________________
ઉદીરણાકરણ
इंदियपज्जत्तीए, दुसमयपज्जत्तगाएँ पाउग्गा । निद्दापयलाणं खीणरागखवगे परिच्चज्ज ।। १८ ॥ इन्द्रियपर्याप्त्या, द्वितीयसमयपर्याप्त्या प्रायोग्याः ।
निद्राप्रचलयोः क्षीणरागक्षपकान परित्यज्य ।। १८ ।। ગાથાર્થ :- ટીકાની જેમ.
ટીકાર્થ :- ઇન્દ્રિય પર્યાપ્તિએ પર્યાપ્ત થયા છતાં બીજા સમયથી શરૂ કરીને અર્થાત્ ઇન્દ્રિય પર્યાપ્તિ પૂર્ણ થયા બાદ અનન્તર સમયથી શરૂ કરીને જીવો નિદ્રા-પ્રચલાના ઉદીરણા પ્રાયોગ્ય થાય છે. સર્વત્ર અવિશેષ સામાન્ય રીતે પ્રાપ્તિ થાય છે. તેથી નિયમને કહે છે.... ક્ષીણમોહી અને ક્ષેપકો સિવાયના જીવો નિદ્રા-પ્રચલાની ઉદીરણા કરે છે. કારણ કે ઉદીરણા ઉદય અવિનાભાવી અર્થાત્ ઉદય હોય તો જ થાય છે. અને ક્ષીણમોહી અને ક્ષેપકને નિદ્રા-પ્રચલાનો ઉદય સંભવે નહીં. “બ્લિાઉસ ૩પ ફી ઉવ પરિવપ્ન'' રૂતિ નિદ્રાદ્ધિકનો ઉદય ક્ષીણમોહ - અને ક્ષેપકને નથી હોતા એ વચન પ્રમાણ હોવાથી તેથી તેઓને છોડીને બાકીના જીવો નિદ્રા-પ્રચલાના ઉદીરકો જાણવાં. અને આ સત્કર્મગ્રન્થાદિ પ્રસિદ્ધ ગ્રંથકારના મતે છે. પણ જે કર્મસ્તવ રચિયતા આદિ તો ક્ષપક અને ક્ષીણમોહે પણ નિદ્રાદ્ધિકનો ઉદય માને છે. તેથી તેઓના મતે ઉદય હોતે છતે ઉદીરણા અવશ્ય હોય છે. તેથી ક્ષીણરાગની અંત્ય આવલિકા છોડીને સર્વે પણ જીવ ઇન્દ્રિય પર્યાપ્તિએ પર્યાપ્તને નિદ્રા-પ્રચલાના ઉદીરકો જાણવાં. તે જ મતને અનુસારથી પંચસંગ્રહ ઉદીરણાકરણની ગાથા-૧૯માં કહ્યું છે. - ““મોજૂ ઊRાં ડુંઢિયmત્તર સર્ટીતિ | નિદાપતા'' - (ચરમાવલિકા સ્થિત) ક્ષીણરાગને છોડી ઇન્દ્રિય પર્યાપ્તિએ પર્યાપ્ત સઘળાં નિદ્રા-પ્રચલાની ઉદીરણા કરે છે.
निद्दानिद्दाईण वि, असंखवासा य मणुयतिरिया य । વેહવાફરતગૂ, વનિત્તા મખમત્તે ય || 9 || निद्रानिद्रादीनामप्यसङ्ख्येयवर्षायुषश्च मनुजतिर्यञ्चश्च ।
वैक्रियाहारकतनून्, वर्जित्वाऽप्रमत्तांश्च ।। १९ ॥ ગાથાર્થ :- ટીકાની જેમ.
ટીકાર્થ :- અસંખ્યય વર્ષના આયુષ્યવાળા યુગલિક મનુષ્ય અને તિર્યંચ, વૈક્રિયશરીરી, આહારકશરીરી - અપ્રમત્ત સંયત સિવાયના બાકી સર્વ જીવો નિદ્રાનિદ્રા, પ્રચલાપ્રચલા, થાણદ્ધિના ઉદીરક જાણવાં.
वेयणियाण पमत्ता, ते ते बंधंतगा कसायाणं । હાસચ્છિક્કન્સ ય, ગવરસ ઘરમત || ૨૦ || वेदनीययोः प्रमत्तास्ते, ते बन्धका कषायाणाम् ।
हास्यादिषट्कस्य चा - ऽपूर्वकरणस्य चरमाऽन्ते ।। २० ।। ગાથાર્થ :- ટીકાની જેમ.
ટીકાર્થ :- સાતા-અસાતારૂપ વેદનીયના પ્રમત્ત ગુણસ્થાનક સુધીના સર્વ પણ ઉદીરક છે. બીજા નહીં, કારણ કે બીજાને અતિવિશુદ્ધિપણું હોવાથી, સાતા - અસાતાના ઉદીરણા યોગ્ય અધ્યવસાયસ્થાનનો અભાવ હોવાથી. તથા જે જે જીવો જે જે કષાયના બંધક છે તે તે જીવો તે તે કષાયોના ઉદીરક છે. “ને વેય સે વંધ’ - જેઓ કષાયોના વેદક છે તેઓ જ કષાયોના બંધક છે એ વચન હોવાથી, અને ઉદય હોતે છતે ઉદીરણાનો સંભવ છે. એ પ્રમાણે જે કહ્યું તે યુક્ત છે. તે તે કષાયોને બાંધતા જીવો ઉદીરક છે.
ત્યાં અનંતાનુબંધિ-૪ના સાસ્વાદન સુધીના જીવો ઉદીરક છે. અપ્રત્યાખ્યાનાવરણકષાયના - ઉદીરક અવિરત સમ્યગદષ્ટિ સુધીના જીવો છે. પ્રત્યાખ્યાનાવરણકષાયના - ઉદીરક દેશવિરત સુધીના જીવો છે. લોભ સિવાયના સંવલન ૬. અહીં “વૈક્રિયશરીરી" એ પદથી દેવા, નારકીઓ તેમજ વૈક્રિય જેઓએ વિકુવ્યું છે તેવા મનુષ્ય - તિર્યંચ લેવાના છે.
૨૪ મોહનીયની સત્તાવાળો જીવ મિથ્યાત્વે આવે તેને પ્રથમ આવલિકા માત્ર ઉદય વિના જ અનંતાનુબંધિનો બંધ હોય છે, માટે ‘‘ન વેય સે સંઘ'' - એ નિયમમાં એટલો અપવાદ છે. અને તે પ્રથમ આવલિકામાં અનંતાનુબંધિની ઉદીરણા પણ હોય નહીં (ઉદયનો અભાવ હોવાથી) તથા અનંતાનુબંધિની પ્રથમ બંધાવલિકા અને અનંતાનુબંધિ રૂપ થયેલાં અપ્રત્યાખ્યાનાદિના સંક્રાન્ત પુદ્ગલાની સંભાવલિકા પૂર્ણ થાય તે સંક્રાન્તદલાત્મક અનંતાનુબંધિનો ઉદય-ઉદીરણા શરૂ થાય છે .
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org