અને યશ એટલે સંજ્વલન લોભ અને યશ કીર્તિની ૪ વાર મોહનીયને ઉપશમાવ્યા વિના અર્થાત્ ઉપશમશ્રેણિ ને નહિ કરીને એ પ્રમાણે અર્થ છે. બાકીની પિતકર્માશ ક્રિયા વડે ક્ષય થતા યથાપ્રવૃત્તકરણ = અપ્રમત્ત ગુણસ્થાનકના અન્ય સમયે જઘન્ય પ્રદેશસત્તા જાણવી.
કારણ કે મોહનીયનો સર્વથા ઉપશમ કરે તો ગુણસંક્રમ વડે (અબધ્યમાન અશુભ પ્રવૃતિઓનો કહેલ પ્રકૃતિમાં સંક્રમ થતો હોવાથી તેઓનું સત્તામાં) ઘણું દલિક પ્રાપ્ત થાય છે. અને તે ઘણાં દલિકનું અહીં પ્રયોજન નહીં હોવાથી મોહનીયના ઉપશમનો નિષેધ કર્યો છે.
वेउविक्कारसगं, खणबंधं गते उ नरयजिट्टिइ । उव्वट्टित्तु अबंधिय, एगेंदिगए चिरुवलणे ।। ४२ ।। वैक्रियैकादशकं, क्षणबद्धम् गतो तु नरकज्येष्ठस्थितौ ।।
उद्धृत्याऽबद्ध्वा, एकेन्द्रियगतो चिरोद्वलनया ।। ४२ ।। ગાથાર્થ - વૈક્રિય એકાદશકને પૂર્વે ઉવેલ્યુ હોય પછી ફરી ક્ષણ (અંતર્મુહૂર્ત) બાંધેલ હોય. પછી ૩૩ સાગરોપમ સુધી નરકાવાસમાં વિપાકથી અને સંક્રમથી અનુભવે. ત્યાંથી તિર્યંચ પંચેન્દ્રિયમાં ઉત્પન્ન થઇ વૈ૦ - ૧૧ બંધ વિના એકેન્દ્રિયમાં જાય ત્યાં લાંબા કાલે ઉવેલતા અન્ય સ્થિતિ બાકી રહે ત્યારે જઘન્ય પ્રદેશસત્તા હોય છે.
ટીકાર્ય - નરકદ્ધિક, દેવદ્ધિક, વૈક્રિયસપ્તકરૂપ વૈક્રિય એકાદશ ને પૂર્વે ક્ષપિતકર્માશ જીવે ઉદ્વલના કરી હોય. પછી ફરી પણ ક્ષણ = અંતર્મુહૂર્ત કાલ સુધી બાંધેલ હોય.પછી ઉત્કૃષ્ટ સ્થિતિવાલી નારકમાં એટલે અપ્રતિષ્ઠાન નામના નરકાવાસમાં જાય. અને ત્યાં વૈક્રિય એકાદશકને ૩૩ સાગરોપમ સુધી વિપાકથી અને સંક્રમથી યથાયોગ્ય પણે અનુભવે. તદનંતર નરકાવાસથી નીકળીને તિર્યંચ પંચેન્દ્રિયને વિષે ઉત્પન્ન થાય અને ત્યાં તથાવિધ અધ્યવસાયના અભાવથી વૈક્રિય એકાદશકને -૧૧ પ્રકૃતિઓને ફરી બંધ કર્યા વિના ત્યાંથી એકેન્દ્રિયને વિષે ઉત્પન્ન થાય અને ત્યાં તે વૈક્રિય એકાદશકને લાંબા કાલે ઉવલના દ્વારા ઉવેલવાનો આરંભ કરે. (અર્થાત્ પલ્યોપમના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ કાળ વડે ઉવેલે) અને તે ઉવેલતા જ્યારે સ્વરૂપ અપેક્ષાએ સમયમાત્ર સ્થિતિ અને કર્મપણાની સામાન્યની અપેક્ષાએ બે સમયમાત્ર બાકી રહે ત્યારે તે વૈક્રિય એકાદશકની જઘન્ય પ્રદેશસત્તા હોય છે.
मणुयदुगुच्चागोए, सुहुमक्खणबद्धगेसु सुहुमतसे । तित्थयराहारतणू, अप्पद्धा बंधिया सुचिरं ।। ४३ ।। मनुष्यद्विकोच्चैर्गोत्रे, सूक्ष्मक्षणबद्धकेसु सूक्ष्मत्रसेषु ।
तीर्थंकराहारकतनू, अल्पाऽद्धां बद्ध्वा सुचिरम् ।। ४३ ।। ગાથાર્થ - મનુષ્યદ્ધિક અને ઉચ્ચગોત્રને સૂક્ષ્મત્રસજીવે ઉવેલ્યું હોય, ને સૂટ એકેન્દ્રિય જીવે પુનઃ અંતર્મુહૂર્ત સુધી બાંધ્યું હોય ને બાંધીને સૂક્ષ્મત્રસમાં ઉત્પન્ન થાય, ત્યારે (પૂર્વોક્ત પ્રકારે) એ ૩ પ્રકૃતિની જઘન્ય પ્રદેશસત્તા હોય. તથા જિનનામ અને આહારકસપ્તકને અલ્પકાળ બાંધીને ચિરોદ્રલનાએ ઉવેલતાં એ આઠની જઘન્ય પ્રદેશસત્તા હોય છે.
૩૬
કારણ કે અપૂર્વકરણથી ગુણસંક્રમ શરૂ થતો હોવાથી જઘન્ય પ્રદેશસત્તા ઘટી શકતી નથી. તેથી અપ્રમત્ત ગુણ૦ ના અન્ય સમયે કહ્યું છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org