________________
કર્મપ્રકૃતિ ભાગ - ૩
ગાથાર્થ :- મિથ્યાત્વ અને મિશ્રમોહનીયને નાંખવા વડે અનુક્રમે મિશ્ર અને સમ્યકત્વમોહનીયની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા થાય છે. ઇશાન દેવલોકમાં ગયેલાને ચરમ સમયે નપુંસકવેદની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા થાય છે. - ટીકાર્ય - તે જણાવેલ ને જ કહે છે. પૂર્વે કહેલા સ્વરૂપવાળો તે ગુણિતકમશ જીવ સાતમી પૃથ્વીમાંથી નીકળીને *તિર્યંચમાં ઉત્પન્ન થાય છે. ત્યાં પણ અંતર્મુહૂર્ત રહીને (સંખ્યાત વર્ષના આયુષ્યવાળા) મનુષ્યમાં ઉત્પન્ન થાય, ત્યાં સમ્યકત્વ પ્રાપ્ત કરીને દર્શનસપ્તક અર્થાત્ દર્શનમોહનીયની ૭ પ્રકૃતિઓ ખપાવવાનો પ્રયત્ન કરે તે આત્માને (અનિવૃત્તિકરણના જે સમયે) મિથ્યાત્વમોહનીયને મિશ્રમોહનીયમાં સર્વ સંક્રમ વડે સંક્રમાવે તે સમયે મિશ્રમોહનીયની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા હોય છે.
તે મિશ્રમોહનીયને જે સમયે સમ્યકત્વમોહનીયમાં સર્વ સંક્રમ વડે સંક્રમાવે તે સમયે સમ્યકત્વ મોહનીયની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા થાય છે.
અક્ષર યોજના = અક્ષરાર્થ આ પ્રમાણે છે.... મિથ્યાત્વમાં અને મિશ્રમાં અનુક્રમે મિશ્રને અને શુદ્ધપુંજના ઉદયભાવિ એવા સમ્યક્ત્વમાં પ્રક્ષેપ થયે છતે તે મિશ્ર અને શુદ્ધનો અર્થાત્ મિશ્ર અને સમ્યકત્વનો ઉત્કૃષ્ટ પ્રદેશસત્તાનો સ્વામી થાય છે.
તથા તે જ ગુણિતકશ નારક તિર્યંચ થઇને કોઇ ઇશાન દેવલોકમાં દેવ થાય, અને ત્યાં પણ અતિસંક્લિષ્ટ પરિણામવાળો થઇને વારંવાર નપુંસકવેદને બાંધે છે. ત્યારે તે નપુંસકવેદની પોતાના ભવના અન્ય સમયે વર્તતાં તે ઇશાન દેવલોકના દેવને ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા હોય છે.
ईसाणे पूरित्ता, णपुंसगं तो असंखवासीसु । पल्लासंखियभागेण पूरिए इत्थिवेयस्स ।। २९ ।। ईशाने आपूर्य, नपुंसकं ततोऽसंख्यवर्षायुष्केषु ।।
पल्यासंख्येयभागेण पूरिते स्त्रीवेदस्य ।। २९ ।। ગાથાર્થ :- કોઇ આત્મા ઇશાન દેવલોકમાં નપુંસકવેદને પૂરીને ત્યાંથી સંખ્યાત વર્ષના આયુવાળામાં ઉત્પન્ન થઇ અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા યુગલિયામાં ઉત્પન્ન થાય. ત્યાં પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ કાળ વડે બંધ અને નપુંસકવેદના સંક્રમ વડે સ્ત્રીવેદ પૂરાય ત્યારે તેની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા તે યુગલિયાને થાય છે.
ટીકાર્થ :- પૂર્વ કહેલ રીતે ઇશાન દેવલોકમાં આ નપુંસકવેદને પૂરીને અર્થાત્ નપુંસકવેદનો ઉત્કૃષ્ટ પ્રદેશ સંચય કરીને, ત્યાર પછી સંખ્યય વર્ષના આયુષ્યવાળાની મધ્યે ઉત્પન્ન થઇને, ત્યાંથી ફરી અસંખ્યય વર્ષાયુષ્યવાળા (યુગલિયા) ને વિષે ઉત્પન્ન થાય. અને તે ત્યાં સંફિલષ્ટ પરિણામવાળો થઇને પલ્યોપમના અસંખ્યયભાગ માત્ર કાલથી સ્ત્રીવેદ વારંવાર બંધથી અને નપુંસકવેદના દલિકના સંક્રમથી સ્ત્રીવેદને પુષ્ટ કરે. જ્યારે તે સ્ત્રીવેદ અત્યંત પુરાયે છતે અર્થાત્ પુષ્ટ થાય ત્યારે સ્ત્રીવેદની તે યુગલિયાને ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા થાય છે.
पुरिसस्स पुरिससंकम - पएसउक्कस्स सामिगस्सेव । રૂલ્ય = પુખ સમય, સંપવિરવત્તા હવફ તારે II રૂ૦ ||
૨૪
૨૫
સાતમી નરકનો નારકી મનુષ્યમાં ઉત્પન્ન થતો નથી. અને મનુષ્યમાં ઉત્પન્ન થયા વિના જાયિક સમ્યકત્વ ઉત્પન્ન થતું નથી માટે તિર્યંચમાં જઇ સંખ્યાત વરસના આયુવાળા મનુષ્યમાં ઉત્પન્ન થવા કહ્યું છે. અહીં અનંતાનુબંધિ'નો દર્શનસપ્તકમાં સમાવેશ કરેલો હોવાથી દર્શનમોહનીયની ૭ પ્રકૃતિઓ કહેલી છે અને તે રીતે અનેક ઠેકાણે વિવક્ષિત છે નહિ તો અનંતાનુબંધિ” ચારિત્રમોહનીયની પ્રકૃતિઓ છે. ઇશાન દેવલોકનું ઉત્કૃષ્ટ બે સાગરોપમ પ્રમાણ આયુ હોય છે. વળી તેઓ અતિક્લિષ્ટ પરિણામે એકેન્દ્રિય યોગ્ય કર્મ બાંધે છે અને તે બાંધતા નપુંસકવેદ બાંધે છે. માટે તે દેવ તેની ઉત્કૃષ્ટ સત્તાનો અધિકારી થાય છે. અહીં યુગલિક સ્ત્રીવેદની ઉત્કૃષ્ટ સત્તાનો અધિકારી કહ્યો છે. યુગલિયા દેવ યોગ્ય કર્મ જ બાંધે છે તે બાંધતા અતિફિલષ્ટ પરિણામે સ્ત્રીવેદ બાંધે, નપુંસકવેદ નહિ. કારણ કે દેવગતિમાં નપુંસકવેદનો ઉદય હોતો નથી. વળી તેઓનું આયુષ્ય પણ મોટું એટલે વધારે કાળ બાંધી શકે માટે તે તેનો અધિકારી છે. વળી જે ફિલષ્ટ પરિણામે યુગલિયા સ્ત્રીવેદ બાંધે તેવા પરિણામે ઇશાન દેવ-નપુંસકવેદ બાંધે માટે પણ યુગલિક લીધો હોય તેમ જણાય
૨૭
For Personal & Private Use Only
Jain Education Interational
www.jainelibrary.org