________________
કર્મપ્રકૃતિ ભાગ-૩
-: અથ રજી સાધાદિ પ્રરૂપણા :-)
રજી સાદિ અનાદિ પ્રરૂપણા કરે છે. અને તે બે પ્રકારે છે. મૂલપ્રકૃતિ વિષયની અને ઉત્તરપ્રકૃતિ વિષયની. ત્યાં મૂલપ્રકૃતિ વિષયની પ્રરૂપણા કરતાં કહે છે.
આયુષ્ય સિવાયના સાતે મૂલપ્રકૃતિઓનો અજઘન્ય પ્રદેશસત્તા ત્રણ પ્રકારે છે. અનાદિ – ધ્રુવ અને અધ્રુવ. ત્યાં આયુષ્ય સિવાય ૭કર્મોની પોત પોતાના ક્ષય વખતે અન્ય સ્થિતિમાં વર્તતાં પિતકર્માશ જીવને જઘન્ય પ્રદેશસત્તા હોય છે. અને તે સાદિ – અધ્રુવ છે, તે સિવાય બીજે સર્વ અજઘન્ય અને તે અનાદિ હંમેશા હોવાથી. ધ્રુવ - અધુરતા અભવ્ય - ભવ્ય અપેક્ષાએ. બાકીના ઉદ્ધરિત આવતા વિકલ્પો ઉત્કૃષ્ટ – અનુત્કૃષ્ટ - જઘન્યરૂપ સાદિ – અધ્રુવ બે પ્રકારે છે. ત્યાં ઉત્કૃષ્ટ પ્રદેશસત્તાકર્મ ગુણિતકશ એવા મિથ્યાદૃષ્ટિ જીવ સાતમી નારકીમાં વર્તતો હોય તેને પ્રાપ્ત થાય છે. બાકીના કાલમાં તો તેને પણ અનુત્કૃષ્ટ તેથી બન્ને પણ સાદિ - અધુવ છે. જઘન્ય તો પૂર્વે જ કહ્યાં છે.
આયુષ્યકર્મના તો સર્વે પણ ઉત્કૃષ્ટ - અનુત્કૃષ્ટ - જઘન્ય - અજઘન્યરૂપ વિકલ્પો સાદિ - અધ્રુવ છે. કારણ કે ઉત્કૃષ્ટ અનુત્કૃષ્ટ તેમજ જઘન્ય, અજઘન્ય વારાફરતી આવતા હોય છે.
बायालाणुक्कस्सं, चउवीससयाऽजहन्न चउ तिविहं । होइ य छण्ह चउद्धा, अजहण्णमभासियं दुविहं ।। २६ ।। द्विचत्वारिंशतोऽनुत्कृष्टम्, चतुर्विशत्यधिकशतस्याऽजघन्यं चतुस्त्रिविधम् ।
भवति च षण्णां चतुर्धा, अजघन्यमभाषितं द्विविधम् ।। २६ ।। ગાથાર્થ :- ૪૨ પ્રકૃતિઓની અનુત્કૃષ્ટ પ્રદેશસત્તા ૪ પ્રકારે, તથા ૧૨૪ પ્રકૃતિની અજઘન્ય પ્રદેશસત્તા ૩ પ્રકારે, તથા ૬ પ્રકૃતિઓનો અજઘન્ય પ્રદેશસત્તા ૪ પ્રકારે અને અનુક્ત = નહિ કહેલા વિકલ્પો બે પ્રકારે જાણવાં.
ટીકાર્ય - હવે ઉત્તઅકતિઓને આશ્રયીને સાદિ-અનાદિ પ્રરૂપણા કરતાં કહે છે. સાતાવેદનીય, સંજ્વલન-૪, પુરુષવેદ, પંચેન્દ્રિયજાતિ, તેજસસપ્તક, પ્રથમ સંસ્થાન, પ્રથમ સંઘયણ, શુભવદિ-૧૧, અગુરુલઘુ, પરાઘાત, ઉચ્છવાસ, શુભવિહાયોગતિ, ત્રસદશક, નિર્માણરૂપ ૪૨ પ્રકૃતિઓની અનુત્કૃષ્ટ પ્રદેશસત્તા ૪ પ્રકારે છે. સાદિ - અનાદિ - ધ્રુવ - અધ્રુવ ભેદથી તે આ પ્રમાણે કહે છે.....
પ્રથમ સંઘયણ સિવાય બાકીની ૪૧ પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા ક્ષપકશ્રેણિમાં પોત પોતાના બંધના અન્તસમયે વર્તતાં ગુણિતકર્માશ જીવને હોય છે. અને તે એક સમયપણું હોવાથી સાદિ - અધ્રુવ. તે સિવાય અન્ય સઘળી પ્રદેશસત્તા અનુત્કૃષ્ટ અને તે અનુષ્ટ સત્તા ઉત્કૃષ્ટ સત્તાના પછીના સમયે થતી હોવાથી સાદિ, તે સ્થાન પ્રાપ્ત નથી કર્યું તે જીવને અનાદિ, ધ્રુવ - અધ્રુવ પૂર્વની જેમ.
પ્રથમ સંઘયણની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા સાતમી નરક પૃથ્વીમાં વર્તતાં મિથ્યાત્વ ગુણઠાણે જવા ઇચ્છતા - જવાની તૈયારી કરતાં ગુણિતકર્માશ સમ્યગુદષ્ટિ નારકીને હોય છે. અને તે ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા સાદિ-અધ્રુવ છે. તે સિવાય સઘળી પ્રદેશસત્તા અનુકુષ્ટ, તે અનુત્કૃષ્ટ સત્તા ઉત્કૃષ્ટ સત્તાના પછીના સમયે થતી હોવાથી સાદિ, તે સ્થાન (અર્થાત્ ઉત્કૃષ્ટ સ્થાન) નહી પ્રાપ્ત કરનારને અનાદિ, ધ્રુવ - અધુવ પૂર્વની જેમ. તથા અનંતાનુબંધિ-૪, યશ : કીર્તિ, સંજ્વલન લોભ એ - ૬ પ્રકૃતિઓ સિવાયની ૧૨૪ ધ્રુવસત્તા પ્રકૃતિની અજઘન્ય પ્રદેશસત્તા અનાદિ – ધ્રુવ - અધ્રુવ એમ ત્રણ પ્રકારે છે. તે આ પ્રમાણે કહે છે - આ પ્રવૃતિઓની જઘન્ય પ્રદેશસત્તા પોત પોતાના ક્ષયના અન્ય સમયે ક્ષપિત કર્ભાશ જીવને હોય છે. અને તે એક સમયની હોવાથી સાદિ - અધ્રુવ. તે સિવાય અન્ય સઘળી સત્તા અજઘન્ય છે અને તે અનાદિ છે, કારણ કે તે અનાદિકાળથી હોય છે. ધ્રુવ - અધ્રુવ પૂર્વની જેમ. ક્ષય થયા પછી ફરીથી સત્તા પ્રાપ્ત થતી ન હોવાથી સાદિ ન આવે.
“રિવિશં'' રિ - ૪૨ પ્રકૃતિની અનુત્કૃષ્ટ પ્રદેશસત્તા ૪ પ્રકારે છે. અને ધ્રુવસત્તા ૧૨૪ પ્રકૃતિઓની અજઘન્ય પ્રદેશસત્તા ત્રણ પ્રકારે યથાક્રમથી જોડવું તથા અનંતાનુબંધિ-૪, સંજ્વલન લોભ, યશ : કીર્તિ રૂ૫ ૬ પ્રકૃતિઓની અજઘન્ય પ્રદેશસત્તા ૪ પ્રકારે છે. સાદિ – અનાદિ - ધ્રુવ - અધ્રુવ ભેદથી છે. તે આ પ્રમાણે કહે છે....
અનંતાનુબંધિની ઉદ્દલના કરતા ક્ષપિતકશ કોઇ આત્માને સત્તામાં તેની જ્યારે એક સમય પ્રમાણસ્થિતિ બાકી રહે ત્યારે જઘન્ય પ્રદેશસત્તા હોય છે અને તે એક સમયમાત્ર હોવાથી સાદિ - અધ્રુવ છે તે સિવાય અન્ય સઘળી સત્તા અજઘન્ય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org