________________
કર્મપ્રકૃતિ ભાગ - ૩ મન:પર્યવજ્ઞાનાવરણનું જઘન્ય અનુભાગ સત્તાસ્થાન આશ્રયી બે સ્થાનક અને ઘાતિત્વ આશ્રયી દેશઘાતી સમજવું. સમ્યકત્વમોહનીય, જ્ઞાન - ૫, દર્શના૦ - ૬, અંતરાય - ૫, એ-૧૬ પ્રકૃતિઓ તથા કિષ્ક્રિરૂપ - સંજ્વલન લોભ, વેદ - ૩, સર્વસંખ્યા - ૨૧ પ્રકૃતિઓની જઘન્ય અનુભાગસરાના સ્વામી પોત પોતના અન્તિમ સમયે વર્તતાં જીવો જાણવાં. || ૨૨ //
ટીકાર્થ :- પ્રમાણે સ્થિતિસ્થાન ભેદ પણ બતાવ્યો, હવે અનુભાગસત્તાની પ્રરૂપણા કરતાં કહે છે. અનુભાગ સંક્રમ તુલ્ય અનુભાગસત્તાકર્મ કહેવું. જેમ અનુભાગસંક્રમમાં સ્થાન - પ્રત્યય - વિપાક - શુભ – અશુભપણું - સાદિ - અનાદિપણું સ્વામિત્વ પહેલા કહ્યું તે જ પ્રમાણે અહીં અનુભાગાસત્તાકર્મમાં કહેવું. એ પ્રમાણે ભાવ છે. માત્ર આટલું વિશેષ છે.
જે દેશઘાતિની કહી તેમાં હાસ્યાદિ ૬ સિવાયની મતિ - શ્રત - અવધિજ્ઞાનાવરણ, ચક્ષુ - અચક્ષુ - અવધિદર્શનાવરણ સંજ્વલન -૪, વેદ-૩, અંતરાય-૫, રૂ૫ - ૧૮ પ્રકૃતિઓની જઘન્ય અનુભાગ સત્તા સ્થાનને આશ્રયીને એક સ્થાનક, ઘાતિસંજ્ઞાને આશ્રયીને દેશઘાતિ જાણવી. ૨૧ //
મન:પર્યવજ્ઞાનાવરણમાં તો જઘન્ય અનુભાગાસત્તા સ્થાનને આશ્રયીને બે સ્થાનક રસની અને ઘાતિત્વ આશ્રયી દેશઘાતિ રસની જઘન્ય સત્તા સમજવી. અહીં ઉત્કૃષ્ટ અનુભાગ સત્તાકર્મના સ્વામી જે ઉત્કૃષ્ટ અનુભાગસંક્રમના સ્વામી છે તે જ વિશેષ વગર જાણવાં. જઘન્ય અનુભાગ સત્તાકર્મના સ્વામીને વિષે પણ કેટલીક પ્રવૃતિઓનો જઘન્ય અનુભાગ સંક્રમ સ્વામીની જેમ, અને કેટલીક પ્રવૃતિઓમાં વિશેષ છે તે કહે છે. ““સામનો ય સમત્તે '' ઇત્યાદિ સમ્યકત્વ, જ્ઞાનાવરણ - ૫, દર્શનાવરણ - ૬, અંતરાય - ૫, એ ૧૬ પ્રકૃતિઓ તથા કિક્રિરૂપ સંજ્વલન લોભ, વેદ-૩ સર્વસંખ્યા ૨૧ પ્રકૃતિઓની જઘન્ય અનુભાગસત્તાના સ્વામી પોત પોતાના અન્તિમ સમયે વર્તતાં જીવો જાણવાં.
मइसुयचक्खुअचक्खूण सुयसमत्तस्स जेटलद्धिस्स । .. परमोहिस्सोहिदुर्ग, मणनाणं विपुलणाणिस्स ।। २३ ।। मतिश्रुतचक्षुरचक्षुषाम् श्रुतसमाप्तस्य ज्येष्ठलब्धिकस्य ।
परमावधेरवधिद्विकम्, मनोज्ञानं विपुलज्ञानिनः ।। २३ ।। ગાથાર્થ - મતિ-શ્રુત-ચક્ષુ અને અચકું આવરણની જઘન્ય અનુભાગ સત્તા ઉત્કૃષ્ટ શ્રુત લબ્ધિવંત શ્રુતસમાપ્તને (ચૌદપૂર્વધરને) હોય, અને અવધિઢિક આવરણની જઘન્ય અનુભાગ સત્તા પરમાવધિયુક્ત જીવને હોય, અને મન:પર્યવની જઘન્ય અનુભાગ સત્તા વિપુલમતિ મન:પર્યવજ્ઞાનીને હોય છે.
ટીકાર્ય :- અહીં જ વિશેષ કહે છે - મતિજ્ઞાનાવરણ, શ્રુતજ્ઞાનાવરણ, ચક્ષુદર્શનાવરણ, અચક્ષુદર્શનાવરણની જઘન્ય અનુભાગ સત્તાના સ્વામી શ્રુત સમાપ્તને એટલે સર્વ અક્ષર સન્નિપાતિ ૧૪ પૂર્વધરને હોય છે. અને તે પણ જ્યેષ્ઠ લબ્ધિકને એટલે શ્રુતજ્ઞાનની ઉત્કૃષ્ટ લબ્ધિમાં વર્તતાં જીવને છે.
તથા અવધિદ્ધિક તે અવધિજ્ઞાનાવરણ - અવધિદર્શનાવરણ રૂપની જઘન્ય અનુભાગ સત્તા પરમાવધિજ્ઞાનીને હોય છે. અવધિજ્ઞાનાવરણ, અવધિદર્શનાવરણના જઘન્ય અનુભાગસત્તાના સ્વામી પરમાવધિયુક્ત જીવ જાણવાં એ પ્રમાણે અર્થ છે. તથા મન:પર્યવ જ્ઞાનાવરણની જઘન્ય અનુભાગ સત્તાના સ્વામી વિપુલમતિ લબ્ધિથી યુક્ત અર્થાત્ વિપુલમન:પર્યવને જાણવાં. એ પ્રમાણે અર્થ છે. કારણ કે લબ્ધિ સહિતનો ઘણો અનુભાગ નાશ પામે છે. તેથી પરમાવધિજ્ઞાન આદિને કહ્યું છે.
ઇતિ જઘન્ય ઉત્કૃષ્ટ અનુભાગ સત્તા સ્વામિત્વ પ્રરૂપણા સમાપ્ત
-: અથ ભેદ પ્રરૂપણા:-) बंधहयहयहउप्पत्तिगाणि कमसो असंखगुणियाणि । उदयोदीरणवज्जाणि होति अणुभागठाणाणि ।। २४ ।।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org