________________
સત્તાપ્રકરણ
૯૧
તથા એ પ્રમાણે તે જ પ્રકારથી પૂર્વકોટિ પૃથકત્વ સુધી અને ૩ પલ્યોપમ સુધી અકર્મભૂમિમાં અર્થાત્ “યુગલિક ભવમાં વિશુદ્ધ અધ્યવસાય વડે વૈક્રિયાદિ-૧૧ માં નરકદ્ધિક બાદ કરતાં બાકી જે દેવદ્ધિક અને વૈક્રિયસપ્તકરૂપ વૈક્રિયનવકને બંધ વડે પુષ્ટ કરીને દેવગતિમાં જવા સન્મુખ થયેલો આત્મા દેવદ્રિક અને ક્રિયસપ્તકરૂપ ૯ પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તાનો સ્વામી થાય છે.
तमतमगो सव्वलहुँ, सम्मत्तं लभिय सवचिरमद्धं । पूरित्ता मणुयदुर्ग, सवज्जरिसहं सबंधते ।। ३५ ।। तमस्तमगः सर्वलघु, सम्यक्त्वं लब्ध्वा सर्वचिराद्धम् ।
पूरयित्वा मनुजद्विकम्, सवज्रर्षभं स्वबन्धान्ते ।। ३५ ।। ગાથાર્થ - તમસ્તમપ્રભા નારકીનો કોઇ આત્મા અતિશીધ્ર સમ્યકત્વ પ્રાપ્ત કરીને અને ત્યાં દીર્ધકાળ રહીને મનુષ્યદ્ધિક અને વજઋષભનારાચ સંઘયણનો બંધ કરે, તે નારકીના આત્મા કહેલ ૩ પ્રકૃતિઓની તેઓના બંધના અંત સમયે ઉત્કૃષ્ટ પ્રદેશસત્તાનો સ્વામી છે.
ટીકાર્ય :- તમસ્તમપ્રભા સાતમી પૃથ્વીનો નરક આત્મા સર્વલઘુ = સર્વ શબ્દ અતિ અર્થમાં છે તેથી અતિશીધ્ર અર્થાત્ જન્મ પછી અંતર્મુહૂર્ત ગયા પછી તરત એ પ્રમાણે અર્થ છે. સમ્યકત્વ પામીને સર્વચિરાતું એટલે અતિ દીર્ધકાળ અર્થાત્ અંતર્મુહૂર્ત ઓછા ૩૩ સાગરોપમ સુધી સમ્યકત્વનું અનુપાલન કરતો અને તેટલો કાળ મનુષ્યદ્વિક અને વજæ ષભનારાચ સંઘયણને બંધ વડે આપૂર્ણ કરીને અર્થાત્ પુષ્ટ કરે. હવે તે સાતમી નરકનો જીવ જે પછીના સમયે મિથ્યાત્વ પ્રાપ્ત કરશે બંધકાળના અંતભૂત તે સમયે (અર્થાત્ ૪થા ગુણસ્થાનકના ચરમ સમયે) તે નારકીને મનુષ્યદ્ધિક અને વજઋષભનારા, સંઘયણની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા હોય છે.
सम्मदिट्टिधुवाणं, बत्तीसुदहीसयं चउक्खुत्तो । उवसामयित्तु मोहं, खवेतगे णियगबंधते ।। ३६ ।। सम्यग्दृष्टिध्रुवानां, द्वात्रिंशदुदधिशतं चतुष्कृत्वः
उपशमय्य मोह, क्षपयतः निजकबन्धान्ते ।। ३६ ।। ગાથાર્થ - ૧૩૨ સાગરોપમ સુધી પુષ્ટ કરેલી ચાર વાર મોહનીયને ઉપશમાવી ક્ષય કરનારને સમ્યકત્વ છતાં ધ્રુવબંધિ બાર પ્રકૃતિઓની પોત પોતાના બંધના અંત સમયે ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા હોય છે.
ટીકાર્થ :- સમ્યકત્વ પામ્યા છતાં અવશ્ય જે પ્રકૃતિઓનો બંધ થાય છે તે સમ્યગુદૃષ્ટિ ધ્રુવ - પંચેન્દ્રિય જાતિ, સમચતુરસ્ત્ર સંસ્થાન, પરાઘાત, ઉચ્છવાસ, પ્રશસ્તવિહાયોગતિ, ત્રણચતુષ્ક, સુસ્વર, સુભગ, આદેયરૂપ = ૧૨ પ્રકૃતિઓનો ૧૩૨ સાગરોપમ સુધી બંધ વડે પ્રદેશોપચિત થયેલી અર્થાત્ પુષ્ટ કરીને અને ૪ વાર મોહનીયને ઉપશમાવીને પછી ક્ષય કરવા માટે તૈયાર થયેલ ક્ષપક પોતાના બંધના અન્ત અર્થાત્ પોત પોતાના બંધના વિચ્છેદ સમયે ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા થાય છે. અહીં મોહનીયને ઉપશમાવતો અશુભપ્રકૃતિઓના ઘણાં દલિકોને ગુણસંક્રમથી અધિકૃત પ્રકૃતિઓને વિષે સંક્રમાવે છે. તેથી મોહનીયને ચાર વાર ઉપશમનું ગ્રહણ કર્યું છે.
धुवबंधीण सुभाणं, सुभथिराणं च नवरि सिग्घयरं । तित्थयराहारगतणू, तेत्तीसुदही चिरचिया य ।। ३७ ।। ध्रुवबन्धिनीनां शुभानां, शुभस्थिरयोश्च नवरं शीघ्रतरम् ।
तीर्थंकराहारकतनु, त्रयस्त्रिंशदुदधिः चिरचितस्य च ।। ३७ ।। સાતમી નારકીમાં જનાર જીવ સભ્ય કુત્વ વધીને જ જાય છે અને નવું સમ્યકત્વ પર્યાપ્ત અવસ્થામાં જ ઉત્પન્ન થાય છે. માટે જન્મ પછી અંતર્મુહૂર્ત ગયા બાદ સમ્યક્ત્વ ઉત્પન્ન કરવાનું કહ્યું. અંતર્મુહૂર્ત ન્યૂન ૩૩ સાગરોપમ સુધી તેઓને સમ્યકત્વ ટકી શકે છે. અને તેમાં નિરંતર કહેલ ૩ પ્રકૃતિનો બંધ તેઓ કરે છે, માટે તે જીવ કહેલ ૩ પ્રકૃતિની ઉત્કૃષ્ટ સત્તાના અધિકારી છે.
કદાચ અહીં શંકા થાય કે અનુત્તર દેવો ૩૩ સાગ0 સુધી કહેલ ૩ પ્રકૃતિઓ નિરંતર બાંધે છે તો તેઓને તેની ઉત્કૃષ્ટ સત્તાના અધિકારી કેમ ન લીધા ? તેના ઉત્તરમાં સમજવું કે અનુત્તર દેવો કરતાં નારકીનો યોગ વધારે છે એટલે તો ઘણાં દલિકો ગ્રહણ કરી કહેલ ૩ પ્રકૃતિઓને પુષ્ટ કરી શકે છે. માટે તે લીધા છે.
૩૦.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org