________________
સત્તાપ્રકરણ
ગાથાર્થ :- જે પ્રકૃતિઓનો ઉદય ને બંધ સમકાળે = યુગપતું હોય છે, તે પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ સ્થિતિબંધ તુલ્ય ઉ0 સ્થિતિસત્તા હોય છે, અને અનુદય બંધ પરપ્રકૃતિઓની સમયોન ઉ૦ સ્થિતિ તુલ્ય ઉ% સ્થિતિસત્તા છે.
ટીકાર્થ :- આ પ્રમાણે સાદિ - અનાદિ પ્રરૂપણા કરી, હવે સ્વામિત્વ પ્રરૂપણા કહે છે. અને તે બે પ્રકારે છે. ઉત્કૃષ્ટ સ્થિતિસત્તાકર્મ સ્વામિત્વ અને જઘન્ય સ્થિતિસત્તાકર્મ સ્વામિત્વ છે. ત્યાં પ્રથમ ઉત્કૃષ્ટ સ્થિતિસત્તાકર્મ સ્વામિત્વને કહે છે.
(૧) ઉદયબંધોત્કૃષ્ટ - ૮૬ :- જે પ્રકૃતિઓનો સાથે બંધ - ઉદય હોય તેવી જ્ઞાનાવરણ-૫, દર્શનાવરણ-૪, અસાતવેદનીય, મિથ્યાત્વ, ૧૬ કષાય, પંચેન્દ્રિયજાતિ, તેજસસપ્તક, હુંડક સંસ્થાન, વર્ણાદિ-૨૦ અગુરુલધુ, પરાઘાત, ઉપઘાત, ઉચ્છવાસ, અશુભવિહાયોગતિ, ઉદ્યોત, ત્રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, અસ્થિર, અશુભ, દુર્ભગ, દુઃસ્વર, અનાદેય, અયશ : કીર્તિ, નિર્માણ, નીચગોત્ર, અંતરાય-૫, તિર્યંચ - મનુષ્યને આશ્રયીને વૈક્રિયસપ્તક લક્ષણવાળી ઉદયબંધોસ્કૃષ્ટ -૮૬ પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા ઉત્કૃષ્ટ સ્થિતિબંધ પ્રમાણ થાય છે. કારણ કે આ પ્રવૃતિઓનું પૂર્વ બાંધેલુ દલિક ઉત્કૃષ્ટ સ્થિતિબંધની શરૂઆતમાં અબાધાકાલ મધ્યમાં પણ પ્રાપ્ત થાય છે. વળી તે પ્રકૃતિઓ ઉદયવતી હોવાથી તેઓની પ્રથમ સ્થિતિ સ્તિબુકસંક્રમ વડે અન્યત્ર સંક્રમતી નથી. તેથી ઉત્કૃષ્ટ સ્થિતિબંધ પ્રમાણથી ઉત્કૃષ્ટ સ્થિતિ સત્તાકર્મનો કોઇપણ વિશેષ તફાવત નથી.
(૨) અનુદાયબંધોત્કૃષ્ટ - ૨૦ :- ' તથા અનુદય અર્થાત્ ઉદયના અભાવમાં પર એટલે જે પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ તે અનુદય બંધ પર અર્થાત્ અનુદયબંધોત્કૃષ્ટા કહેવાય છે. તે નિદ્રાપંચક, નરકદ્ધિક, તિર્યંચદ્ધિક, દારિક સપ્તક, એકેન્દ્રિયજાતિ, સેવારૂં સંઘયણ, આતપ, સ્થાવરરૂપ ૨૦ પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ સ્થિતિસત્તાકર્મ એક સમય ઓછી ઉત્કૃષ્ટ સ્થિતિ છે. તે આ પ્રમાણે કહે છે - આ પ્રવૃતિઓના ઉત્કૃષ્ટ સ્થિતિબંધની શરૂઆતમાં જો કે અબાધાકાલ મધ્યમાં પણ પૂર્વ બાંધેલ દલિક છે. તો પણ તે પ્રકૃતિઓની પ્રથમ સ્થિતિ ઉદયવતીની મધ્યમાં સ્તિબુકસંક્રમથી સંક્રમે છે. તેથી તે પ્રથમ સ્થિતિરૂપ ૧ સમયમાત્ર હીન ઉત્કૃષ્ટ સ્થિતિ તે જ ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા છે.
પ્રશ્ન :- નિદ્રાદિનો અનુદાય હોવા છતાં બંધ વડે ઉત્કૃષ્ટસ્થિતિ પ્રાપ્ત કેમ થાય છે ? તો ઉત્તર કહે છે. ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ઉત્કૃષ્ટ સંકુલેશને આધીન છે. અને ઉત્કૃષ્ટ સંક્લેશમાં વર્તતાં નિદ્રાપંચકના ઉદયનો સંભવ નથી. નરકદ્વિકની ઉત્કૃષ્ટ સ્થિતિના બંધક તિર્યંચ અથવા મનુષ્ય છે. અને તેઓને નરકદ્ધિકનો ઉદય સંભવતો નથી. બાકીના કર્મોના ઉત્કૃષ્ટ સ્થિતિબંધક યથાયોગ્યપણે દેવ અથવા નારક હોય છે. અને તેઓને વિષે તે (પ્રકૃતિઓના) ઉદયની ઉપપત્તિ નથી. અર્થાત્ તે પ્રકૃતિઓનો ઉદય તે નારક - દેવોમાં ઘટી શકતો નથી. તેથી તે નિદ્રાપંચકાદિ - ૨૦ પ્રકૃતિઓના અનુદયે જ ઉત્કૃષ્ટ સ્થિતિબંધ છે.
संकमओ दीहाणं, सहालिगाए उ आगमो संतं । समऊणमणुदयाणं, उभयासिं जट्टिई तुल्ला ।। १८ ।। संक्रमतो दीर्घाणां, सहाऽवलिकया त्वागमः सत्ता ।
समयोनमनुदयानाम्, उभयेषां यत्स्थितिस्तुल्या ।। १८ ।। ગાથાર્થ :- સંક્રમથી દીર્ધ સ્થિતિવાળી પ્રકૃતિઓનો જે આગમ (હયાવલિકાહીન ઉ% સ્થિતિ સમાગમ) તે આવલિકા સહિત તેઓની ઉ4 સ્થિતિસત્તા છે. તથા સંક્રમકાળે અનુદય પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા પૂર્વ કહેલમાંથી સમયહીન જાણવી અને ઉભય પ્રકારની પ્રવૃતિઓની (સંક્રમકાળે ઉદયવતી અનુદયવતીની) ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા યત્ સ્થિતિતુલ્ય જાણવી.
ટીકાર્ય :- ઉદયસંક્રમોત્કૃષ્ટા :- જે પ્રકૃતિઓનો સંક્રમકાલે ઉદય પણ હોય છે, અને સંક્રમણથી જ ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા પ્રાપ્ત થાય છે, પણ બંધથી નહિ, તે પ્રવૃતિઓ સંક્રમથી દીર્ધ અર્થાત્ ઉદય સંક્રમોત્કૃષ્ટા છે. મનુષ્યગતિ, સાતવેદનીય, સમ્યકત્વ, સ્થિર, શુભ, સુભગ, સુસ્વર, આદેય, યશ : કીર્તિ, નવ નોકષાય, પ્રશસ્તવિહાયોગતિ, પ્રથમ સંઘયણ - ૫, પ્રથમ સંસ્થાન-૫, ઉચ્ચગોત્ર લક્ષણવાલી ૩૦ પ્રકૃતિઓનો જે આગમ એટલે સંક્રમવડે બે આવલિકાહીન ઉત્કૃષ્ટ સ્થિતિનો જે સમાગમ તે ઉદયાવલિકારૂપ આવલિકા સહિત તે ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા થાય છે. આ પ્રમાણે તાત્પર્ય છે.... ૧૬ આ પ્રકૃતિઓનો ઉદય હોય ત્યારે જ તેઓનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ થાય છે, એમ સમજવાનું નથી પરંતુ ઉદય હોય ત્યારે પણ થાય છે. એમ સમજવાનું
છે. કારણ કે તેમાંની કેટલીએક પ્રકૃતિઓનો ઉદય ન હોય ત્યારે પણ ઉત્કૃષ્ટ સ્થિતિબંધ થઇ શકે છે, જેમ કે ક્રોધના ઉદયવાળો માનનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરી શકે છે. તેમ જ પ્રશસ્ત વિહાયોગતિના ઉદયવાળો અપ્રશસ્ત વિહાયોગતિનો, કોઇ અન્ય સંસ્થાનના ઉદયવાળો હુંડ કસંસ્થાનનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરી શકે છે. અનુદયબંધાત્કૃષ્ટ પ્રકૃતિઓનો તેઓનો ઉદય ન હોય ત્યારે જ ઉત્કૃષ્ટ સ્થિતિબંધ થાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org