________________
સત્તાપ્રકરણ
संजलणतिगे चेवं, अहिगाणि य आलिगाए समएहिं । दुसमयहीणेहिं गुणाणि जोगठाणाणि कसिणाणि ।। ४५ ।। संज्वलनत्रिके चैव - मधिकानि चावलिकायाः समयैः ।
द्विसमयहीनैर्गुणानि योगस्थानानि कृत्स्नानि ।। ४५ ।। ગાથાર્થ :- સંજ્વલનત્રિકમાં પણ એ પ્રકારે જાણવું. તથા સમસ્ત યોગસ્થાનોને બે સમયહીન આવલિકાના સમયો સાથે ગુણતાં જેટલાં યોગસ્થાનો થાય તેટલાં પ્રથમ સ્થિતિ વિચ્છેદે અધિક સ્પર્ધકો થાય છે.
ટીકાર્ય - ક્રોધ - માન - માયારૂપ સજ્વલનત્રિકમાં પણ પૂર્વ કહેલ પ્રમાણે જ સ્પર્ધકો કહેવાં. અહીં તાત્પર્ય એ છે કે ક્રોધાદિની પ્રથમસ્થિતિ જ્યાં સુધી એક આવલિકા બાકી ન રહે ત્યાં સુધી સ્થિતિઘાત - રસઘાત - બંધ - ઉદય - ઉદીરણા પ્રવર્તે છે. અને પ્રથમસ્થિતિમાં આવલિકા બાકી રહેતા તે (સ્થિતિઘાતાદિ) **વિચ્છેદ પામે છે, પછી અનન્તરસમયે સમયહીન આવલિકા સંબંધિ અને બે સમયહીન બે આવલિકા સુધી બાંધેલ દલિક માત્ર સત્તામાં છે. બીજું સર્વ ક્ષય પામેલ છે. ત્યાં સમયહીન આવલિકાગત જે દલિકના સ્પર્ધક વિચાર પૂર્વની જેમ કરવો. બે સમયહીન બે આવલિકાએ બાંધેલ દલિકની સ્પર્ધક ભાવના અન્યથા જુદી રીતે કરે છે. કારણ કે સત્કર્મવૃદ્ધિ પ્રકારથી બંધકૃત વૃદ્ધિ પ્રકારનો અન્યથા અભાવ હોવાથી પૂર્વે કહેલ પ્રકારે સ્પર્ધક સ્વરૂપનું અપ્રાપ્તપણું હોવાથી. (અનુસંધાણ પેઈઝ નંબર - ૯૯)
સત્તામાં હોય છે. એમ ૧૦૧ મા સમયે માત્ર ૧૦૨, ૧૦૩ મા નિષેકભાવી દલિક સત્તામાં હોય છે. ૧૦૨ મા સમયે માત્ર ૧૦૩ મા નિષેકભાવી કલિક સત્તામાં હોય છે. ૧૦૩ મા સમયે ૧૦૩ મા નિષેકભાવી દલિક તો સ્ટિબુકસંક્રમથી સમૃ૦ રૂપે ઉદયમાં આવતું હોવાથી મિથ્યા રૂપે સત્તામાં હોતું નથી. એટલે આ સમયે મિથ્યાત્વની બિસ્કુલ સત્તા હોતી નથી. ૧૦૨ મા સમયે ક્ષપિતકમશન જે ૧૦૩ મા નિષેકસ્વરૂપ ૧ સ્થિતિમાત્રની સત્તા હોય છે તે જઘ૦ પ્રદેશસત્તા છે. આ પ્રથમ સત્તાસ્થાન છે. ધારો કે એમાં ૧ અબજ કંધો છે. એના કરતાં ૧ સ્કંધ વધારે હોય એવું પણ સત્તાસ્થાન (૧અબજ + ૧ખંધવાળું) ક્ષપિતકશ સિવાયના કોઇ અન્યજીવને આ, શેષ ઉદયાવલિકાના દ્વિચરિમસમયે સંભવે છે. એમ એના કરતાં પણ ૧ અધિક સ્કંધ વધુ હોય એવું(૧ અબજ અને ૨ રૂંધવાળું) સત્તાસ્થાન આ સમયે કો'કને સંભવે છે..... આમ નિરંતર ૧-૧ સ્કંધ વધુ વધુ હોય એવા એકોત્તરવૃદ્ધિવાળા સત્તાસ્થાનો યાવતુ આ જ સમયે ગુતિકશ જીવને જેટલાં દલિકો હોય (૧ અબજ ૧ કરોડ) માં સુધી મળે છે. આ ૧ અબજ થી ૧કરોડ સુધીના સત્તાસ્થાનોનો સમૂહ એ પ્રથમ સ્પર્ધક છે.
વળી ધારો કે ૧૦૨ મા નિષેકમાં ક્ષપિતકમશને ૧૦ કરોડ અને ગુણિતકમશિને ૧૦ કરોડ ૨૦ લાખ દલિકો રહેલાં છે. ( આ ચરમ આવલિકાભાવી નિષેકોમાં પણ પૂર્વે ગુણશ્રેણિથી દલિક ૨ચના થયેલી છે. માટે ૧૦૩ મા નિ એકમાં જેટલાં દલિકો હોય તેના કરતાં અસંખ્યાતમાં ભાગના દલિકો ૧૦૨ મા નિષેકમાં હોય ઇત્યાદિ જાણવું. માટે અહીં આવી સંખ્યાની કલ્પના કરી છે. તેથી ૧૦૧ મા સમયે ક્ષપિતકર્ભાશને ૧ અબજ ને ૧૦ કરોડ દલિકો સત્તામાં છે. એ જ પ્રમાણે કો'ક કો'ક જીવને આ જ સમયે ૧ અબજ ૧૦ કરોડને ૧, ૧ અબજ ૧૦ કરોડને ૨.... ઇત્યાદિ સ્કંધો સત્તામાં સંભવે છે. પાવતુ ગુણિતકમશને આ સમયે જે (૧અબજ ૧ કરોડ + ૧૦ કરોડને ૨૦ લાખ =) ૧ અબજ ૧૧ કરોડ ૨૦ લાખનું સત્તાસ્થાન હોય છે. ત્યાં સુધી આ સમયે એકોત્તરવૃદ્ધિવાળા સત્તાસ્થાનો મળે છે. આ બીજું રૂદ્ધક છે. આ પ્રમાણે ૧૦૦ મા સમયે ત્રીજું રૂદ્ધક મળશે. આમ છેલ્લી આવલિકાના સમયગૂન આવલિકા પ્રમાણ (૩) રૂદ્ધક મળ્યા. હવે ૯૯ મા સમયે ૧૦૦ થી ૧૦૩ મા નિષેકોનું દલિક તથા ૧૦૪ થી ૧૦૦૦ મા નિષેક સ્વરૂપ ચરમખંડનું અવશિષ્ટ દલિક (૧૦ અબજ) સત્તામાં છે. (૯૯ માં નિષકોનું તો સ્તિ બુક સંક્રમથી સમ્યરૂપે ઉદયમાં આવ્યું છે.) એટલે કે ક્ષપિત કર્ભાશને કુલ ૧૧,૧૧,૧૦,૦૦૦૦૦ દલિક સત્તામાં છે...... આ એક સત્તાસ્થાન..... આના પછી ૧૧ ,૧૧,૧૦,૦૦૦૦૧; ૧૧,૧૧,૧૦,૦૦૦૦૩...... એમ ઉત્તરોત્તર એકોત્તરવૃદ્ધિવાળા સ્થાનો ત્યાં સુધી મળે છે કે જે ઉત્કૃ૦ પ્રદેશસત્તાના સ્વામી ગુણિતકર્માશ જીવનું સર્વોત્કૃષ્ટ સત્તાસ્થાન હોય. (આ સત્તાસ્થાન, તરીકે ગુરિતકર્માશ જીવનું ૯૯માં સમયભાવી સત્તાસ્થાન નથી લેવાનું, પણ મિથ્યાત્વની સર્વોત્કૃષ્ટ પ્રદેશસત્તા જે હોય તે સત્તાસ્થાન લેવાનું છે એ ધ્યાનમાં રાખવું.) આ એકોત્તરવૃદ્ધિવાળા સત્તાસ્થાનોનું આ એક નવું અદ્ધક છે.
પહેલાં સમય ન્યૂન આવલિકા પ્રમાણ જે અદ્ધકો કહ્યા અને આ એક નવું અદ્ધક.... કોઇપણ કાળે કોઇપણ જીવને મિથ્યાત્વની જે પ્રદેશસત્તા હોય તેનું સ્થાન આ સ્પર્ધ્વકોમાં જ આવી જતું હોય છે. આ અદ્ધકમાં જેનો સમાવેશ ન થતો હોય એવું કોઇ સત્તાસ્થાન કોઇપણ જીવને ક્યારેય હોતું નથી. માટે મિથ્યાત્વના પ્રદેશસત્તાસ્થાનોના એક આવલિકાના સમય પ્રમાણ સ્પર્ધકો કહ્યા છે. કહેવાનું તાત્પર્ય એ છે કે એક આવલિકા શેષ રહેતાં સ્થિતિઘાતાદિ વિચ્છેદ પામતા હોવાથી અત્રે સ્થિતિઘાત સંબંધિ સ્પર્ધક બને નહિ, પરંતુ વક્ષ્યમાણ રીતે શેષ રહેલી પ્રદેશોદયાવલિકા, અને સમયોન બે આવલિકાનું બાંધેલુ દલિક જે સત્તામાં રહ્યું છે તે, એ બેના સ્પર્ધકો બનશે. અહીં પૂર્વે જેમ છેલ્લી ઉદયાવલિકાના સ્પર્ધકોનો વિચાર કર્યો છે તે પ્રમાણે બે સમય ન્યૂન બે આવલિકા કાળમાં બંધાયેલા દલિકોના સ્પર્ધકો ધટી શકશે નહિ, કારણ કે જેવા જેવા યોગસ્થાન વડે જેટલાં જેટલા પ્રમાણમાં દલિકો બંધાયા છે, તે બંધાયેલા દલિકોના સ્પર્ધકોનો વિચાર કરવાનો છે. અને તેથી જ એક એક સમયે અનંત સત્કર્મસ્થાનો ધટશે નહિ. પરંતુ જે જે સમયે બંધાય છે, તે તે સમયે અનેક જીવોની અપેક્ષાએ જેટલા યોગસ્થાનકોનો સંભવ હોય, તેટલાં જ પ્રદેશસત્કર્મ સ્થાનો ધટી શકશે.
४३
Jain Education International
For Personal & Private Use Only
www jainelibrary.org