________________
કર્મપ્રકૃતિ ભાગ - ૩
સાતાને અનુભવતો અથ સાતાને વેદતા કોઇ આત્માએ અસાતાની ઉત્કૃષ્ટ સ્થિતિ ભાંધી અને તે બાંધીને સાતાને બાંધવાની શરૂઆત કરે. બંધાવલિકા જેની પસાર થયી છે. એવા આલિકાથી ઉપર બે આવલિકાહીન ૩૦ કોડાકોડી સાગરોપમ પ્રમાણ સ્થિતિસત્તા સર્વ અસાતાને વેદાતી અને બંધાતી સાતાવેદનીયમાં ઉદધાલિકા ઉપર સંન્માવે છે. તે કારણથી તે ઉદયાલિકા સહિત સંક્રમવર્ડ બે આધિકાહીન ઉત્કૃષ્ટ સ્થિતિ સમાગમ પ્રમાણ સાતાવેદનીયની ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા છે. એ પ્રમાણે બીજી પણ ઉદયસંક્રમોત્કૃષ્ટ પ્રકૃતિઓની બે આવલિકાહીન પોત પોતાની સ્વજાતીયની ઉત્કૃષ્ટ સ્થિતિ સમાગમ પ્રમાણ ઉદયાવલિકા સહિત ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા સમજવી.
૭૬
વળી સમ્યકત્વની અંતર્મુહૂર્ત્તહીન અને ઉદયાવલિકા સહિત ઉત્કૃષ્ટ સ્થિતિ સમાગમ ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા જાણવી, કારણ કે મિથ્યાત્વની ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધીને પછી અંતર્મુહૂર્ત મિથ્યાત્વે જ રહીને સમ્યક્ત્વને પ્રાપ્ત કરે છે. અને તે (સમ્યક્ત્વ) પામ્યા પછી મિથ્યાત્વોનીયની ઉદયાવલિકા ઉપ૨ની અંતર્મુહૂર્ત ન્યૂન ૭૦ કોકો સાગ પ્રમાણ સર્વ પણ સ્થિતિને સમ્યક્ત્વમાં ઉદયાવલિકાથી ઉપ૨ સંક્રમાવે છે. તે કારણથી અંતર્મુર્ત્ત હીન અને ઉદયાવલિકા સહિત સમ્યક્ત્વની ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા
હોય છે.
અનુદયસંક્રમોત્કૃષ્ટ : :- તથા જે પ્રકૃતિઓની સંક્રમથી ઉત્કૃષ્ટ સ્થિતિ પ્રાપ્ત થાય છે અને સંક્રમના સમયે ઉદય નથી તે અનુદયાવાલી પ્રકૃતિઓને અનુદયસંક્રમોત્કૃષ્ટ કહેવાય છે. તે દેવગતિ, દેવાનુપૂર્વી, મિશ્ર, આહા૨કસપ્તક, મનુષ્યાનુપૂર્વી, બેઇન્તુઇ, ચઉરિન્દ્રિય જાતિ સૂક્ષ્મ, સાધારણ, અપર્યાપ્ત, તીર્થંકર હલાવાલી ૧૮ પ્રકૃતિઓનો સંક્રમઢારા બે આવલિકા ઓછી ઉત્કૃષ્ટ સ્થિતિના સમાગમ પ્રમાણે આવલિકા સહિત પૂર્વે જે સ્થિતિસત્તા કહી તેટલી હીન સ્થિતિસત્તા જાણવી. (અર્થાત્ ૨ આવલિકા ન્યૂન સ્વજાતીય પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ સ્થિતિનો જે સંક્રમ થાય તેમાં સમય ન્યુન ઉદયાવલિકા સહિત કરતાં જે સ્થિતિ થાય તેટલી ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા કહેવાય) તે આ પ્રમાણે કહે છે....
કોઇ મનુષ્ય ઉત્કૃષ્ટ સંક્લેશના વશથી નરકની ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધીને પરિણામનું પરાવર્તન થવાથી દેવગતિનો બંધ શરૂ કરે અને તે બંધાતી દેવગતિમાં જેની બંધાવલિકા પસાર થઇ ગઇ છે તે નકગતિની ઉદયાવલિકા ઉપરની બે આવિકા ન્યૂન સર્વે પણ ૨૦ કછી સાગનું પ્રમાણ સ્થિતિને તેની ઉદયાવલિકા ઉપર સંક્રમાવે અને તે સમયમાત્ર પ્રથમ સ્થિતિ વેદાતી મનુષ્યગતિમાં અનુદયવની પર્ણ સ્તિબુકસેક્રમથી સંક્રમાવે છે. તે કારણથી દેવગતિની ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા તે સમયમાત્ર
૧૯
૧૭
૧૮
૧૯
બંધાવલિકા અને ઉદયાવલિકામાં કોઇ કરણ લાગતું નથી માટે બંધાવલિકા ગયા પછી ઉદયાવ લિકા ઉપ૨ની બે આવલિકા ન્યૂન ૩૦ કોકોસાગ, પ્રમાણ અસાતાની સત્તામાં રહેલ સ્થિતિ બંધાતી સાતાવેદનીયમાં સંક્રમાવે છે એટલે બે આ વલિકા ન્યૂન જેટલા સ્થિતિસ્થાનકો છે, તેમાંના કેટલાક દર્શિકાને સાતાર્વેદ-નીષરૂપે કરે છે.
અહીં એટલું સમજવું કે અસાતા સાતારૂપે થાય એટલે અસાતાની સત્તા જ નષ્ટ થાય એમ નહી પરંતુ બે આવલિકા ન્યૂન અસાતાના દરેક સ્થાનકમાંના દલિકને યોગના પ્રમાણમાં સાતારૂપે કરે. વળી જે સ્થાનકમાં દલિકો રહ્યા છે તે જ સ્થાનક્રમાં દલિકો રહે, નિર્ષક રચનામાં ફેરફાર ન થાય માત્ર સ્વરૂપનો જ ફેરફાર થાય. એટલે કે અસાતા બંધાતા જે પ્રમાણે નિષેક રચના થઇ છે તે કાયમ રહી માત્ર સ્વરૂપનો ફેરફાર થયો. અસાતારૂપે ફળ આપનાર હતા તે સાતારૂપે થયા. એટલે ઉદયાવલિકા ઉપરનું અસાતાનું જે દલિક સાતામાં સંક્રમાવે તે સાતાવેદનીયની ઉદયાવલિકા ઉપર સંક્રમાવે એમ કહ્યું છે.
આ પ્રમાણે હોવાથી જે સમયે અસાતાની બે આવલિકા ન્યૂન ઉત્કૃષ્ટ સ્થિતિ સાતાવેદનીયમાં સંક્રમી તે સમયે સાતાની ઉદયાવલિકા ઉ૫૨ બે આવલિકા ન્યૂન ૩૦ કો૰કો પ્રમાણ સ્થિતિ થઇ. તેમાં તે ઉદયાવલિકા મેળવતાં કુલ એક આવલિકા ન્યૂન ૩૦ કો૰કોટ્ સાગ પ્રમાણ ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા સાતાવેદનીયની થઇ આ પ્રમાણે અન્યત્ર પણ સમજવું
ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરી અવશ્ય મિથ્યાદ્રષ્ટિ ગુણઠાણે અંતર્મુહૂર્ત રહે છે ત્યાર પછી જ સમ્યક્ત્વ પ્રાપ્ત કરી શકે છે. તથા ક૨ણ કર્યા સિવાય કોઇ આત્મા સમ્યક્ત્વ પ્રાપ્ત કરેતો અંતર્ન ન્યૂન ઉત્કૃષ્ટ સ્થિતિની સત્તા લઇ ઉપરના ગુવાઠારી જાય છે . એટલે મિથ્યાત્વની ઉત્કૃષ્ટ સ્થિતિ ભાંધી જામુબઈ ગયા બાદ ચોથે જાય, એટલે અંતર્મુહૂર્ત ન્યૂન ઉત્કૃષ્ટ સ્થિતિની સત્તા ચોથે ગુણઠાણે હોય. ઉદય વલિકા ઉપરની તે સ્થિતિને સમ્યક્ત્વ- મોહનીયમાં સંક્રમાવે એટલે અંતર્મુહૂર્ત અને ઉદયાવલિકા સિવાયની મિથ્યાત્વની સઘળી સ્થિતિ સમ્યક્ત્વમોહનીય રૂપે થાય. તેમાં સમ્યક્ત્વમોહનીયની ઉદયાવલિકા મેળવતાં અંતર્મુહૂર્ત ન્યૂન ૭૦ કોકોસાગ પ્રમાણ ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા સમ્યક્ત્વમોહનીયની થાય.
આ અનુદય સંક્રમોત્કૃષ્ટ પ્રકૃતિઓનો જ્યારે ઉદય હોય છે ત્યારે તેમાંની કેટલીક તો બંધાતી જ નથી અને કેટલીક બંધાય છે તો તેની ઉત્કૃષ્ટ સ્થિતિ બંધાતી હોતી નથી, તેમ જ તેમાં ઉત્કૃષ્ટ સ્થિતિનો સંક્રમ થતો હોતો નથી, તથા જે સાયે બંધાતી દેવગતિમાં બંધાવલિકા ઉદયાવલિકાહીન ૨૦ કોકોસાગ પ્રમાણ સ્થિતિનો સંક્રમ થાય તે સમયનું દેવગતિનું દલિક ઉદય પ્રાપ્ત મનુષ્યગતિમાં દેવગતિનો રસોદય નહિ હોવાથી સ્તિબુકસંક્રમ વડે સંક્રમી જાય છે માટે સમયન્યૂન ઉદયાવલિકા મેળવવાનું જણાવ્યું છે. આવલિકા મેળવવાનું કારણ ઉદયાવલિકા ઉપર દલિક સંક્રમે છે, ઉદયાવલિકામાં સંક્રતું નથી. માટે સ્વજાતીય પ્રકૃતિની જેટલી સ્થિતિ સંક્રમે તેમાં ઉદયાવલિકા જોડવામાં આવે છે. સ્વજાતીય પ્રકૃતિનું બે આવલિકાન્સૂન દલિક જ સંક્રમે છે કારણ કે બંધાવલિકા વીત્યા વિના કરણ યોગ્ય થતું નથી અને ઉદયાવલિકા ઉપરનું જ સંક્રમે છે. માટે ઉદય સંસ્કૃષ્ટ પ્રકૃતિની એક આશિકા ધૂન કે ઉત્કૃષ્ટ ચિતિ ને ઉત્કૃષ્ટ સ્થિતિમત્તા કહેવાય અને અનુષે સંકષ્ટ કૃતિઓની સમયાયિક આવલિકા ન્યૂન જે ઉત્કૃષ્ટ સ્થિતિ તે ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા કહેવાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org