________________
૯૨
કર્મપ્રકૃતિ ભાગ - ૩
ગાથંથ :- શુભધ્રુવબંધિ અને શુભ, સ્થિરની પણ એ જ પ્રમાણે ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા હોય છે. વિશેષ શીધ્રપણે ક્ષય કરવા તૈયાર થયેલ જીવને જાણવું, તીર્થંકરનામકર્મ અને આહારકસપ્તકની અનુક્રમે ૩૩ સાગરોપમ અને લાંબાકાળ (દેશોનપૂર્વક્રોડ વર્ષો સુધી ઉપશમ કરનારને ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા હોય છે.
ટીકાર્ય :- તેજસસપ્તક, શુભવર્ણાદિ -૧૧, અગુરુલઘુ, નિર્માણરૂ૫ ૨૦ શુભ ધ્રુવબંધિ પ્રવૃતિઓની અને શુભસ્થિરની પૂર્વ કહેલ પ્રકારે ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા વિચારવી. વિશેષ એ છે કે ચાર વાર મોહનીયને ઉપશમાવ્યા બાદ અનન્તર અતિશીધ્રપણે તે પ્રકૃતિઓનો ક્ષય કરવાને તૈયાર થયેલ જીવને એમ કહેવું. બાકીનું તે જ પ્રમાણે.
તથા તીર્થંકર નામકર્મની ગુણિતકર્માશ જીવ દેશોન બે પૂર્વકોડિ વર્ષ અધિક ૩૩ સાગરોપમ સુધી બંધથી પૂરીને કહેવું, અર્થાત્ બંધથી પૂરી તેને પોતાના બંધના અન્ય સમયે ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા હોય છે.
આહારકશરીર = આહારકસપ્તકની તો દેશોન પૂર્વક્રોડ વર્ષ સુધી વારંવાર બંધથી અતિ પ્રદેશોપચિત કરેલા મુનિને પોતાના બંધના વિચ્છેદ સમયે ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા હોય છે.
तुल्ला नपुंसवेए- णेगिंदियथावरायवुज्जोआ । विगलसुहमत्तिया वि य, नरतिरियचिरज्जिया होति ।। ३८ ।। तुल्या नपुंसकवेदेने - केन्द्रिये च स्थावराऽऽतपोद्योतानि ।
विकलसूक्ष्मत्रिकमपि च, नरतिर्यचिरार्जितं भवति ।। ३८ ।। ગાથાર્થ :- એકેદ્રિયજાતિ, સ્થાવરનામ, આતપનામ અને ઉદ્યોતનામની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા નપુંસકવેદની સમાન સમજવી. તથા તિર્યંચ અને મનુષ્યોએ દીર્ધકાળ વડે સંચિત કરેલી સૂક્ષ્મત્રિક અને વિકલત્રિકની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા તિર્યંચ અને મનુષ્યોને સમજવી.
ટીકાર્થ :- એકેન્દ્રિયજાતિ, સ્થાવર, આતપ, ઉદ્યોતનામની નપુંસકવેદની સમાન જાણવી. જે પ્રમાણે નપુંસકવેદની ઇશાન દેવભવના અન્ય સમયે વારંવાર બંધથી સંચિત થયેલ ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા કહી છે તે પ્રમાણે તે પ્રકૃતિઓની પણ જાણવી એ પ્રમાણે અર્થ છે.
તથા “વિનવિ ' = બેઇન્દ્રિય - તેજકિય - ચઉરિક્રિયજાતિરૂપ અને “સૂત્ર ' = સૂક્ષ્મ - અપર્યાપ્ત - સાધારણરૂપ એ ૬ પ્રકૃતિઓનો જ્યારે તિર્યંચ - મનુષ્યભવો વડે પૂર્વક્રોડ પૃથકત્વ સુધી (અર્થાત્ ૭ પૂર્વક્રોડ) ઉપાર્જન કરેલ હોય ત્યારે બંધના અન્ય સમયે તે પ્રકૃતિઓની તિર્યંચ - મનુષ્યોને ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા હોય છે.
ઇતિ ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા સ્વામિત્વ પ્રરૂપણા સમાપ્ત
(- અથ જઘન્ય પ્રદેશસત્તા સ્વામિત્વ પ્રરૂપણા -)
खवियंसयम्मि पगयं, जहन्नगे नियगसंतकम्मते । खणसंजोइयसंजोयणाण चिरसम्मकालते ।। ३९ ।। क्षपितांशे प्रकृतं, जघन्यके निजकसत्कर्मान्ते ।
क्षीणसंयोजितसंयोजनानां चिरसम्यक्कालाते ।। ३९ ।। તીર્થંકરનામકર્મનો નિકાચિત બંધ થયા પછી સમયે સમયે તેનો બંધ થયા જ કરે છે. તીfકરનામકર્મ ત્રીજે ભવે નિકાચિત થાય છે. પૂર્વ કોટિ વર્ષનો કોઇ આત્મા પોતાનું ઓછામાં ઓછું જેટલું આયુ ગયા બાદ નિકાચિત કરી શકે ત્યારે બાંધી ને ૩૩ સાગરોપમના આઉખે અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થાય ત્યાંથી આવી તીર્થકર થાય. તે ભવમાં જ્યાં સુધી ૮મું ગુણસ્થાનક પ્રાપ્ત ન કરે ત્યાં સુધી તેનો બંધ કરે છે. એટલે ઉપરનો તેટલો કાળ જણાવ્યો
૩૧
પૂ. હરીભદ્રસૂરિકૃતિ આવશ્યક ચૂર્ણિમાં તીર્થંકરનું આયુ, પૂર્વક્રોડ વર્ષનું પણ હોય છે, અને તે ઋષભદેવ પ્રભુના જીવે જે તીર્થંકર ની નિશ્રામાં નિકાચિત કર્યું હતું તે તીર્થકરનું આયુ, પૂર્વક્રોડ વર્ષનું હતું.
એ પ્રમાણે આહારકસપ્તકનો બંધ થયા પછી પણ પોતાની બંધયોગ્ય ભૂમિકામાં તે બંધાયા કરે છે. પરંતુ તેનો બંધ ૭માં ગુણઠાણ થાય અને તે ગુણસ્થાનક મનુષ્યગતિમાં જ હોય એટલે તેના માટે દેશોન પૂર્વકોટિમાંથી જેટલો વધારેમાં વધારે કાળ હોઇ શકે તેટલો લીધો છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org