________________
સત્તાપ્રકરણ
ગાથાર્થ - ક્ષપિત કર્ભાશ જીવ પોતાના સત્તાના અન્ય સમયે જઘન્ય પ્રદેશસત્તાનો સ્વામી છે. ક્ષપિતકર્માશ સમ્યગુદૃષ્ટિ થઇ અનંતાનુબંધિ -૪ ઉદ્ગલના કરી મિથ્યાત્વે જઇ અંતર્મુહૂર્ણ બંધ કરે, ફરી સમ્યકત્વ પામી લાબાંકાલને (૧૩૨ સાગ0) અન્ને ક્ષેપક વખતે જઘન્ય પ્રદેશસત્તા થાય છે.
ટીકાર્થ :- તે પ્રમાણે ઉત્કૃષ્ટ પ્રદેશસત્તાકર્મ સ્વામિત્વા કહ્યું. હવે જઘન્ય પ્રદેશસત્તાકર્મ સ્વામિત્વને કહે છે.
ક્ષાપતાંશ'' - એ સૂત્રમાં સપ્તમી એ તૃતીયાના અર્થમાં હોવાથી જઘન્ય પ્રદેશસત્તા સ્વામિત્વમાં પોતાના સત્તાના અન્ય સમયે ક્ષપિતકર્માશ જીવ વડે અધિકૃત કરાયેલ છે. એ પ્રમાણે સર્વ કર્મોનું સામાન્યથી કહ્યું છે. હવે જે કર્મોનું વિશેષ છે તે જુદુ જ કહે છે.
“u'' - અહીં ક્ષપિતકર્માશ સમ્યગુદષ્ટિ થઇને અનંતાનુબંધિ-૪ની ઉદવલના *કરી તે પછી મિથ્યાત્વે જઇને ક્ષણવાર અંતર્મુહૂર્ત કાલ સુધી અનંતાનુબંધિનો બંધ કર્યા પછી ફરી પણ સમ્યકત્વ પ્રાપ્ત કરે. તે સમ્યકત્વને લાંબો કાલ ૨ છાસઠ સાગરોપમ અર્થાત્ ૧૩૨ સાગરોપમ સુધી અનુપાલન કરીને ક્ષય માટે તૈયાર થયેલ ક્ષેપક વખતે જ્યારે એક સ્થિતિ રહે સ્વરૂપ અપેક્ષાએ સમયમાત્ર સ્થિતિ, અને સામાન્યથી કર્મપણાની અપેક્ષાએ બે સમયમાત્ર બાકી રહે ત્યારે તે પ્રકૃતિઓની જઘન્ય પ્રદેશસત્તા હોય છે.
उव्वलमाणीण उव्वलणा एगट्टिई दुसामइगा । दिट्टिदुगे बत्तीसे, उदहिसए पालिए पच्छा ।। ४० ।। उद्वल्यमानानामुद्वलना एकस्थितिः द्विसामयिकी ।
दृष्टिद्विके द्वात्रिंशदु - दधिशते पालयित्वा पश्चात् ।। ४० ।। " ગાથાર્થ :- ઉદ્વલના યોગ્ય પ્રવૃતિઓની જ્યારે ઉર્વલના થાય ત્યારે તે સમય પ્રમાણ જે એક સ્થિતિ તે જઘન્ય પ્રદેશસત્તા છે. દષ્ટિદ્ધિક = સમ્યકત્વ - મિશ્રની ૧૩૨ સાગરોપમ સુધી સમ્યકત્વનું અનુપાલન કરી. પછી મિથ્યાત્વે ગયેલ ઉલના કરે ત્યારે જઘન્ય પ્રદેશસત્તા હોય છે.
ટીકાર્ય - ઉદ્વલ્યમાન = ઉર્વલન પ્રવૃતિઓ અનંતાનુબંધિ પૂર્વે કહી તેથી તે સિવાયની આહારકસપ્તક, વૈક્રિયસપ્તક, દેવદ્રિક, મનુષ્યદ્રિક, નરકદ્વિક, સમ્યકત્વ, મિશ્ર, ઉચ્ચગોત્ર લક્ષણવાલી ૨૩ પ્રકૃતિઓની ઉવલના કાલે સ્વરૂપ અપેક્ષાએ સમયમાત્ર (*અન્યથા બે સમયમાત્ર) જે એક સ્થિતિ તે જ તેઓની પ્રકૃતિઓની) જઘન્ય પ્રદેશસત્તા છે. અને તે સામાન્યપણે કહ્યું અહીં જે વિશેષથી છે તે કહે છે.
વિડુિ'' ઇત્યાદિ ૧૩૨ સાગરોપમ સુધી સમ્યકત્વને અનુપાલન કરીને પછી મિથ્યાત્વ ગુણસ્થાનકે જાય અને ત્યાં પલ્યોપમના અસંખ્યયભાગ માત્ર કાલ પ્રમાણથી મંદ ઉર્વલના વડે સમ્યકત્વમોહનીય અને મિશ્રમોહનીયને ઉવેલવાની શરૂઆત કરે. અને ઉકેલતો તે આત્મા તેના દલિકોને મિથ્યાત્વમાં સંક્રમાવે છે. અને સર્વસંક્રમથી આવલિકાથી ઉપરનું સર્વદલિક સંક્રમે છે. (અર્થાત્ ઉદયાવલિકાથી ઉપરના છેલ્લા ખંડના સઘળા દલિકને છેલ્લે સમયે સર્વસંક્રમ વડે સંક્રમાવી નાંખે) અને ઉદયાવલિકાના દલિકને સ્તિબુકસંક્રમથી સંક્રમે છે. અને તે સંક્રમ વખતે જ્યારે એક સ્થિતિ સ્વરૂપ અપેક્ષાએ સમયમાત્ર અવસ્થા અને સામાન્યથી કર્મપણાની અપેક્ષાએ બે સમયમાત્ર બાકી હોય છે. ત્યારે તે બન્ને સમ્યકત્વ - મિશ્રમોહનીયની “જઘન્ય પ્રદેશસત્તા હોય છે. ૩૨ અહીં પૂર્વના અનંતાનુબંધિ ચતુષ્કની ઉદ્વલના કરવાનું કહ્યું. કારણ કે ઘણાં કાળના બંધાયેલા હોવાથી તેઓને વધારે પ્રદેશોની સત્તા હોય. અહીં
જઘન્ય પ્રદેશસત્તા કહેવાની છે. તેથી જ મિથ્યાત્વ ગુણઠાણે જઈ ત્યાં માત્ર અંતર્મુહર્ત પયત બાંધી સમ્યકત્વ પ્રાપ્ત કરવાનું કહ્યું અને તેને ૧૩૨ સાગરોપમ પાલન કરવાનું કહ્યું. તેટલા કાળમાં સંક્રમકરણ અને તિબુકસંક્રમ વડે ઘણી સત્તા ઓછી કરે છેવટે ઉવલના કરતા અંતે જઘન્ય પ્રદેશસત્તા
ઘટી શકે છે. ૩૩ અહીં જે બે સમય પ્રમાણ સ્થિતિ કહી. તે ઉદયાવલિકાનો સ્વરૂપ સત્તાની અપેક્ષાએ રહેલો જે છેલલો સમય સ્તિબુકસંક્રમ વડે અન્ય રૂપે થઇ જાય તે
સમય ગણતાં કહી છે. કારણ કે સ્ટિબુકસંક્રમ વડે સંક્રમેલી સ્થિતિ સંક્રમણકરણ વડે સંક્રમેલી સ્થિતિની જેમ સર્વથા પર સ્વરૂપને પ્રાપ્ત કરતી નથી.
કંઇક સ્વરૂપે પણ રહે છે. એટલે તે સમય પણ સંક્રમ્સમાણ પ્રકૃતિનો ગણવામાં આવે છે. એટલે જ બે સમય પ્રમાણા સ્થિતિ કહી છે, ૩૪ અહીં ટીકામાં “બાપાતુ કિસમયમાત્રાવસ્થાના ''નથી તે રહી ગયું લાગે છે. તે જરૂરી છે. ૩૫ એ બંનેની જઘન્ય પ્રદેશસત્તા આ પ્રમાણે જ ઘટે છે. જો કે ક્ષાયિક સમ્યકત્વ ઉપાર્જન કરતા પણ તે બંનેનો ક્ષય થાય છે, પણ ત્યાં અંતર્મુહૂર્તમાં જ ક્ષય
થાય છે. વળી ગુણશ્રેણિ થતી હોવાથી સમયમાત્ર સ્થિતિ શેષ રહે ત્યારે જઘન્ય પ્રદેશસત્તા હોઇ શકતી નથી. માટે મિથ્યાત્વ ગુણસ્થાનકે જ આ રીતે ઉવલના થતા જઘન્ય પ્રદેશસત્તા સંભવે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org