________________
સત્તાપ્રકરણ
बन्धहतहतहतोत्पत्तिकानि क्रमशोऽसंख्येयगुणितानि ।
उदयोदीरणावर्जानि भवन्त्यनुभागस्थानानि ।। २४ ।। ગાથાર્થ :- બંધોત્પત્તિક, હતોત્પત્તિક, ને હતeતોત્પત્તિક એ ત્રણે અનુભાગ સત્તાસ્થાનો અનુક્રમે અસંખ્યયગુણ છે, ઉદય ને ઉદીરણાજન્ય અનુભાગ સ્થાનો વર્જીને બંધાત્મત્તિક હતોત્પત્તિક ને તહતોત્પત્તિ અનુ0 સત્તાસ્થાનો અનુક્રમે અસંખ્યયગુણ છે.
ટીકાર્થ :- હવે અનુભાગ સત્તાકર્મ સ્થાનની ભેદ પ્રરૂપણા કરતાં કહે છે. અહીં અનુભાગ0ાનો ત્રણ પ્રકારે છે. બંધોત્તિક, હતોત્પત્તિકને હતeતોત્પત્તિક છે.
૧- બંધોત્પત્તિક :- ત્યાં જેઓની ઉત્પત્તિ બંધથી જ છે, તે બંધોત્પત્તિક અને તેના સ્થાનકો અસંખ્યય લોકાકાશ પ્રદેશ પ્રમાણ છે, કારણ કે તેના હેતુઓના અધ્યવસાયો અસંખ્યયલોકાકાશ પ્રદેશ પ્રમાણ હોવાથી.
૨- હતોત્પત્તિક :- તથા ઉદ્વર્તના - અપવર્તનાકરણ વશથી (વૃદ્ધિ અને હાનિ વડે) અન્યથા અન્યથા (ભિન્ન ભિન્ન) પરિણામથી જે અનુભાગ સ્થાનો વિચિત્ર પ્રકારે થાય છે તેને હતોત્પત્તિક કહેવાય છે. હતથી એટલે પૂર્વ અવસ્થા વિનાશરૂપ ઘાતથી જેઓની ઉત્પત્તિ તે હતોત્પત્તિક એ પ્રમાણે વ્યુત્પત્તિ થાય છે. અને તે પૂર્વથી (અર્થાતુ બંધોત્પત્તિકથી) અસંખ્યયગુણ છે. એક એક બંધોસ્પત્તિક સ્થાનમાં જુદા જુદા જીવની અપેક્ષાએ ઉદવર્તના અપવર્તના વડે અસંખેય ભેદ થાય છે. તેથી (બંધોસ્પત્તિકથી હતોત્પત્તિક અસંખ્યયગુણ છે.)
૩ - હાહતોત્પત્તિક :- જે સ્થિતિઘાત અથવા રસઘાત વડે અન્યથાપણે પામેલ વિલક્ષણ અનુભાગ સ્થાનો થાય છે તેને હતeતોત્પત્તિક કહેવાય છે. હતા એટલે ઉદ્વર્તના - અપવર્તના વડે ઘાત થયે છતે ફરી પણ ઘાત થવાથી એટલે સ્થિતિઘાત અને રસઘાતથી થયેલ ઘાતથી જેઓની ઉત્પત્તિ તે હતeતોત્પત્તિક એ પ્રમાણે વ્યુત્પત્તિ છે. અને તે ઉદ્દ્વના - અપવર્તનાજન્ય અનુભાગ સ્થાનોથી (અર્થાત્ હતોત્પત્તિકથી) અસંખ્યયગુણ છે.
હવે ગાથાનો અક્ષરાર્થ આ પ્રમાણે છે - જે સ્થાનો ઉદયથી અને ઉદીરણાથી દરેક સમયે ક્ષય થવાથી અન્યથા - અન્યથા અનુભાગ સ્થાનો ઉપજે છે તે સિવાયના બાકીનાને બંધોત્પત્તિક આદિ અનુભાગ સ્થાનો ક્રમશ અસંખ્યયગુણ કહેવાય છે. ઉદય - ઉદીરણા અન્ય સ્થાનોનું કેમ વર્જન કર્યું? તો કહે છે કે ઉદય ઉદીરણા પ્રવર્તમાન થયે બંધ, ઉદ્વર્તના, અપવર્તન, સ્થિતિઘાત અને રસધાત જન્ય સ્થાનોમાંથી કોઇપણ સ્થાનો અવશ્ય હોય છે. તે કારણથી તેઓનું (અર્થાત્ ઉદય - ઉદીરણા સ્થાનોનું) તેમાં અન્તર્ભાવ થવાથી પૃથક ગણવામાં આવ્યા નથી. તુલ્ય જાતીયપણું હોવા છતા પણ હેતુભેદથી તેનો ભેદ આવશ્યક છે. અહીં તેમ પણ શંકા ન કરવી. બંધોત્પત્તિક આદિમાં અન્તભૂત થયે છતે તેવા પ્રકારનો ભેદ સ્થાનભેદનું નિમિત્ત ન હોવાથી દૂષણ નથી.
ઇતિ ૩જી અનુભાગસરા સમાપ્ત
(- અથ ૪થી પ્રદેશસત્તા :-)
सत्तण्हं अजहण्णं, तिविहं सेसा दुहा पएसम्मि । मूलपगईसु आउस्स साइ अधुवा य सब्वे वि ।। २५ ।। सप्तानामजघन्यम्, त्रिविधं शेषा द्विधा प्रदेशे ।
मूलप्रकृतिष्वायुषः सायध्रुवाश्च सर्वेऽपि ।। २५ ।। ગાથાર્થ :- સાત મૂળપ્રવૃતિઓના પ્રદેશના વિષયમાં અજઘન્ય પ્રદેશ સત્તાકર્મ ત્રણ પ્રકારે છે અને શેષ વિકલ્પો બે પ્રકારે છે. તથા આયુષ્યના સઘળા વિલ્પો સાદિ સાંત એમ બે પ્રકારે છે.
ટીકાર્ય - તે પ્રમાણે અનુભાગ સત્તાકર્મ કહ્યું, હવે પ્રદેશ સત્તાકર્મ કહે છે. અને ત્યાં ત્રણ અર્થાધિકાર છે. ભેદ, સાદિ-અનાદિ પ્રરૂપણા અને સ્વામિત્વ પ્રરૂપણા. ભેદ પ્રરૂપણા પૂર્વની જેમ જાણવી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org