________________
સત્તાપ્રકરણ
હોય છે. અને તે ઉલિત અનંતાનુબંધિને મિથ્યાત્વ પ્રત્યયથી ફરી પણ બાંધતા સાદિ, તે સ્થાન નહી પામેલાને (અર્થાત્ હજી સુધી અનંતાનુબંધિની જેઓએ ઉલના કરી નથી તેઓને) અજઘન્ય સત્તા અનાદિ, ધ્રુવ - અધ્રુવ પૂર્વની જેમ જાણવું.
યશ : કીર્તિ અને સંજ્વલન લોભની જઘન્ય પ્રદેશસત્તા ક્ષય કરવા તૈયાર થયેલા ક્ષપિતકર્માંશ જીવને યથાપ્રવૃત્તકરણના અપ્રમત્ત ગુણસ્થાનકના અન્ય સમયે હોય છે. અને તે એક સમયમાત્ર હોવાથી સાદિ - અધ્રુવ છે. તે સિવાય અન્ય સઘળી પ્રદેશસત્તા અજઘન્ય છે. અને તે પણ અપૂર્વકરણ ગુણસ્થાનકના પ્રથમ સમયે ગુણસંક્રમ વડે (અશુભ અન્ય પ્રકૃતિઓનું) ઘણું દલિક પ્રાપ્ત થતું હોવાથી તે અજઘન્ય પ્રદેશસત્તા સાદિ છે. તે સ્થાન (અર્થાત્ ૮મું ગુણસ્થાનક) નહિ પામેલાને અનાદિ ધ્રુવ - અધ્રુવ પૂર્વની જેમ જાણવું.
સર્વ પણ પ્રકૃતિઓના નહિ કહેલ જે વિકલ્પો તે બે પ્રકારે સાદિ - અધ્રુવ છે. ત્યાં ૪૨ પ્રકૃતિઓના નહિ કહેલ જઘન્ય - અજઘન્ય અને ઉત્કૃષ્ટ જાણવાં. ત્યાં ઉત્કૃષ્ટના તો બે પ્રકા૨ તે અનુભૃષ્ટના પ્રસંગે ક્થા જ છે. જઘન્ય અને અજઘન્ય પ્રદેશસત્તા આગળ કહેનાર જઘન્ય પ્રદેશસત્તાનો સ્વામી કોણ છે ? તે જોઇ પોતાની મેળે વિચાર કરી લેવો.
૧૨૪ પ્રકૃતિઓના નહિ કહેલા ઉત્કૃષ્ટ - અનુત્કૃષ્ટ અને જઘન્ય ત્રણ પ્રકારે છે. ત્યાં જઘન્ય પ્રદેશસત્તા અજઘન્યના પ્રસંગે કહ્યાં છે. અને ઉત્કૃષ્ટ - અનુત્કૃષ્ટ એ બે વિકલ્પ ગુણિતકર્માંશ મિથ્યાદષ્ટિ જીવને પ્રાપ્ત થાય છે. અને તે પણ વારાફરતી હોવાથી સાદિ - અધ્રુવ છે.
૮૭
એ જ પ્રમાણે અનંતાનુબંધિ -૪, સંજ્વલન લોભ અને યશઃકીર્તિના ઉત્કૃષ્ટ - અનુત્કૃષ્ટ કહેવાં. જઘન્ય તો પૂર્વે કહેલા જ છે. અને બાકીની અધ્રુવસત્તા પ્રકૃતિઓના ઉત્કૃષ્ટ - અનુત્કૃષ્ટ જઘન્ય અને અજઘન્ય એ ચારે પણ વિકલ્પો અધ્રુવસત્તાપણું હોવાથી સાદિ - અધ્રુવ છે.
ઇતિ ૨જી સાધાદિ પ્રરૂપણા સમાપ્ત
-: અથ ત્રીજી સ્વામિત્વ પ્રરૂપણા વિષે ઉત્કૃષ્ટ સ્વામિત્વ પ્રરૂપણા
संपुन्नगुणियकम्मो, पएसउक्कस्ससंतसामी उ ।
तस्येव य उप्पि विणिग्गयस्स कासिंचि वन्नेऽहं ।। २७ ।।
संपूर्णगुणितकर्मा, प्रदेशोत्कृष्टसत्तास्वामी तु ।
तस्यैव चोपरि विनिर्गतस्य कासाञ्चित्तु वर्णयेऽहम् ।। २७ ।।
ગાથાર્થ ઃસંપૂર્ણ ગુણિતકર્માંશ આત્મા પ્રાયઃ ઉત્કૃષ્ટ પ્રદેશસત્તાનો સ્વામી છે. તથા કેટલીક પ્રકૃતિઓનો તે જ સંપૂર્ણ ગુણિતકર્માંશ આત્મા (૭મી નરકમાંથી) નીકળેલાનો ઉપ૨ વિશેષ છે. તેને હું કહીશ.
ટીકાર્થ : - તે પ્રમાણે સાદિ - અનાદિ પ્રરૂપણા કરી. હવે સ્વામિત્વને કહે છે. અને તે બે પ્રકારે છે. ઉત્કૃષ્ટ પ્રદેશસત્તાના
સ્વામી અને જઘન્ય પ્રદેશસત્તાના સ્વામી.
ત્યાં પ્રથમ ઉત્કૃષ્ટ પ્રદેશસત્તાના સ્વામીને કહે છે - સાતમી નરક પૃથ્વીનો પોતાના આયુના અન્ય સમયે વર્તમાન સંપૂર્ણ ગુણિતકર્માંશ નારકી પ્રાયઃ સર્વ કર્મપ્રકૃતિઓની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તાના સ્વામી સમજવો. માત્ર સાતમી નરક પૃથ્વીમાંથી નીકળેલા તે જ ગુણિતકર્માંશ જીવને કેટલીએક પ્રકૃતિઓના સંબંધમાં વિશેષ પણ છે. તે વિશેષ (તફાવત) હું વર્ણવુ છું અર્થાત્ વર્ણવીશ.
Jain Education International
‘‘ વર્તમાનસામીપ્થે વર્તમાનવા’' આ સૂત્રને અનુસાર ભવિષ્યના અર્થમાં વર્તમાન કાળનો વન્દે = વળયામિ પ્રયોગ થયો છે. એટલે વર્નવામિ નો અર્થ વવિામિ વર્ણવીશ તે પ્રમાણે જાણવો.
मिच्छत्ते मीसम्म य, संपक्खित्तम्मि मीससुद्धाणं । રસવરસ્સ ૩ ઈસાળાસ્ત ચરમમ્મિ સમમ્મિ ।। ૨૮ ||
मिथ्यात्वे मिश्रे च, संप्रक्षिप्ते मिश्रशुद्धयोः । વર્ષવરસ્ય તુ ફૈશાનસ્ય ચરમે સમયે ।। ૨૮ ।।
For Personal & Private Use Only
www.jainelibrary.org