________________
સત્તાપ્રકરણ
૮૯ पुरुषस्य पुरुषसंक्रम - प्रदेशोत्कृष्टस्वामिकस्य ।
સ્ત્રી ચંપુનઃ સમાં, સંક્ષેતા ભવતિ તવાની . ૩૦ || ગાથાર્થ :- પુરુષવેદની ઉ૦ પ્રદેશસત્તા ઉ% પુરુષવેદ સંક્રમ સ્વામીને જ જાણવી. વિશેષ એ છે કે જે સમયે પુરુષવેદમાં સ્ત્રીવેદને સંક્રમાવે છે તે સમયે પુરુષવેદની ઉ૦ પ્રદેશસત્તાનો સ્વામી હોય છે.
ટીકાર્થ :- પુરુષવેદની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા ઉત્કૃષ્ટ પુરુષવેદના સંક્રમ સ્વામીને જ જાણવી. જે પુરુષવેદના ઉત્કૃષ્ટ સંક્રમ સ્વામી છે તે જ પુરુષવેદના ઉત્કૃષ્ટ પ્રદેશ સત્તાના સ્વામી પણ જાણવાં એ પ્રમાણે અર્થ છે. પરંતુ વિશેષ એ છે કે.....
- જે સમયે પુરુષવેદમાં સ્ત્રીવેદને સંક્રમાવે છે, તે સમયે પુરુષવેદના ઉત્કૃષ્ટ પ્રદેશસત્તાના સ્વામી છે. ગુણિતકર્માશ જીવ સ્ત્રીવેદને સર્વસંક્રમ વડે પુરુષવેદમાં સંક્રમાવે તે ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમના સ્વામી છે. એ પ્રમાણે અર્થ નીકળે છે. અને પંચસંગ્રહ ભાગ-૧માં પાંચમાદ્વારની ગાથા ૧૫૯માં કહ્યું છે કે “નો સર્વસંમેણં ત્યી પુસિ ફુદ સો સાથી' રિ :- અર્થ :- જે આત્મા સર્વ સંક્રમ વડે સ્ત્રીવેદના દલિકને પુરુષવેદમાં સંક્રમાવે તે પુરુષવેદની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તાનો સ્વામી છે.
तस्येव उ संजलणा, पुरिसाइकमेण सव्वसंच्छोभे । વહેવાના વિવું, રાતે સાયવેનસા || ૩૦ || तस्यैव तु संज्वलनाः, पुरुषादिक्रमेण सर्वसंच्छोभे ।
* તુYશન શાસ્ત્રનું, થજો સાતોશ્વેશfસ ાા રૂ9 IT. ગાથાર્થ :- જે ૫૦ વેઠ ઉ% પ્રદેશસત્તા સ્વામી છે. તેને જ સંજ્વલન ક્રોધાદિ-૪ કષાયો અનુક્રમે ૫૦ વેદાદિ સંબંધિ દલિકનો સર્વ સંક્રમ થતાં ઉ૦ પ્રદેશ સત્તાવાળા થાય છે. તથા ચાર વાર મોહને ઉપશમાવીને શીધ્ર (જલ્દીથી) ક્ષપણા સન્મુખ થયેલા જીવને ૧૦માં ગુણસ્થાનકના અન્ને સાતા - ઉચ્ચગોત્ર અને યશની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા હોય છે.
ટીકાર્ય :- જે પુરુષવેદની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તાનો સ્વામી છે, તે જીવને જ અનુક્રમે પુરુષવેદાદિ સંબંધિ દલિકનો સર્વસંક્રમ થતાં સંજ્વલન ક્રોધાદિ - ૪ કષાયોની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા થાય છે. અહીં આ પ્રમાણે તાત્પર્ય છે....
પુરુષવેદની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તાનો સ્વામી જ્યારે પુરુષવેદને સર્વસંક્રમથી સંજ્વલન ક્રોધમાં સંક્રમે છે ત્યારે તે જીવ તે વખતે સંજવલન ક્રોધની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તાનો સ્વામી છે. તે જ જીવ જ્યારે સંજ્વલન ક્રોધને સર્વસંક્રમથી સંજ્વલન માનમાં સંક્રમે છે ત્યારે સંજ્વલન માનની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તાના સ્વામી છે. તે જ જીવ જ્યારે સંજ્વલન માનને સર્વસંક્રમથી સંજ્વલન માયામાં સંક્રમે છે ત્યારે સંજ્વલન માયાની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તાનો સ્વામી છે. તે જ જીવ જ્યારે સંજવલન માનને સર્વસંક્રમથી સંજ્વલન માયામાં સંક્રમે છે ત્યારે સંજ્વલન માયાની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તાનો સ્વામી છે. તે જ જીવ જ્યારે સંજ્વલન માયાને સંજ્વલન લોભમાં સર્વસંક્રમ વડે સંક્રમાવે છે ત્યારે સંજવલન લોભની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તાના સ્વામી છે.
તથા ચાર વાર મોહનીયને ઉપશમાવીને શીધ્રપણે કર્મનો ક્ષય કરવા માટે કોઇ ગુણિતકર્માશ જીવ પ્રયત્ન કરે ત્યારે તે ક્ષપક જીવને સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનકના અન્ય સમયે વર્તતાં સાતવેદનીય - ઉચ્ચગોત્ર અને યશકીર્તિની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તાનો સ્વામી છે. કારણ કે ક્ષપકશ્રેણિઓમાં આરૂઢ થયેલ જીવ આ પ્રવૃતિઓમાં ગુણસંક્રમ વડે “અશુભ પ્રવૃતિઓના ઘણાં દલિકોને સંક્રમાવે છે. તેથી સૂક્ષ્મસંપાયના અન્ય સમયે એ પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા પ્રાપ્ત થાય છે.
देवणिरयाउगाणं, जोगुक्कस्सेहिं जेट्टगद्धाए । बद्धाणि ताव जावं, पढमे समए उदिन्नाणि ।। ३२ ।। देवनिरयायुषो - योगोत्कृष्टैर्येष्ठबन्धाद्धया ।
बद्धयोस्तावद् यावत्, प्रथमे समये उदीर्णे ।। ३२ ।। ગાથાર્થ :- ઉત્કૃષ્ટ યોગ અને કાળ વડે જ્યારે દેવાયુ અને નરકાયુની ઉત્કૃષ્ટ સ્થિતિ બંધાય ત્યારે તે બન્ને આયુષ્યના ઉદયના પ્રથમ સમય પર્યત તેની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા હોય છે. ૨૮ તેથી જ પંચ૦- ભાગ-૧માં પાંચમા દ્વારની ગાથા -૧૬૦માં કહ્યું છે વડસમય મોદ, નવસાયા સુલુમ હવાતિ / ગં અનુમાનિયસ્થ, નો દોરૂ
પાનું અર્થ :- ચાર વાર મોહને ઉપશમાવીને ખપાવવા માટે ઉદ્યમવંત થયેલા ક્ષેપકને સૂક્ષ્મસં૫રાયના એ ન્ય સમયે યશ કીર્તિ ઉચ્ચગોત્ર અને સાતાવેદનીયની ઉ૦ મ0 સત્તા હોય છે. કારણ કે અશુભ પ્રવૃતિઓના દલિકનો તે પ્રકૃતિઓમાં સંક્રમ થાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org