________________
ઉદીરણાકરણ
અહીં ૨૪ ભાંગા થાય છે. તે આ પ્રમાણે કહે છે - બન્ને યુગલ પરાવર્તન થવાથી એક એક ભાગો પ્રાપ્ત થાય. તેથી બે ભાંગા થયા. અને તે દરેક ત્રણ વેદને વિષે પ્રાપ્ત થાય છે, તેથી રને ૩થી ગુણતાં ૬ ભાંગા થાય છે. અને તે દરેક ક્રોધાદિ-૪ને વિષે પ્રાપ્ત થાય છે, તેથી ૬ને ૪વડે ગુણતાં ૨૪ થાય છે. તેની સ્થાપના આ પ્રમાણે છે.
૨ + ૧ + ૧ = ૪ મોહનીય સમકાળે હોય તેના યુગલ - વેદ - કષાય
૨ x ૩ x ૪ = ૨૪ ભાંગા જુદા જુદા જીવને આશ્રયી થાય છે.
તે જ ૭માં ભય અથવા જુગુપ્સા અથવા અનંતાનુબંધિ નાંખવાથી ૮ની ઉદીરણા થાય. ત્યાં દરેકમાં એક એક ભાંગાની ચોવીસી થાય. તેથી તેની ઉદીરણામાં ૩ ચોવીસી જાણવી. અહીં પ્રશ્ન થાય છે કે અનંતાનુબંધિના ઉદય વગરનો મિથ્યાષ્ટિ જીવ મળે નહીં અને ઉદય હોય તો અવશ્ય ઉદીરણા થાય જ છે, તેથી અનંતાનુબંધિ વગર ૭ કે ૮ની ઉદીરણા કહીં તે ઘટતું નથી. ઉત્તર - તો કહે છે... જે સમ્યગુદષ્ટિ પહેલા અનંતાનુબંધિની વિસંયોજના કરીને થાકેલો તેવા પ્રકારની સામગ્રીની અભાવથી મિથ્યાત્વાદિના ક્ષય માટે તત્પર ન થાય. અને કાલાન્તરે મિથ્યાત્વે ગયો છતો તે (મિથ્યાત્વ) પ્રાયોગ્ય ફરી પણ અનંતાનુબંધિને બાંધે છે. અને તે બંધાવલિકાનો જ્યાં સુધી ઉદય ન થાય, અને તે ‘ઉદયના અભાવથી ઉદીરણા ન થાય. તેથી અનંતાનુબંધિ રહિત ઉદીરણા પણ મિથ્યાદૃષ્ટિને સંભવે છે. અને બંધાવલિકા વ્યતીત થયા પછી ઉદયનો સંભવ થવાથી ઉદીરણા થાય છે.
અહીં પ્રશ્ન થાય છે કે બંધ સમયથી શરૂ કરીને આવલિકા વ્યતીત થયે ઉદય પણ કેવી રીતે સંભવે ? કારણ કે અબાધા કાલનો ક્ષય થયે ઉદય થાય છે, અને તે અનંતાનુબંધિની અબાધા જઘન્યથી પણ અંતર્મુહૂર્ત પ્રમાણ છે. ઉત્તર - આ દોષ નથી, કારણ કે બંધ સમયથી શરૂ કરીને (તે અનંતાનુબંધિની પ્રથમ સત્તા તો થાય છે જ અને તે સત્તા થયે છતે) તેઓની પતદૂગ્રહતા થાય છે, અને તે પતગ્રહ થયે છતે બાકીના ચારિત્રમોહનીય પ્રકૃતિના દલિક સંક્રાન્ત થાય છે, અને તે સંક્રાન્ત દલિકનો પોતાની બંધાવલિકારૂપ સંક્રશ્યમાન દલિક સંક્રમાવલિકા વ્યતીત થયે ઉદય થાય છે, અને ઉદય થયે છતે ઉદીરણા થાય છે. તેથી બંધ સમયથી અનંતર આવલિકા વ્યતીત થયા પછી ઉદીરણા કહીં તે વિરૂદ્ધ નથી. અર્થાત્ થઈ શકે છે.
તથા તે સાતમાં ભય-જુગુપ્સા, અથવા ભય-અનંતાનુબંધિ અથવા જુગુપ્સા-અનંતાનુબંધિ તેમ બે નાંખતા ૯ની ઉદીરણા થાય. અહીં પણ કહેલ રીતથી એક - એક વિકલ્પમાં ૨૪ ભાંગા પ્રાપ્ત થાય, તેથી ત્રણ ચોવીસી જાણવી.
- તે જ ૭માં ભય-જુગુપ્સા અને અનંતાનુબંધિને નાંખવાથી ૧૦ની ઉદીરણા થાય, અહીં ભાંગાની ચોવીસી એક જ થાય છે. (મિથ્યાત્વે ૮ ચોવીસીના ૧૯૨ ભાંગા થાય.).
सासणमीसे नव अविरए य छाई परम्मि पंचाई । अट्ट विरए य चउराइ सत्त छच्चोवरिल्लंमि ।। २३ ।। सास्वादनमिश्रयोः नवाविरतौ षडादि परस्मिन् पञ्चादि । अष्ट विरते च चतुरादि, सप्त षट्चोपरितने ।। २३ ।।
ગાથાર્થ :- સાસ્વાદન અને મિશ્ર સમ્યગુદૃષ્ટિ જીવને ૭થી૯ સુધીના ૩ ઉદીરણાસ્થાન છે. તથા અવિરત સમ્યગ્દષ્ટિ જીવને ૬થી૯ સુધીના ૪ ઉદીરણાસ્થાન છે, અને દેશવિરતિ જીવને પથી૮ સુધીના ૪ ઉદીરણાસ્થાન છે. અને પ્રમત્ત તથા અપ્રમત્ત ગુણસ્થાનકવર્તી જીવને ૪થી૭ સુધીના ૪ ઉદીરણાસ્થાન છે. અને તેથી ઉપરના અપૂર્વકરણ ગુણસ્થાનકવર્તી જીવને ૪થી૬ સુધીના ૩ ઉદીરણાસ્થાન છે.
ટીકાર્થ :- પ્રમાણે મિથ્યાદૃષ્ટિને મોહનીય કર્મના ઉદીરણાસ્થાનો ધાં. હવે સાસ્વાદનાદિને વિષે તે ભાંગા કહે છે. -સાસ્વાદન એવા સમ્યગ્દષ્ટિને વિષે ૭થી૯ સુધીના ત્રણ ઉદીરણાસ્થાનો છે. ૭-૮ અને ૯.
૮
અહીં બંધાવલિકા સાથે સંક્રાન્ત પ્રત્યાખ્યાનાદિ કષાયની સં ક્રમાવલિકા પણ વ્યતીત થાય છે, અને સંક્રાન્ત દલિકોનો જ ઉદય વા ઉદીરણા થવાની છે, માટે ‘સંકમાવલિકા વ્યતીત થયા બાદ’ એમ પણ કહી શકાય. બંધદ્વારા પ્રાપ્ત થયેલી અનંતાનુબંધિની નહીં, પરંતુ સંક્રમદ્વારા પ્રાપ્ત થયેલી અનંતાનુબંધિની ઉદીરણા.
Jain Education International
For Personal & Private Use Only
www ainelibrary.org