________________
ઉદ્વર્તન અને અપેવનાકરણ
૨૧
ચિત્ર નં. ૭ની સમજતી :- આ ચિત્રમાં અસત્કલ્પનાથી ૧થી ૮૦ સ્થિતિસ્થાન સત્તા અપેક્ષાએ બતાવેલા છે. તેમાં પ્રથમ ૧થી ૯ બંધાવલિકારૂપ છે, ૧૦થી ૧૮ ઉદયાવલિકારૂપ છે.
વ્યાઘાતભાવે અપવર્નના એટલે સ્થિતિઘાત કાલે સ્થિતિઘાતના સ્થાનોમાંથી થતી અપવર્નના. તે સ્થિતિના છેડા ઉપર-ઉપરના ભાગમાં હોય છે. સામાન્યથી પલ્યોપમનો અસંખ્યાતમા ભાગ જેટલો સ્થિતિઘાત થાય છે, તે જઘન્ય કંડક પ્રમાણ છે. ઉત્કૃષ્ટથી સંખ્યાતા સાગરોપમ પ્રમાણ પણ થાય છે. અહીં ૬૫થી ૮૦ સુધીના ૧૬ સ્થાનો પલ્યોપમના અસંખ્યયભાગ પ્રમાણ ઘાયમાન સ્થિતિઓ છે. અહીં સ્થિતિઘાતના પ્રથમ આવલિકા ૬૫ થી ૭૩ સુધીના દલિકો અપવર્તીને પોતાના સ્થાનથી અતીત્થાપના આવલિકા છોડી અઘાત્યમાન બધી સ્થિતિઓમાં નાંખે છે. તેથી ઘાયમાન પ્રથમ સ્થિતિ ૬૫મા સ્થાનના દલિકોનો ૧થી ૯ બંધાવલિકા છોડી ૧૦થી ૫૫ સુધીની સર્વ અધાત્યમાન સ્થિતિઓમાં નાંખે છે, ૬૬ના ૧૦થી ૫૬ સુધી તે છેલ્લે ૭૩નું ૧૦થી ૬૩માં નાંખે છે. અહીં સ્થિતિઘાત પછી એક આવલિકા પૂર્ણ થઇ. તેથી પછીની સર્વ સ્થિતિઓના ૭૪થી ૮૦ ના સ્થાનોના દલિકોને ૧૦ થી ૬૪ સુધીની અઘાયમાન બધી સ્થિતિઓમાં નાંખે છે, અને તે ઉત્કૃષ્ટ નિક્ષેપ કહેવાય. તે દલિકોને ઘાયમાન સ્થિતિઓમાં અર્થાત્ ૬૫ થી ૮૦માં નાંખે નહીં, ૮૦મા સ્થાનના દલિકોની અપવર્નના થઇ તે સમયોન કંડક પ્રમાણ અતીત્થાપના થઇ કહેવાય.(ઇતિ ચિત્ર નં. ૭ની સમજુતી સમાપ્ત)
(- અથ અલ્પબદુત્વ:-) હવે અલ્પબદુત્વ કહે છે. . (૧) ત્યાં અપવર્તનામાં જઘન્ય નિક્ષેપ સર્વથી અલ્પ છે. કારણ કે તે સમયાધિક ૧/૩ આવલિકા પ્રમાણ છે.
(૨) તેથી પણ અપવર્ણનામાં જઘન્ય અતીત્થાપના ત્રણ સમય ઓછી એવી દ્વિગુણ છે. ત્રણ સમય ઓછી એવું દ્વિગુણપણે કેવી રીતે જાણવું ? તો કહે છે. વ્યાઘાત વિના અર્થાત્ નિર્વાઘાત ભાવી જઘન્ય અતીત્થાપના એક સમય હીન ૨/૩ આવલિકા પ્રમાણ છે અને અસત્કલ્પનાથી આવલિકા ૩૦ સમયની છે. તેથી સમયોન ૨/૩તે ૧૯ સમય પ્રમાણ થાય છે. જઘન્ય નિક્ષેપ પણ સમયાધિક ૧/૩ આવલિકાભાગ રૂપ તે અસત્કલ્પનાથી ૧૧ સમય પ્રમાણ થાય. તે દ્વિગુણ કરીએ એટલે ૨૨ થાય. અને તેમાં ત્રણ સમય ઓછા એટલે ૧૯ થાય છે. (૯ સમયની આવલિકાની વિવક્ષાથી પણ ઘટી શકે છે. દા.ત. સમયોન ૨/૩ =પ સમય, સમયાધિક ૧/૩=૪x૨૨૮-૫ =૩ સમયોન દ્વિગુણ)
(૩) તેથી પણ વ્યાઘાત વિના એટલે નિર્વાઘાતભાવી અપવર્ણનામાં ઉ0 અતીત્થાપના વિશેષાધિક છે. કારણ કે તે સંપૂર્ણ આવલિકા પ્રમાણ છે.
(૪) તેથી બાઘાત અપવર્ણનામાં ઉ0 અતીત્થાપના અસંખ્ય ગુણ છે. કારણ કે તે કાંઇક ઊન ડાયસ્થિતિ કંડક પ્રમાણ
છે.
(૫) તેથી પણ ઉત્કૃષ્ટ નિક્ષેપ વિશેષાધિક છે. કારણકે તે સમયાધિક બે આવલિકા ઓછી એવી સર્વકર્મસ્થિતિ પ્રમાણ
' (૬) તેથી સર્વ કર્મસ્થિતિ વિશેષાધિક છે.(ઉનિક્ષેપ, ઉ0અતીત્થાપના અને બંધાવલિકાદિ સહિત હોવાથી કર્મસ્થિતિ વિશેષાધિક જ હોય છે..
હવે ઉદ્દ્વના - અપવનાનું મિશ્ર ભેગું અલ્પબદુત્વ કહે છે.
(૧) ત્યાં વ્યાઘાત ઉદ્વર્તનામાં જઘન્ય અતીસ્થાપના અને જઘન્ય નિક્ષેપ સર્વથી અલ્પ છે. પોતાના સ્થાનમાં પરસ્પર તુલ્ય છે. કારણ કે બન્ને આવલિકાના અસંખ્ય ભાગ પ્રમાણ હોવાથી.
(૨) તેથી અપવર્ણનામાં જઘન્ય નિક્ષેપ અસંખ્યયગુણ છે. કારણ કે તે સમયાધિક ૧/૩ આવલિકા પ્રમાણ હોય છે. . (૩) તેથી પણ અપવર્ણનામાં જઘન્ય અતીસ્થાપના ત્રણ સમય ઓછી એવી દ્વિગુણની અહીં પૂર્વની જેમ વિચારવું.
(૪) તેથી પણ અપવર્તનામાં જ વ્યાઘાત અભાવની એટલે કે નિર્ણાઘાત અપવર્ણનામાં ઉત્કૃષ્ટ અતીસ્થાપના વિશેષાધિક છે. કારણ કે તે સંપૂર્ણ આવલિકા પ્રમાણ છે.
(૫) તેથી પણ વાઘાત ઉદ્વર્તનામાં ઉત્કૃષ્ટ અતીત્થાપના સંખ્યયગુણ છે. કારણ કે તે ઉત્કૃષ્ટ અબાધા તુલ્ય (૭૦૦૦ વર્ષ) પ્રમાણ છે.
(૬) તેથી પણ વ્યાઘાત અપવર્ણનામાં ઉત્કૃષ્ટ અતીત્થાપના અસંખ્યયગુણ છે. કારણ કે તે કંઇક ઊન ડાયસ્થિતિ પ્રમાણ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org