________________
સત્તાપ્રકરણ
एगे छद्दोसु दुगं, पंचसु चत्तारि अट्ठगं दोसु । कमसो तीसु चउक्कं, छत्तु अजोगम्मि ठाणाणि ।। १५ ।। एकस्मिन् षट् द्वयोर्टिकम्, पञ्चसु चत्वार्यष्टकं द्विषु ।
क्रमशः त्रिषु चतुष्कं, षट् त्वयोगिनि स्थानानि ।। १५ ।। ગાથાર્થ - એક ગુણસ્થાનકમાં ૬, બે ગુણસ્થાનકમાં ૨, પાંચ ગુણસ્થાનકમાં ૪, બે ગુણસ્થાનકમાં ૮, ત્રણ ગુણસ્થાનકમાં ૪, અને અયોગમાં ૬ એ પ્રમાણે અનુક્રમે ગુણસ્થાનકોમાં પ્રકૃતિસત્તાસ્થાન છે. '
ટીકાર્ય :- ગુણસ્થાનકને વિષે પ્રકૃતિ સત્તાસ્થાનો - આ જ પ્રકૃતિસત્તાસ્થાનોને ગુણસ્થાનકોને વિષે વિચાર કરતાં કહે છે.
૧ મિથ્યાદષ્ટિ ગુણસ્થાનકે ૬ પ્રકૃતિસત્તાસ્થાનો છે. તે આ પ્રમાણે.... ૧૦૨-૯૬-૯૫-૯૩-૮૪ અને ૮૨ના છે. ત્યાં ૯૬નું પ્રસત્તાસ્થાન જિનનામ બાંધેલ મિથ્યાદષ્ટિ જીવને અંતર્મુહૂર્ત સુધી પ્રાપ્ત થાય છે. તે “મવરમ' ગાથા ૯માં પૂર્વ કહ્યું છે. આહારક અને જિનનામની ઉભય સત્તાવાળો મિથ્યાત્વ ન પામે તેથી ૧૦૩નો પ્રતિષેધ કર્યો છે. બાકીનું સરલ છે.
૨-૩ સાસ્વાદન - મિશ્રગુણસ્થાનકે ૨-૨ પ્રકૃતિસત્તાસ્થાનો - છે. તે આ પ્રમાણે... ૧૦૨ અને ૯પનું પ્રસત્તાસ્થાન છે.
૪ થી ૮ અવિરત સમ્યગુદૃષ્ટિ આદિ અપૂર્વકરણ સુધીના પાંચ ગુણસ્થાનકને વિષે ૪-૪ પ્ર સત્તાસ્થાનો છે. તે આ પ્રમાણે..... ૧૦૩ - ૧૦૨ - ૯૬ અને ૯૫ છે. બાકીના પ્રકૃતિસત્તાસ્થાનો તો ક્ષપકશ્રેણિમાં અને એકેન્દ્રિય આદિને સંભવે છે તેથી અહીં ન સંભવે.
૯-૧૦ અનિવૃત્તિ બાદર અને સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનકે ૮ પ્રકૃતિસત્તાસ્થાનો છે. તે આ પ્રમાણે.... ૧૦૩ - ૧૦૨ - ૯૬ - ૯૫ - ૯૦ - ૯૯ - ૮૩ અને ૮૨ના છે. ત્યાં અનિવૃત્તિ બાદ ગુણસ્થાનકવાળા જીવને પ્રથમના ૪ પ્રસત્તાસ્થાનકો ઉપશમશ્રેણિમાં અથવા ક્ષપકશ્રેણિમાં જ્યાં સુધી નામ ત્રયોદશ = ૧૩ પ્રકૃતિઓનો ક્ષય કર્યો નથી ત્યાં સુધી પ્રાપ્ત થાય છે. અને બાકીના ૪ સ્થાનકો ક્ષપકશ્રેણિમાં જ પ્રાપ્ત થાય છે. સૂક્ષ્મસંપરાય જીવને પ્રથમના ૪ ઉપશમશ્રેણિમાં અને બાકીના ૪ સ્થાનકો ક્ષપકશ્રેણિમાં હોય છે.
૧૧-૧૨-૧૩ ઉપશાંત મોહ - ક્ષીણમોહ અને સયોગી કેવલી :- એ ૩ ગુણસ્થાનકને વિષે ૪-૪ પ્રકૃતિ-સત્તાસ્થાનો છે. ત્યાં ઉપશાંતમહ ગુણસ્થાનકે ૧૦૩ - ૧૦૨ - ૯૬ - ૯પના લક્ષણવાળા ૪ પ્ર સત્તાસ્થાનકો છે. ક્ષીણમોહ અને સયોગી કેવલીને તો ૯૦ - ૮૯ - ૮૩ - ૮૨ના લક્ષણવાળા ૪ પ્ર. સત્તાસ્થાનકો છે.
૧૪ અયોગી ગુણસ્થાનકે - “ઇસુ મગોમટા' ત્તિ ૬ પ્રકૃતિ સત્તાસ્થાનકો છે. તે આ પ્રમાણે ૯૦- ૮૯ - ૮૩ - ૮૨ - ૯ અને ૮ છે. આ પ્રકૃતિસત્તાસ્થાનકોમાં પ્રથમના ૪ સ્થાનકો અયોગી કેવલીના દ્વિચરમ (ઉપાચ) સમય સુધી હોય છે. અને અન્ય સમયે તો જિન-અજિનને આશ્રયીને અનુક્રમે બે (૯-૮) પ્રકૃતિસત્તાસ્થાનકો છે. (યંત્ર નંબર - ૬ જુઓ)
ઇતિ નામકર્મની પ્રકૃતિસત્તાસ્થાન પ્રરૂપણા સમાપ્ત ઇતિ પ્રકૃતિસત્તાસ્થાન પ્રરૂપણા સમાપ્ત ઇતિ સ્વામિત્વ પ્રરૂપણા સમાપ્ત ઇતિ પ્રથમ પ્રકૃતિસત્તા સમાપ્ત
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org